Now you can get medicine for this serious disease for only one and a half rupees
કામની વાત /
હવે માત્ર દોઢ રૂપિયામાં આ ગંભીર બીમારીની દવા મળશે, મોદી સરકારે 12 દવાઓ કરી દીધી સસ્તી
Team VTV10:18 AM, 26 Oct 21
| Updated: 10:19 AM, 26 Oct 21
દેશના દવા મૂલ્ય નિયામક NPPAએ સોમવારે ડાયબીટસના ઇલાજમાં કામમાં આવનારી 12 જેનેરિક દવાઓની કિંમત નક્કી કરી છે. જેમાં ગ્લિમેપાઇરાઇડ ટેબલેટ, ગ્લુકોઝની સોઇ અને ઇંસૂલિન સામેલ છે.
NPPAએ 12 દવાઓના ભાવ ઘટાડ્યા
મધુપ્રમેહની દવા માત્ર 1.5 રૂપિયામાં મળશે
અન્ય 12 દવાઓના પણ ભાવ ઘટાડી દીધા
NPPAએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે ભારતીય લોકો ડાયબિટીસ જેવી બીમારીનો સસ્તો ઇલાજ મેળવી શકે તે માટે મધુપ્રમેહના ઇલાજમાં કામ આવનારી 12 દવાઓના ભાવ ઓછા કર્યા છે. 500MG મેટફોર્મિન ઇમીડિયેટ રિલીઝ ટેબલેટની કિંમત પ્રતિ ટેબલેટ 1.51 રૂપિયા કરી દેવામાં આવી છે.
NPPAએ એક ટ્વિટમાં જણાવ્યું છે કે, દરેક ભારતીયને ડાયાબિટીસ જેવી બીમારીની સસ્તી સારવાર મળી રહે તે માટે NPPAએ ડાયાબિટીસની સારવારમાં વપરાતી 12 દવાઓની મહત્તમ કિંમત નક્કી કરી છે. આ હેઠળ, Glimepiride 1mgની ટેબ્લેટની મહત્તમ છૂટક કિંમત હવે 3.6 રૂપિયા હશે જ્યારે 2mgની ટેબ્લેટની કિંમત 5.72 રૂપિયા હશે.
25 ટકા સ્ટ્રેન્થના એક મિલી ગ્લુકોઝ ઈન્જેક્શનની કિંમત 17 પૈસા નક્કી કરવામાં આવી છે, જ્યારે 40 IU/ml શક્તિના એક ml ઈન્સ્યુલિન (દ્રાવ્ય) ઈન્જેક્શનની કિંમત 15.09 રૂપિયા નક્કી કરવામાં આવી છે. તેમજ 40 IU/ml સ્ટ્રેન્થના ERML ઇન્ટરમીડિયેટ એક્ટિંગ (NPH) સોલ્યુશન ઇન્સ્યુલિન ઇન્જેક્શનની કિંમત પણ 15.09 રૂપિયા નક્કી કરવામાં આવી છે. 40 IU/ml શક્તિના 30:70 પ્રિમિક્સ ઇન્સ્યુલિન ઇન્જેક્શન માટે પણ ઇન્જેક્શન દીઠ સમાન કિંમત નક્કી કરવામાં આવી છે.
NPPAએ જણાવ્યું હતું કે 500 મિલિગ્રામ મેટફોર્મિન ઇમીડિયેટ રિલીઝ ટેબ્લેટની કિંમત 1.51 રૂપિયા પર ટેબ્લેટ, 750 મિલિગ્રામની ટેબ્લેટ માટે 3.05 રૂપિયા અને 1 ગ્રામ સ્ટ્રેન્થની મેટફોર્મિન ટેબ્લેટ માટે 3.61 રૂપિયા નક્કી કરવામાં આવી છે. મેટફોર્મિન કંટ્રોલ રીલીઝ 1 ગ્રામની ટેબ્લેટની મહત્તમ કિંમત રૂ. 3.66 છે જ્યારે તેની 750 MG અને 500 MGની ટેબ્લેટની કિંમત અનુક્રમે રૂ. 2.40 અને રૂ. 1.92 પ્રતિ ટેબ્લેટ છે.