ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / now co operative societies will also be able to make purchases from the gem portal

શુભારંભ / સહકારી સમિતિઓ પણ GEM પોર્ટલ પર કરી શકશે ખરીદી, ગૃહમંત્રી અમિત શાહે કર્યું ઉદ્ધાટન

Published By: Pravin

Last Updated: 10:47 AM, 10 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સહકારી સમિતિઓ સપ્ટેમ્બરથી GEM પોર્ટલની મદદથી પોતાના સામાનની નિકાસ કરી શકશે.

ADVERTISEMENT

  • ગૃહમંત્રી અમિત શાહે જેમ પોર્ટલનું ઉદ્ધાટન કર્યું
  • આ પોર્ટલ પરથી સહકારી સમિતિઓ માલની નિકાસ કરી શકશે
  • સમિતિઓને મળશે મોટુ ઈ માર્કેટપ્લેસ

સહકારી સમિતિઓ સપ્ટેમ્બરથી GEM પોર્ટલની મદદથી પોતાના સામાનની નિકાસ કરી શકશે. કેન્દ્રીય સહકારિતા અને ગૃહમંત્રી અમિત શાહે GEM પોર્ટલનું ઉદ્ધાટન કરતા કહ્યું કે, તેનાથી પ્રથમ તબક્કામાં 100 કરોડ રૂપિયાનો બિઝનેસ અને જમાવાળી સહકારી સમિતિઓ સરકારના ઈ માર્કેટપ્લેસ પોર્ટલ પર ઓર્ડર આપી શકશે. અત્યાર સુધીમાં આવી 589 સહકારી સમિતિઓની ઓળખાણ કરવામાં આવી છે, તેમાંથી 300 સહકારી સમિતિઓ પહેલાથી જ સામેલ છે. 

તેમણે જણાવ્યું કે, દેશમાં હાલના સમયે 8.5 લાખથી વધારે સહકારી સમિતિઓ છે. તેની સાથે 29 કરોડ લોકો જોડાયેલા છે. આ સમિતિઓ હવે સરકારી માધ્યમથી પોતાની ખરીદી પાર પાડી શકશે. લોન્ચ થતાંની સાથએ જ સહકારી સમિતિઓએ 25 કરોડની ખરીદીનો ટાર્ગેટ રાખ્યો છે. આ સમિતિઓમાં ઈફકો, કૃભકો, નેફેડ, અમૂલ અને સારસ્વત સહકારી બેંક જેવી સમિતિઓ ખરીદી કરી શકશે. 

તેની સાથે જ તેમણે સહકારી સમિતિઓમાં ચૂંટણી પ્રક્રિયામાં ફેરફારની વાત પણ કહી હતી. તેમણે કહ્યું કે, જેમ પોર્ટલથી સેના અનાજ, તેલિબિયા, મસાલા લાવે છે. પરંતુ તેના માટે ફક્ત એક કંપની મળે છે. સહકારિતાના હાલમાં સમયમાં તેનું કોઈ યોગદાન નથી. એટલા માટે સહકારિતા સમિતિઓથી જેમ પોર્ટલ પર તેના વેચાણ માટે રજીસ્ટ્રેશનની અપીલ કરીએ છીએ. 

સહકારી સમિતિઓનો થશે વિકાસ

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયુષ ગોયલે કહ્યું કે, આ પહેલાથી સહકારી સમિતિઓ ઉત્તરોત્તર વિકાસ તરફ આગળ વધી. છેલ્લા 6 વર્ષમાં જ 2.880 લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ થયો. તેમણે કહ્યું કે, સહકારિતાથી જોડાઈને સીધા 27 કરોડથી વધુ લોકો જેમથી જોડાઈને કામ કરી શકશે. જેમ પોર્ટલ પર અત્યાર સુધીમાં લગભગ 61,851 સહકારી ખરીદદારો અને લગભગ 48.75 લાખ વિક્રેતા અને સેવા આપનાર રજીસ્ટર્ડ થયા છે. 

 

સંકળાયેલા મુદ્દાઓ

GeM portal amit shah co operative societies અમિત શાહ જેમ પોર્ટલ સહકારી સમિતિ GEM PORTAL

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ