બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / બિઝનેસ / now aadhaar number enrolement with birth certificate in all states

તમારા કામનું / ભારતમાં બર્થ સર્ટિફિકેટની સાથે જ મળી જશે 'આધાર કાર્ડ', જાણો કેમ શરૂ થઈ રહી છે આ સુવિધા

Premal

Last Updated: 04:47 PM, 16 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (યુઆઈડીએઆઈ)ને આશા છે કે આગામી થોડા મહિનામાં બધા રાજ્યોમાં આ સુવિધા શરૂ થશે. જેનાથી એવા લોકોને સરળતા રહેશે કે જેના ઘરમાં કોઈ બાળકનો જન્મ થયો હોય.

  • જન્મ પ્રમાણ પત્રની સાથે આધાર નંબર પણ મળશે
  • થોડા મહિનામાં બધા રાજ્યોમાં આ સુવિધા શરૂ થશે
  • આધારના વધતા ઉપયોગને જોઈને સરકારે આ નિર્ણય કર્યો

બાળકને જન્મ પ્રમાણ પત્રની સાથે આધાર નંબર પણ મળી જશે

પાંચ વર્ષની ઉંમર સુધીના બાળકોની બાયોમેટ્રીક જાણકારી લેવામાં આવતી નથી. નવજાત શિશુઓના જન્મ પ્રમાણપત્રની સાથે તેના આધાર નંબર રજીસ્ટ્રેશનની સુવિધા આગામી થોડા મહિનામાં બધા રાજ્યોમાં મળવાની આશા છે. સરકારી સુત્રોએ આ જાણકારી આપી છે. આ સુવિધા શરૂ થવાથી બાળકને જન્મ પ્રમાણ પત્રની સાથે આધાર નંબર પણ મળી જશે. ત્યારબાદ આધાર બનાવવાની મુશ્કેલીઓમાંથી છૂટકારો મળશે. આધારના વધતા ઉપયોગને જોઈને સરકારે આ નિર્ણય કર્યો છે. 

બંને કાગળ એકસાથે મળી જશે

જો કે, નવજાત બાળકોના આધાર રજીસ્ટ્રેશનની સુવિધા 16 રાજ્યોમાં મળી રહી છે. આ પ્રક્રિયા 1 વર્ષ પહેલા શરૂ થઇ હતી અને જેમાં ધીમે-ધીમે રાજ્ય જોડાતા ગયા. બાકી રાજ્યોમાં પણ આ દિશામાં કામ ચાલી રહ્યું છે. અત્યાર સુધી એવુ હતુ કે બાળકના જન્મ સમયે જન્મ પ્રમાણ પત્ર બને છે અને બાદમાં આધાર બનાવવામાં આવે છે. આ એક રીતે ડબલ કામ થાય છે. જેમાં સમયની બરબાદી થાય છે. પરંતુ હવે બંને કામ એકસાથે થશે અને બંને કાગળ એકસાથે મળી પણ જશે. 

થોડા મહિનામાં બધા રાજ્યોમાં આ સુવિધા શરૂ થશે

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાને આશા છે કે આગામી થોડા મહિનામાં બધા રાજ્યોમાં આ સુવિધા શરૂ થશે. જેનાથી એવા લોકોને સરળતા રહેશે કે જેના ઘરમાં કોઈ બાળકનો જન્મ થયો હોય. પાંચ વર્ષની ઉંમર સુધીના બાળકોની બાયોમેટ્રીક જાણકારી લેવામાં આવતી નથી. જ્યારે બાળકની ઉંમર પાંચ અને પછી 15 વર્ષ થાય છે ત્યારે આ જાણકારીને અપડેટ કરી શકાય છે. નાના બાળકોના આધાર કાર્ડ તેના માતા-પિતાના આધાર સાથે જોડીને જોવામાં આવે છે. બાળકો જ્યારે થોડા મોટા થાય છે અને ફિંગર પ્રિન્ટ જેવી નિશાની કેપ્ચર કરવા લાયક હોય છે ત્યારે તેના બાયોમેટ્રીક લેવામાં આવે છે. જેનાથી આધારને અપડેટ કરી શકાય છે.

જન્મ રજીસ્ટ્રેશનની કોમ્પ્યુટર આધારિત પ્રણાલી જરૂરી

સુત્રો મુજબ સરકારનો ઉદ્દેશ્ય આ નક્કી કરવાનો છે કે જન્મ પ્રમાણ પત્રની સાથે બાળકોના આધાર પણ જાહેર કરી દેવામાં આવે અને તેના માટે યુઆઈડીએઆઈ સતત કામ કરી રહ્યું છે. સુત્રોએ જણાવ્યું કે આ પ્રક્રિયા માટે જન્મ રજીસ્ટ્રેશનની કોમ્પ્યુટર આધારિત પ્રણાલીની જરૂરી છે અને જે રાજ્યોમાં આ ઉપલબ્ધ છે તેમાં આ સુવિધા શરૂ કરવામાં આવી રહી છે. ઘણા રાજ્યોમાં આ પાયલોટ પ્રોજેક્ટ તરીકે કામ ચાલી રહ્યું હતુ. પરંતુ તેની સફળતાને જોઈને તેને વધુ આગળ વધારવામાં આવે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ