બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / વિશ્વ / Novak Djokovic Beats Feisty Nick Kyrgios To Win 21st Grand Slam Title

ટેનિસ / નોવાક જોકોવિચે જીત્યો 21મો ગ્રાન્ડ સ્લેમ, સાતમી વાર બન્યો વિમ્બ્લ્ડન ચેમ્પિયન, જાણો શું છે વર્લ્ડની ચર્ચિત રમત

Hiralal

Last Updated: 10:31 PM, 10 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સર્બિયાના નંબર વન ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચે રવિવારે ઓસ્ટ્રેલિયાના નિક કિર્ગિયોસને હરાવીને સાતમી વાર વિમ્બ્લ્ડન ચેમ્પિયન બન્યો છે.

  • વર્લ્ડના નંબર વન ટેનિસ ખેલાડીની ધમાલ
  • નોવાક જોકોવિચે જીત્યો 21મો ગ્રાન્ડ સ્લેમ ખિતાબ
  • સાતમી વાર બન્યો વિમ્બ્લડન ચેમ્પિયન 
  • ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાના નિક કિર્ગિયોસને આપ્યો પરાજય
  • ટેનિસની સૌથી જુની ટૂર્નોમેન્ટ છે વિમ્બ્લડન 

સર્બિયન ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચે વિમ્બલ્ડન મેન્સ સિંગલનું ટાઈટલ જીતી લીધું છે. ટોચના ક્રમાંકિત જોકોવિચે વર્ષના ત્રીજા ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના નિક કિર્ગિઓસને 4-6, 6-3, 6-4, 7-6થી હરાવ્યો હતો. પ્રથમ સેટમાં કિર્ગિઓસે શાનદાર સર્વ સાથે જીત મેળવી હતી. પરંતુ તે વેગ જાળવી શક્યો નહોતો. જોકોવિચે બીજો અને ત્રીજો સેટ આસાનીથી જીતી લીધો હતો. કિર્ગિઓસે છેલ્લા સેટમાં પણ ફાઈટ આપી હતી પરંતુ તે પૂરતું ન હતું.

ફેડરરને પાછળ છોડ્યો 
નોવાક જોકોવિચનું આ 7મું વિમ્બલ્ડન અને 21મું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ છે. તેણે સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતવામાં સ્વિટ્ઝર્લેન્ડના રોજર ફેડરરને પાછળ છોડી દીધા છે. ફેડરરે અત્યાર સુધીમાં 20 ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યા છે. સૌથી વધુ 22 ટાઇટલ જીતવાનો રેકોર્ડ સ્પેનના રાફેલ નડાલના નામે છે. આ વર્ષની શરૂઆતમાં ત્રણેય ખેલાડીઓના નામે 20-20 ટાઇટલ હતા. નડાલે ઓસ્ટ્રેલિયન અને ફ્રેન્ચ ઓપન જીતી હતી. તે પેટમાં ઈજાને કારણે વિમ્બલ્ડનની સેમિફાઈનલમાંથી બહાર થઈ ગયો હતો. 

શું છે વિમ્બલ્ડન ટૂર્નોમેન્ટ 
વિમ્બલ્ડન ચેમ્પિયનશીપ વિશ્વમાં ટેનિસની સૌથી જુની ટૂર્નોમેન્ટ છે અને તે સૌથી પ્રતિષ્ઠિત અને ચર્ચિત પણ છે. વિમ્બલ્ડન ચેમ્પિયનશીપમાં જીતવું કંઈ ખાવાના ખેલ નથી અને તે નોવાક જેવા કોઈક નંબર વન ખેલાડી કરી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ