બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / Notice issued by Ahmedabad Commissioner regarding Christmas and 31st December celebrations

BIG NEWS / ન્યુ યરની ઉજવણીમાં આ સમય સાચવી લેજો, નાતાલ અને 31st ડિસેમ્બરને લઈ અમદાવાદ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું

Vishnu

Last Updated: 09:51 PM, 21 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાતાલ અને નવા વર્ષની ઉજવણીને લઇને જાહેરનામું, 24 ડિસેમ્બરથી રાત્રે 11:55 થી રાત્રે 12:30 સુધી ફટાકડા ફોડવાની મંજૂરી, ચાઇનીઝ તુકલ પર પ્રતિબંધ

  • 25 ડિસેમ્બરથી  31 ડિસેમ્બરને લઈને જાહેરનામું
  • 24 ડિસેમ્બરથી રાત્રે 11:55 થી રાત્રે 12:30 સુધી ફટાકડા ફોડવાની મંજૂરી
  • અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે બહાર પાડ્યું જાહેરનામું

ગુજરાતમાં નાતાલના તહેવાર અને 31 ડિસેમ્બરે એટલે ન્યુ યરની રાત્રિની ઉજવણી લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ દ્વારા જાહેરનામું બહાર પડાયું છે. 25 ડિસેમ્બરથી  31 ડિસેમ્બર સુધી અમદાવાદીઓને નીચે મુજબના નિયમો પાળવા અતિ જરૂરી છે.

નાતાલ અને નવા વર્ષની ઉજવણી માટે અમદાવાદના કમિશ્નર સંજય શ્રીવાસ્તવ જાહેરનામું બહાર પાડતા કહ્યું છે કે 24 ડિસેમ્બરથી રાત્રે 11:55 થી રાત્રે 12:30 સુધી ફટાકડા ફોડવાની મંજૂરી છે એ સમય સિવાય જો કોઈ ફટાકડા ફોડશે તો પોલીસ કાર્યવાહી કરશે સાથે જ ઉજવણીમાં ચાઇનીઝ તુકલ અને અને આતિષબાજી બલુન પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ જાહેરનામું 25 ડિસેમ્બરથી  31 ડિસેમ્બર સુધી લાગુ પડશે.

વડદોરા કમિશનરે પણ બહાર પાડ્યું જાહેરનામું
વડોદરામાં પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી 4 કે તેથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ મુક્યો છે.21 ડિસેમ્બરથી 4 જાન્યુઆરી સુધી જાહેરનામું લાગુ રહેશે...કોરોના મહામારી અને તહેવારોના પગલે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.તો જાહેર સ્થળો પર સભા, સરઘસ કાઢવા પર પણ પ્રતિબંધ મુક્યો છે.જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે.

31 ડિસેમ્બર સુધી રાત્રિ કર્ફ્યૂ લંબાવાયો
ગુજરાતના 8 મહાનગરપાલિકા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં રાત્રે 1 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ યથાવત્ રહેશે. આ ગાઇડલાઇન 31 ડિસેમ્બર સુધી અમલી રહેશે. રાજ્ય સરકાર દ્વારા આ અંગે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. કોરોનાના કેસ વધતા રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે.

રાજપથ, કર્ણાવતી સહિતના કલબોનો મોટો નિર્ણય
2021નું વર્ષ હવે વિદાઇ લેવા જઈ રહ્યું છે અને ગણતરીના દિવસોમાં જ નવા વર્ષની શરૂઆત થવા જઈ રહી છે પરંતુ દર વર્ષની જેમ નવા વર્ષને આવકારવા માટે યોજાતી પાર્ટીઓ આ વર્ષે યોજવી કપરી બની જશે. ઓમિક્રૉનના આતંક વચ્ચે અમદાવાદમાં ક્લબોમાં 31 ડિસેમ્બરની પાર્ટીનું આયોજન નહીં થાય.સતત બીજા વર્ષે નહીં થાય 31 ડિસેમ્બરની પાર્ટીનું આયોજન મોકૂફ રાખવાનું નક્કી થયું છે. રાજપથ, કર્ણાવતી સહિતની અમદાવાદની કલબોમાં થર્ટી ફસ્ટ પાર્ટીનું આયોજન નહીં કરે. વધતા કોરોના સંક્રમણને લઇ ક્લબ મેનેજમેન્ટે આ નિર્ણય લીધો છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ