ક્રિકેટ / પિન્ક બોલ ટેસ્ટઃ સ્પિન-પેસમાં ફસાયો પેચ, ટીમ કોમ્બિનેશન માથાનો દુખાવો

Not Just Pace, Spinners Too Would be a Threat With the Pink Ball

કોલકાતા: ભારતમાં પિન્ક બોલથી રમાનારી પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ મેચનો મંચ સંપૂર્ણપણે તૈયાર થઈ ચૂક્યો છે. ખેલાડીઓ પોતાની તૈયારીઓને અંતિમ રૂપ આપી રહ્યા છે, પરંતુ અસલી પેચ ટીમ કોમ્બિનેશનને લઈને ફસાઈ શકે છે, જ્યાં બંને ટીમને બોલિંગ આક્રમણમાં પેસ અને સ્પિન વચ્ચે સંતુલન જાળવવા માટે ઝઝૂમવું પડી શકે છે. જસપ્રીમ બૂમરાહની ગેરહાજરીમાં ભારતીય ફાસ્ટ બોલિંગ આક્રમણ એટલું જ ઘાતક નજરે પડી રહ્યું છે, પરંતુ 22 નવેમ્બરથી શરૂ થનારી ડે-નાઇટ ટેસ્ટ માટે ઈડન ગાર્ડન્સની સ્પિનરને અનુકૂળ પીચ પર ટીમ ઇન્ડિયા કેટલા ફાસ્ટ બોલર સાથે મેદાનમાં ઊતરશે એ જોવું દિલચસ્પ બની રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ