બ્રેકિંગ ન્યુઝ
Khyati
Last Updated: 03:50 PM, 25 August 2022
ADVERTISEMENT
ગુજરાતમાં વરસાદ હજી રોકાવાનું નામ લઇ રહ્યો નથી. તેમાં પણ ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. ત્યારે આગામી દિવસોમાં નાગરિકોને વરસાદથી થોડી રાહત મળશે. કારણે કે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં હાલ કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય નથી.
ADVERTISEMENT
5 દિવસ સામાન્ય વરસાદની આગાહી
ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવે છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. જ્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદી ઝાપટા રહેશે. રાજ્યભરમાં વાદળછાયુ વાતાવરણ રહેશે તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું. સાથે એમ પણ જણાવ્યું કે રાજ્યમાં હાલ ભારે વરસાદથી રાહત મળશે કારણ કે હાલ કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય નથી.
8 જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર
હવામાન વિભાગે રાજ્યમાં કચ્છ, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે અન્ય 8 જિલ્લાઓમાં હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે. જેમાં અમદાવાદ, મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અન્ય જિલ્લા વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણની શક્યતા રહેલી છે.
છેલ્લા 24 કલાકમાં 94 તાલુકામાં વરસાદે રમઝટ બોલાવી
તમને જણાવી દઇએ કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યના કુલ 94 તાલુકામાં વરસાદે રમઝટ બોલાવી છે. જેમાં સૌથી વધુ પાલનપુરમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો. તો સિદ્ધપુરમાં 2 ઈંચ, સતલાસણામાં 2 ઈંચ, અમીરગઢમાં પોણા 2 ઈંચ, દાંતામાં પોણા 2 ઈંચ, પોશીનામાં 1.5 ઈંચ, ઉંઝામાં 1.5 ઈંચ, પાટણમાં 1.5 ઈંચ, વડગામમાં 1.5 ઈંચ, હારીજમાં 1.5 ઈંચ, કઠલાલમાં 1.5 ઈંચ જોટાણામાં સવા ઈંચ, મોડાસામાં સવા ઈંચ, ધનસુરામાં 1 ઈંચ, ચાણસ્મામાં 1 ઈંચ, મહુધામાં 1 ઈંચ અને મેઘરજમાં 1 ઈંચ વરસાદ વરસ્યો.
નર્મદા નદીની જળસપાટી વધતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવાયા
ભરૂચ પાસે નર્મદા નદીની જળસપાટી વધી 28 ફૂટે પહોંચી છે. નદી ભયજનક સપાટીથી 4 ફૂટ ઉપર વહી રહી છે. નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નદીની સપાટીમાં વધારો થયો છે. આથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવાયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT