ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / No repeat theory even for ministerial officials

રાજકારણ / લ્યો બોલો ! ગુજરાત સરકારમાં વધું એક પરિવર્તન, મંત્રીઓના અધિકારીઓ માટે લેવાયો મોટો નિર્ણય

Published By: Ronak

Last Updated: 11:52 AM, 17 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત સરકાર દ્વારા વધુ એક પરિવર્તન કરવામાં આવ્યું છે. જેમા મંત્રીઓની જેમ તેમના PA અને PS માટે પણ નો રિપીટ થિયરી લાગૂ કરવામાં આવી છે.

ADVERTISEMENT

  • મંત્રીઓના અધિકારીઓ માટે પણ નો રિપીટ થિયરી 
  • નવા અધિકારીને નિમણૂંક આપવાનો આગ્રહ 
  • વિવાદીત અધિકારીઓ ફરીથી રિપીટ નહી થાય 

ગુજરાતનું નવું મંત્રીમંડળ નો- રિપીટ થિયરી પર આધારીત જોવા મળ્યું. ત્યારે હવે સરકારના મંત્રીઓની જેમ અધિકારીઓ માટે પણ મો-રિપીટ થિયરી લાગુ કરવામાં આવી છે. પૂર્વ મંત્રીઓના ત્યા PA તેમજ PS રહી ચૂકેલા અધિકારીઓને હવે ફરીથી સ્થાન આપવામાં નહી આવે જેના કારણે જૂના અધિકારીઓને મોટો ઝટકો લાગ્યો છે. 

છબી ખર઼ાઈ હોય તેવા અધિકારી રિપીટ નહી થાય 

ગુજરાત સરકાર દ્વારા નવા અધિકારીઓનેજ નિમણૂંક આપવાનો આગ્રહ રાખવામાં આવ્યો છે. ખાસ કરીને વિવાદીત અધિકારીઓ રિપીટ થશેજ નહી એટલે કે ભૂતકાળમાં જેની છબી ખરડાઈ હોય તેવા અધિકારીઓ રિપીટ નહી થઈ શકે. આ નિર્ણયને લઈને મોટા ભાગના જૂના અધિકારીઓ ચિંતામાં મુકાઈ ગયા છે. 

રિપીટ કરતા પહેલા CMની મંજૂરી લેવી જરૂરી 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં કોઈ પણ મંત્રીને ફરી રિપીટ કરવામાં નથી આવ્યા સાથેજ વિવાદીત મંત્રીઓને પણ મંડળમાંથી દૂર કરવામાં આવ્યા છે. તેવીજ થિયરી હવે અધિકારીઓ માટે લાગૂ કરવામાં આવી છે. જે પણ અધિકારીઓએ ધારાસભ્ય અને કાર્યકરનું માન નહી જાળવ્યું હોય તેવા PA અને PSને પણ હવે રિપીટ કરવામાં નહી આવે. જો કોઈને પણ રિપીટ કરવા હશે તો તેના માટે મુખ્યમંત્રીની મંજૂરી લેવી પડશે. 

ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી શરૂ 

ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જે મંત્રીમંડળની રચના તે આગામી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને કરવામાં આવી છે. ભાજપ દ્વારા હવે ચૂંટણીની જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. આજ કારણોસર રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન પણ કરવામાં આવ્યું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Government gujarat new policy ગુજરાત નવી પોલિસી સરકાર politics

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ