બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / No plan to levy charges on UPI, clarifies Finance Ministry

સારા સમાચાર / UPI પેમેન્ટ કરનાર લોકોને મોટી રાહત, નહીં લાગે કોઈ ચાર્જ, કેન્દ્ર સરકારની જાહેરાત

Hiralal

Last Updated: 09:54 PM, 21 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે ખુલાસો કરી દીધો છે કે UPI પેમેન્ટ પર કોઈ પણ પ્રકારનો ચાર્જ લગાડવાનો સરકારનો કોઈ ઈરાદો નથી.

  • UPI પેમેન્ટ કરનાર લોકોને રાહત 
  • સરકારે કર્યો મોટો ખુલાસો
  • નહી લાગે કોઈ ચાર્જ 
  • ચાર્જની ખબરો મીડિયામાં આવી હતી 
  • સર્વિસ પ્રોવાઈડર્સની ચિંતા દૂર કરાશે- નાણા મંત્રાલય 

UPI પેમેન્ટ પર ચાર્જ લગાડવાના રિપોર્ટ પર હવે સરકારે સત્તાવાર ખુલાસો કર્યો છે. નાણાં મંત્રાલયે ટ્વિટ કરીને સ્પષ્ટતા કરી છે કે યુપીઆઈ (યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ) દ્વારા કરવામાં આવતી ચુકવણી પર કોઈ પણ પ્રકારનો ચાર્જ લાદવાનો સરકારનો કોઈ ઇરાદો નથી. આરબીઆઈ એક નવા પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે, જે અંતર્ગત યૂપીઆઈ પેમેન્ટ કરવા પર ગ્રાહકો પાસેથી કેટલાક ચાર્જ લેવામાં આવશે તેવી મીડિયામાં આવેલી ખબરો પર નાણા મંત્રાલયે સ્પસ્ટતા કરી છે. 

સર્વિસ પ્રોવાઈડર્સનો થતો ખર્ચ બીજી રીતે ભરપાઈ કરવામાં આવશે 
નાણા મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે સરકાર યુપીઆઈ સેવાઓ પર કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવાનું વિચારી રહી નથી. 
સર્વિસ પ્રોવાઈડર્સને સેવાઓ આપવાનો જે પણ ખર્ચ થશે તે બીજી રીતે ભરપાઈ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે યુપીઆઈ પેમેન્ટ ભારતમાં ખૂબ લોકપ્રિય થઈ ગયું છે અને તેના પર કોઈ પણ પ્રકારનો ચાર્જ લાદવાથી ડિજિટલ પેમેન્ટની સિસ્ટમને મોટો ફટકો પડશે.

સર્વિસ પ્રોવાઈડર્સની ચિંતાઓ દૂર કરાશે- નાણા મંત્રાલય 
નાણા મંત્રાલયે જણાવ્યું કે UPI લોકો માટે ખૂબ સગવડતાભર્યું અને ઈકોનોની માટે ઉત્પાદકતા સભર મીડિયમ છે. તેમણે કહ્યું કે સર્વિસ પ્રોવાઈડર્સ તેમને થનાર ખર્ચની ભરપાઈ માગી રહ્યો છે, તે માટે તેઓ ચાર્જ વસૂલવાનો વિકલ્પ મૂકી રહ્યાં છે પરંતુ તેમની ચિંતાનો બીજી રીતે ઉકેલ આવવામાં આવશે. 

શું છે RBIનો પ્લાન?
આરબીઆઈના નવા પ્રસ્તાવ મુજબ તે યુપીઆઈ પેમેન્ટ કરવા પર પૈસા લેવા પર વિચાર કરી રહી છે. હકીકતમાં આરબીઆઈનું માનવું છે કે યુપીઆઈનો ઉપયોગ આઇએમપીએસ તરીકે થાય છે, તેથી ફંડ ટ્રાન્સફર માટે આઇએમપીએસની જેમ યુપીઆઇ પર પણ ચાર્જ લેવો જોઇએ.  યુપીઆઈ ફંડ ટ્રાન્સફર સિસ્ટમના રૂપમાં નાણાંના રિયલ-ટાઇમ ટ્રાન્સફરની ખાતરી આપે છે. સાથે જ તે મર્ચન્ટ પેમેન્ટ સિસ્ટમ તરીકે રિયલ ટાઇમ સેટલમેન્ટની ખાતરી પણ આપે છે. જો સરકારે હાલ પૂરતો તો કોઈ ચાર્જ ન લેવાની વાત કરી છે પરંતુ ભવિષ્યમાં યુપીઆઈ પેમેન્ટ પર ચાર્જ ચૂકવવો પડી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ