બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / No need for separate discussion on Pegasus issue now: Pralhad Joshi

બજેટ સત્ર / વિપક્ષના ઔરતા અધૂરા રહ્યાં, પટાઝાટકીને મોદી સરકારે કહ્યું, કોઈ પણ ભોગે આ કામની મંજૂરી નહીં

Hiralal

Last Updated: 09:34 PM, 31 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવતીકાલથી શરુ થઈ રહેલા સંસદના બજેટ સત્રમાં પેગાસસ જાસૂસી કાંડના મુદ્દે અલગથી ચર્ચા કરવાના વિપક્ષના ઔરતા અધૂરા રહ્યાં છે.

  • બજેટ સત્રની શરુઆતમાં સરકારે ચોખ્ખું કહ્યું 
  • પેગાસસ મુદ્દે અલગથી ચર્ચા નહીં 
  • સંસદીય કાર્યમંત્રીએ કહ્યું, મામલો કોર્ટમાં છે

આવતીકાલે સંસદના બજેટ સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. વિપક્ષે પેગાસસ જાસૂસીકાંડને લઈને સંસદમાં અલગ ચર્ચાની માગ કરી હતી પરંતુ હવે સરકારે તેનો સ્પસ્ટ ઈન્કાર કરી દીધો છે. સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે પેગાસસ મુદ્દે હવે અલગ ચર્ચા કરવાની જરુર ન થી કારણ કે આ કેસ કોર્ટમાં પેન્ડીંગ છે અને તેથી અલગ ચર્ચા ન કરી શકાય. સરકારનો ઈન્કાર વિપક્ષ માટે મોટા ઝટકા સમાન છે. 

સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ આપ્યું આ નિવેદન 

પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે, ઘણી પાર્ટીઓએ પેગાસસનો મુદ્દો ઉઠાવ્યો હતો. અમે સ્પષ્ટ કરી દીધું છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત સમિતિ આ મામલાની તપાસ કરી રહી છે અને બજેટ સત્રના પહેલા ભાગમાં બજેટ સંબંધિત મુદ્દાઓ જ હાથ ધરવા જોઈએ." સરકાર તરફથી રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે બજેટ સત્રના પહેલા ભાગમાં માત્ર રાષ્ટ્રપતિના અભિભાષણ અને બજેટ રજૂ કરવામાં આવશે.

વિપક્ષની તૈયારી હોય તો પેગાસસ સિવાય બીજા મુદ્દે ચર્ચા કરવા તૈયાર 
કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, "જો ગૃહની સુચારુ કામગીરીમાં સહકાર આપવામાં આવે તો અમે સત્રના બીજા ભાગમાં પણ અન્ય તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છીએ." તમામ નેતાઓએ કહ્યું છે કે અમે ચર્ચામાં જોડાવા માંગીએ છીએ. હું આશા રાખું છું કે આ ગૃહ સરળતાથી કામ કરશે." કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, "જો ગૃહની સુચારુ કામગીરીમાં સહકાર આપવામાં આવે તો અમે સત્રના બીજા ભાગમાં પણ અન્ય તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છીએ." તમામ નેતાઓએ કહ્યું છે કે અમે ચર્ચામાં જોડાવા માંગીએ છીએ. હું આશા રાખું છું કે આ ગૃહ સરળતાથી કામ કરશે.

રાષ્ટ્રપતિના અભિભાષણ અને બજેટ પર ચર્ચા દરમિયાન વિપક્ષ પોતાની વાત રજૂ કરવાની મંજૂરી 

આ રીતે સરકારે પેગાસસ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે કે રાષ્ટ્રપતિના અભિભાષણ અને બજેટ પર ચર્ચા દરમિયાન વિપક્ષ પોતાની વાત રાખી શકે છે, પરંતુ હાલ તેની ચર્ચા થઈ શકે તેમ નથી. તમને જણાવી દઈએ કે, 7 ફેબ્રુઆરીએ વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપી શકે છે. અમેરિકાના અખબાર ન્યૂયોર્ક ટાઇમ્સના તાજેતરના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે 2017માં ભારતે ઇઝરાયલ સાથે 2 અબજ ડોલરના સંરક્ષણ સોદાના ભાગરૂપે પેગાસસ સ્પાયવેરની ખરીદી કરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ