બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કચ્છમાં પૂર્વ કચ્છ ACB ટ્રેપમાં વધુ એક લાંચ લેતો કર્મચારી ઝડપાયો

logo

IPL 2024 Qualifier 1 KKR vs SRH: SRHએ જીત્યો ટોસ, KKR સામે પ્રથમ બેટિંગ, પ્રથમ દાવમાં બનાવ્યા 159 રન

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પૂરક પરિક્ષાના ફોર્મ ભરવા માટેની 1 દિવસની સમય મર્યાદા વધારાઈ

logo

ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત

logo

દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ

logo

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર

logo

સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

logo

રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત

logo

સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ

logo

અમદાવાદ: 23 જૂનથી શરૂ થશે પીજી નીટની પરીક્ષા, પરીક્ષામાં લાગુ કરાશે નવી પદ્ધતિ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'No Entry' to employees without helmets in this collector office of Gujarat

અનોખી પહેલ / હવેથી ગુજરાતની આ કલેક્ટર કચેરીમાં હેલ્મેટ વિના કર્મચારીઓને 'No Entry', પોલીસકર્મીઓની અપીલ બાદ નિર્ણય

Malay

Last Updated: 01:59 PM, 2 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠા કલેક્ટર કચેરીના કર્મચારીઓ માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આવતીકાલથી કર્મચારીઓને કલેક્ટર કચેરીમાં હેલ્મેટ વગર એન્ટ્રી મળશે નહીં.

 

  • સરકારી કર્મચારીઓ માટે નવો નિર્ણય
  • કલેક્ટર કચેરીમાં હેલ્મેટ વગર નહીં મળે એન્ટ્રી
  • પોલીસકર્મીઓએ ગુલાબ આપીને કરી અપીલ

બનાસકાંઠા જિલ્લામાં હાલ મોટા ભાગે હેલ્મેટ પહેર્યા વગર જ બાઇક ચાલક નીકળતા જોવા મળે છે. જિલ્લામાં છાસવારે અકસ્માતો સર્જાય છે. વધુ પડતા અકસ્માતોમાં વ્યક્તિને માથામાં ગંભીર ઈંજાઓ પહોંચે છે અને અકસ્માત દરમિયાન થતી હેડ ઈંજરીના કારણે અનેક લોકો મોતને ભેંટ્યા છે અને અનેક લોકો અકસ્માતના કારણે ગંભીર ઈજાનો ભોગ બન્યા છે. ત્યારે બનાસકાંઠા કલેક્ટર કચેરીના કર્મચારીઓ માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. 

આવતીકાલથી લાગુ કરાશે નિયમ
બનાસકાંઠા કલેક્ટર કચેરીમાં કામ કરતા કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત કરાયું છે. હેલ્મેટ પહેરીને આવનારા કર્મચારીઓને જ કલેક્ટર કચેરી ખાતે એન્ટ્રી આપવામાં આવશે. જે કર્મચારી હેલ્મેટ પહેર્યા વગર આવશે તેમને કલેક્ટર કચેરીમાં એન્ટ્રી મળશે નહીં. આ નિયમ આવતીકાલથી લાગુ કરાશે. આજે કલેક્ટર કચેરીના કર્મચારીઓને ટ્રાફિક પોલીસે સમજણ આપી હેલ્મેટ પહેરવા અપીલ કરી હતી. પોલીસકર્મીઓએ અધિકારીઓને ગુલાબ આપીને હેલ્મેટ પહેરવાની અપીલ કરી હતી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ