બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / મનોરંજન / બોલિવૂડ / no entry sequel salman khan anil kapoor fardeen khan isha deol lara dutta know more

બોલિવૂડ / ટૂંક સમયમાં શરૂ થશે 'નો એન્ટ્રી'ના સિક્વલની શૂટિંગ, જાણો ફિલ્મમાં સલમાન ખાન સાથે કયા સ્ટાર્સ હશે

Arohi

Last Updated: 05:05 PM, 29 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સલમાન ખાન, અનિલ કપૂર અને ફરદીન ખાન સ્ટારર ફિલ્મ 'નો એન્ટ્રી'ની સિક્વલની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે. હવે મેકર્સે આ સમગ્ર મામલે મૌન તોડ્યું છે.

  • શરૂ થશે ફિલ્મ 'નો એન્ટ્રી'ની શૂટિંગ 
  • ફિલ્મના ડાયરેક્ટરે આપી માહિતી 
  • જાણો કોણ કોણ હશે ફિલ્મમાં

સલમાન ખાન સ્ટારર ફિલ્મ 'નો એન્ટ્રી'એ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી. આ ફિલ્મની સિક્વલને લઈને ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. આવી સ્થિતિમાં દરેકના મનમાં એક જ સવાલ હતો કે આ ફિલ્મની સિક્વલ આવશે કે નહીં.

સિક્વલમાં કયા કયા સ્ટાર્સ હશે? 
વર્ષ 2005માં નો એન્ટ્રી રિલીઝ થઈ હતી. હવે આ ફિલ્મ વિશે એક મોટું અપડેટ સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પહેલા ભાગની આખી કાસ્ટ 'નો એન્ટ્રી' સિક્વલમાં જોવા મળશે. સલમાન ખાન સિવાય ફરદીન ખાન, અનિલ કપૂર અને અન્ય તમામ સ્ટાર્સ ટૂંક સમયમાં સિક્વલનું શૂટિંગ શરૂ કરશે.

 

થોડા સમયમાં શરૂ થશે શૂટિંગ 
થોડા સમય પહેલા જ ફિલ્મ નિર્માતા અનીસ બઝમીએ સ્પષ્ટ કર્યું છે કે નો એન્ટ્રીની સિક્વલમાં સલમાન ખાન, ફરદીન ખાન અને અનિલ કપૂર મહત્વની ભૂમિકામાં જોવા મળશે. સાથે જ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં એશા દેઓલ, લારા દત્તા, બિપાશા બાસુ, સેલિના જેટલી અને સમીરા રેડ્ડી પણ જોવા મળશે.

એક ઈન્ટરવ્યૂમાં ખુદ અનીસ બઝ્મીએ કહ્યું છે કે સલમાન ખાન આને લઈને ખૂબ જ ગંભીર છે. પ્રોજેક્ટ અને આ ફિલ્મનું શૂટિંગ શક્ય તેટલું જલ્દી શરૂ કરવા માંગે છે. અનીસ બઝ્મીએ વધુમાં કહ્યું કે તે સલમાનને ચારથી પાંચ વાર મળ્યો છે અને દરેક વખતે તેણે કહ્યું છે કે ફિલ્મ ઝડપથી શરૂ કરવાની છે.

 

ફિલ્મમાં કોણ હશે લીડ રોલમાં? 
તે ખૂબ જ સીરિયસ છે. તેથી ટૂંક સમયમાં અમે શરૂઆત કરીશું. કાસ્ટ વિશે વાત કરતાં અનીસે કહ્યું- ફિલ્મમાં સલમાન ભાઈ હશે. ફરદીન અને અનિલ પણ મહત્વની ભૂમિકા ભજવશે. આ ત્રણેય આ ફિલ્મનો ભાગ બનવાના છે. છેલ્લા કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે બોની કપૂર અને સલમાન ખાન વચ્ચેના સંબંધો સારા નથી તેથી ફિલ્મની સિક્વલ બનાવવી ઘણી મુશ્કેલ છે. 

જો કે બોની કપૂર પોતે આ અંગે સંકેત આપી ચૂક્યા છે અને પહેલાથી જ જણાવી ચૂક્યા છે. કહેવાય છે કે જ્યારે પણ સલમાન ખાનની મંજૂરી મળશે ત્યારે કામ શરૂ કરી દેવામાં આવશે. કારણ કે તેમના વિના ફિલ્મ બની શકે તેમ નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ