બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / No case of XE variant reported in India: Central Government refutes media report

ચિંતા ટળી / ભારતમાં XE વેરિયન્ટનો કોઈ કેસ નોંધાયો નથી- મીડિયા રિપોર્ટ પર સરકારી સૂત્રોનો દાવો

Hiralal

Last Updated: 09:02 PM, 6 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં કોરોનાના સૌથી ચેપી XE વેરિઅન્ટનો કેસ નોંધાયો હોવાનો સરકારી સૂત્રોએ ધરાર ઈન્કાર કરી દીધો છે.

  • ભારતમાં XE વેરિઅન્ટનો કેસ નોંધાયો હોવાનો સરકારી સૂત્રોનો ઈન્કાર 
  • સરકારી સૂત્રોએ કહ્યું, આવો કોઈ કેસ નોંધાયો નથી
  • મુંબઈમાં XE વેરિઅન્ટનો કેસ મળ્યો હોવાનો બીએમસીનો દાવો 

ભારતમાં કોરોનાના સૌથી ખતરનાક XE વેરિઅન્ટની એન્ટ્રી બાદ દેશમાં હડકંપ મચ્યો હતો. આ વેરિયન્ટ ખતરનાક હોવાનું વર્લ્ડમાં સાબિત થતા ભારતમાં ચિંતાના વાદળ ઘેરાયા હતા પરંતુ મીડિયા રિપોર્ટના દાવાના થોડા કલાક આખરે કેન્દ્ર સરકારે જાહેર કરી દીધું કે દેશમાં એક્સઈ વેરિયન્ટનો કોઈ કેસ નોંધાયો નથી. 

મુંબઈમાં   XE વેરિઅન્ટનો કેસ નોંધાયો હોવાની બીએમસીની જાહેરાત બાદ આરોગ્ય મંત્રાલયના સૂત્રોની સ્પસ્ટતા 

મુંબઈમાં કોરોનાના ચેપી  XE વેરિઅન્ટનો કેસ નોંધાયો હોવાની બીએમસીની જાહેરાત બાદ કેન્દ્ર સરકારની સ્પસ્ટતા સામે આવી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સૂત્રોએ કહ્યું કે ભારતમાં XE વેરિયન્ટનો કોઈ કેસ નોંધાયો નથી. મીડિયા રિપોર્ટમાં દાવો કરાયો હતો કે મુંબઈમાં એક્સઈ વેરિયન્ટનો પહેલો કેસ નોંધાયો છે અને સાઉથ આફ્રિકાથી પાછી આવેલી 50 વર્ષીય મહિલામાં એક્સઈ વેરિયન્ટના લક્ષણો જોવા મળ્યાં હતા. 

મુંબઈમાં આવો કોઈ કેસ નોંધાયો નથી- આરોગ્ય મંત્રાલયના સૂત્રો
આરોગ્ય મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે મુંબઈમાં એક્સઈ વેરિયન્ટનો કોઈ કેસ નોંધાયો નથી જોકે બીએમસીએ આ કેસ નોંધાયો હોવાનો સ્વીકાર કર્યો છે. બીએમસીએ જણાવ્યું કે જે દર્દીમાં કોરોનાના નવા વેરિયન્ટ XE જોવા મળ્યો છે તેના અત્યાર સુધી હળવા લક્ષણો છે. દર્દી પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. બીએમસીએ કુલ 376 સેમ્પલનું ટેસ્ટિંગ કર્યું હતું, જેમાંથી 230 મુંબઈના નાગરિકો હતો, 230માંથી 228 સેમ્પલો ઓમિક્રોનના નીકળ્યાં હતા જ્યારે એક કપ્પા અને એક એક્સઈનો હતો. 

શું આવ્યું હતું મીડિયા રિપોર્ટમાં 
XE સ્ટ્રેનથી સંક્રમિત મહિલા વ્યવસાયે કોસ્ચ્યુમ ડિઝાઈનર હોવાની સાથે સાથે શૂટિંગ ક્રૂની ટીમ મેમ્બર પણ છે. જાણકારી મુજબ તે 10 ફેબ્રુઆરી 2022ના રોજ સાઉથ આફ્રિકાથી આવી હતી. તે પહેલાં તેની પાસે ટ્રાવેલ હિસ્ટ્રી પણ નહોતી.

પહેલા નેગેટિવ આવ્યા પછી પોઝિટિવ રિપોર્ટ આવ્યો
મીડિયા રિપોર્ટમાં એવું જણાવાયું હતું કે જે મહિલામાં એક્સઈ વેરિયન્ટના લક્ષણો જોવા મળ્યાં છે તેણે  કોમિર્નાટી વેક્સીનના બંને ડોઝ લઈ લીધા હતા. દેશમાં આવ્યા બાદ તેનો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, પરંતુ જ્યારે 2 માર્ચે રેગ્યુલર ટેસ્ટ દરમિયાન તેનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે તે પોઝિટિવ મળી આવી હતી. તેને હોટલ તાજના એક રૂમમાં ક્વોરન્ટાઈન કરવામાં આવી હતી. બીજા દિવસે 3 માર્ચના રોજ જ્યારે ફરીથી તેમનો ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ