બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ભારત / Politics / Nitish Kumar rushed to resign after receiving PM Modi's call

બિહાર / PM મોદીનો ફોન આવતાં રાજીનામું આપવા દોડ્યાં નીતિશ કુમાર, ઉથલપાથલની વચ્ચે જોરદાર બન્યું

Priyakant

Last Updated: 03:38 PM, 28 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Nitish Kumar Resigned Latest News: PM નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કર્યા બાદ નીતીશ કુમાર રાજભવન ગયા અને મહાગઠબંધનના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું અને રાજ્યપાલને તે સરકારનો અંત લાવવા વિનંતી કરી

  • બિહારના મુખ્યમંત્રી પદથી નીતિશ કુમારે આપ્યું રાજીનામું
  • નીતિશ રાજીનામું આપે તે પહેલા PM મોદીએ કર્યો હતી ફોન 
  • આ દરમિયાન PMએ તેમને અભિનંદન પાઠવ્યા હતા

Nitish Kumar Resigned : બિહારની રાજનીતિમાં ફરી એકવાર મોટો બદલાવ આવ્યો અને મુખ્યમંત્રી પદથી નીતિશ કુમારે આપ્યું રાજીનામું. જોકે હવે એવું સામે આવ્યું છે કે, આજે સવારે JD(U) પ્રમુખ નીતીશ કુમાર બિહારના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપે તે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ફોન કર્યો હતો. આ દરમિયાન PMએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. હકીકતમાં રવિવારે એટલે કે આજે નીતિશ કુમારના રાજીનામા સાથે તેમણે JDU, RJD અને કોંગ્રેસનું ગઠબંધન સમાપ્ત કર્યું જે 2022 થી ચાલી રહ્યું હતું. PM નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કર્યા બાદ નીતીશ કુમાર રાજભવન ગયા અને મહાગઠબંધનના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું અને રાજ્યપાલને તે સરકારનો અંત લાવવા વિનંતી કરી.

નીતિશ કુમારના રાજીનામા બાદ પટનામાં વડાપ્રધાન મોદીની સાથે નીતિશ કુમારના પોસ્ટર પણ લગાવવામાં આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ CM આવાસ પર JDU ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી જેમાં નીતિશ કુમારને સર્વસંમતિથી તમામ પ્રકારના નિર્ણય લેવા માટે અધિકૃત કરવામાં આવ્યા હતા. જે બાદ નીતિશ કુમારે મહાગઠબંધન સરકારના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો હતો. જાણવા મળ્યું છે કે, ધારાસભ્યોની બેઠક દરમિયાન નીતિશ કુમારને PMO તરફથી ફોન આવ્યો હતો. જરા પણ વિલંબ કર્યા વિના નીતિશે ફોન ઉપાડ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નીતીશ કુમાર સાથે ફોન પર વાત કરી અને બિહારની નવી સરકાર માટે અગાઉથી શુભેચ્છા પાઠવી.

વધુ વાંચો : ફરી નીતિશ કુમાર સાથે ગઠબંધન થતાં જ ભાજપે કર્યું ચોંકાવનારું એલાન, બે નેતાઓને મળ્યું મોટું પદ

તો શું 26 જાન્યુઆરીએ જ રાજીનામાંનો મળ્યો હતો સંકેત ? 
નીતિશ કુમારના રાજીનામાની સાથે રવિવારે તમામ ભાજપના ધારાસભ્યો અને અગ્રણી નેતાઓની બેઠક યોજાઈ હતી જેમાં સરકાર બનાવવા માટે JDUને સમર્થન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે આના સંકેતો પહેલાથી જ દેખાઈ રહ્યા હતા. 26 જાન્યુઆરીના રોજ રાજભવનમાં હાઈ ટી પાર્ટી દરમિયાન વિપક્ષના નેતા વિજય કુમાર સિન્હા અને મુખ્યમંત્રી નીતિશ કુમાર જે રીતે એકબીજા સાથે ખુશખુશાલ વાત કરતા જોવા મળ્યા તે ઘણું સ્પષ્ટ કરે છે. શનિવારે મુખ્ય પ્રધાન નીતિશ કુમાર સત્તાવાર મુલાકાતે બક્સર ગયા હતા જ્યાં કેન્દ્રીય પ્રધાન અને સ્થાનિક સાંસદ અશ્વિની કુમાર ચૌબેએ સંગીતનાં સાધનો વડે તેમનું સ્વાગત કર્યું હતું. સાથે પૂજા કરીને બંનેએ ફરી એકવાર રાજનીતિની સફરમાં સાથે આવવાના સંકેત આપ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ