કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ એલાન કર્યું છે કે આવતા ત્રણ અને ચાર મહિનામાં બાયો-ફ્યુલ પર ચાલતા વાહનો માટે આદેશ જાહેર કરશે.
નીતિન ગડકરીનું એલાન
બાયો ગેસમાં ફ્યુલ પર વાહનો માટે આદેશ
પબ્લિક ટ્રાન્સપોર્ટમાં થશે મોટો ફેરફાર
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી ઘણા સમયથી ભારતીય પરિવહન ક્ષેત્ર માટે બાયો-ફ્યુલ પર ચાલતા વાહનો પર ભાર આપી રહ્યા છે. નીતિન ગડકરીએ એલાન કર્યું છે કે આવતા ત્રણ ચાર મહિનાઓમાં બાયો-ફ્યુલ પર ચાલતા વાહનો માટે આદેશ જાહેર કરી દેશે.
ગડકરીએ બુધવારે ફરી કહ્યું કે દેશમાં ટૂક સમયમાં જ ફ્લેક્સ-ફ્યુલ એન્જિન દ્વારા એક નીતિ નક્કી કરવામાં આવશે. એક રિપોર્ટ અનુસાર ગડકરીએ જણાવ્યું કે, "આવતા 3થી 4 મહિનામાં, હું એક આદેશ જાહેર કરીશ, જેમાં દરેક વાહન નિર્માતાઓ માટે ફ્લેક્સ એન્જિન વાળા વાહનોને બનાવવું જરૂરી રહેશે. "
In the next 3 to 4 months, I will be issuing an order, mandating all vehicle manufacturers to power vehicles with flex engines (that can run on more than one fuel): Union Road Transport and Highways Minister Nitin Gadkari pic.twitter.com/VKqkoDTXOr
આ પહેલી વખત નથી કે હવે ગડકરીએ વાહનોમાં ફ્લેક્સ-ફ્યુલ એન્જિનનો ઉપયોગ કરવા માટે ભલામણ કરી છે. આ પહેલા તેમણે ભારતીય ઓટો ઉદ્યોગની હસ્તિઓ પાસેથી વાહનોમાં ફ્લેક્સ-ફ્યુલ એન્જિન લોન્ચ કરવા પર ભાર પુર્વક અપિલ કરી હતી.
પબ્લિક ટ્રાન્સપોર્ટમાં થશે મોટો ફેરફાર
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે ભારત પોતાના સાર્વજનિક પરિવહનમાં બાયો-સીએનજી, ઈથેનોલ, મીથેનોલ, ઈલેક્ટ્રિક અને ગ્રીન હાઈડ્રોજન જેવા ગ્રીન એન્જિનમાં સ્થાનાંતરિત કરી રહ્યું છે. ગડકરીએ દાવો કર્યો છે કે ગ્રીન એન્જિન સમાધાન પર ભાર આપવાથી નાગરિકોને પેટ્રોલના વધારાની કિંમતોમાંથી થોડી રાહત મળશે.
ગડકરીએ કહ્યું, "ભારત ઉત્પાજન માટે વાર્ષિક રોડ-મેપ, 2025-26 સુધી ઈથેનોલની આપુર્તિ અને તેને દેશવ્યાપી-માર્કેટિંગ માટે એક સિસ્ટમ દ્વારા એક ઉલ્લેખનીય રૂપથી હાશેલ કરવા યોગ્ય સ્વચ્છ ઉર્જા-આધારિત અર્થવ્યવસ્થા માટે પ્રતિબદ્ધ છે."
મંત્રીએ આગળ કહ્યું કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ ફ્લેક્સ-ફ્યુલ એન્જિન માટે એક નીતિની જાહેર કરશે. તેમણે જણાવ્યું કે, "આ નીતિ ઓટોમોબાઈલ નિર્માતાઓને કઈ રીતે એન્જિન બનાવવા માટે પ્રોત્સાહિત કરશે."