બ્રેકિંગ ન્યુઝ
VTV / Nirbhaya case justice r bhanumati gets unconscious during hearing
Shalin
Last Updated: 04:33 PM, 14 February 2020
ADVERTISEMENT
નિર્ભયા ગેંગ રેપ કેસ તેની લંબાતી સુનાવણીઓ માટે ટીકાનું કેન્દ્ર બની રહ્યો છે. આ સમયે નરાધમોની અરજીઓ ઉપર કેન્દ્ર એ આપેલ જવાબ જસ્ટિસ આર ભાનુમતિ સાંભળી રહ્યા હતા જયારે અચાનક તેઓ બેહોશ થઇ જતા કોર્ટમાં દોડધામ મચી ગઈ હતી
જસ્ટિસને પહેલેથી તાવ હતો
ADVERTISEMENT
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે જસ્ટિસ આર ભાનુમતિને ખૂબ તાવ આવ્યો છે અને હજુ પણ તેમને તાવ છે. મળતી માહિતી મુજબ અત્યારે ડોક્ટર તેમની ચેમ્બરમાં તેમનો ઈલાજ કરી રહ્યા છે. અત્યાર પૂરતી કેસની સુનાવણી રોકવામાં આવી છે. આ મામલે સત્તાવાર આદેશ હવે જાહેર કરવામાં આવશે.
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે જસ્ટિસ આર ભાનુમતિએ કેસ દરમિયાન દવા પણ લીધી હતી. જો કે તેમના શરીરની ક્ષમતાએ જવાબ આપી દીધો હતો અને તેમને બેભાન થયા બાદ તાત્કાલિક રીતે ચેમ્બરમાં ખસેડવામાં આવ્યા હતા.
ફાંસીથી બચવા ભારતીય કાયદાનો દુરુપયોગ કરે છે નરાધમો
નિર્ભયા કેસમાં દોષિત વિનયના વકીલે ફાંસી ટાળવા માટે તરકટ રચતા કહ્યું, વિનય શર્માની માનસિક સ્થિતિ યોગ્ય નથી, માનસિક રૂપે ત્રાસ વેઠવા પર વિનય મેન્ટલ ટ્રોમાથી પસાર થઇ રહ્યો છે તેથી તેને ફાંસીની સજા ન આપી શકાય. એપી સિંહે કહ્યું કે આ વિનય શર્માના જીવવાના અધિકાર આર્ટિકલ 21નું હનન છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.