બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / NIA arrests seventh person in connection with killing of tailor Kanhaiya Lal in Udaipur in Rajasthan: Spokesperson

ક્રાઈમ / ઉદયપુર કન્હૈયાલાલ હત્યાકાંડ મામલે મોટા સમાચાર, તપાસનીસ એજન્સી NIAએ આપી માહિતી

Hiralal

Last Updated: 07:07 PM, 10 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉદયપુરના ચકચારી કન્હૈયાલાલ હત્યાકાંડની તપાસ કરી રહેલી એનઆઈએને વધુ એક સફળતા મળી છે.

  • ઉદયપુર કન્હૈયાલાલ હત્યાકાંડનો સાતમો આરોપી ઝડપાયો
  • એનઆઈએ ફરહાદ મોહમ્મદ શૈખને ઝડપી પાડ્યો
  • અત્યાર સુધી છ આરોપીની થઈ ચૂકી છે ધરપકડ
  • એનઆઈએ ચલાવી રહી છે હત્યાકાંડની તપાસ
  • ઉદયપુરમાં 28 જૂને ટેલર કન્હૈયાલાલની ગળું કાપીને હત્યા થઈ હતી

રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) એ ગયા મહિને ઉદયપુરમાં દરજી કન્હૈયા લાલની ઘાતકી હત્યાના સંબંધમાં સાતમા વ્યક્તિની ધરપકડ કરી છે, જેની ઓળખ ફરહાદ મોહમ્મદ શેખ તરીકે થઈ છે. ફરહાદ શૈખની ધરપકડ સાથે આ કેસમાં અત્યાર સુધી 7 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. 

ફરહાદ મુખ્ય આરોપીની નજીકનો માણસ 
એનઆઈએ પ્રવક્તાએ જણાવ્યું હતું કે શેખ ઉર્ફે બબલાની શનિવારે સાંજે ધરપકડ કરવામાં આવી હતી. તે બે મુખ્ય આરોપીઓમાંના એક રિયાઝ અખ્તરીનો "નજીકનો ગુનાહિત સહયોગી" હતો, અને દરજીની હત્યાના કાવતરામાં સક્રિય ભાગ લીધો હતો. કન્હૈયા લાલની 28 જૂને તેની ટેલરિંગની દુકાનની અંદર બે આરોપીઓએ ગળું કાપીને હત્યા કરી નાખી હતી જેને લઈને દેશભરમાં ભારે ચકચાર મચી હતી. 

28 જૂને થઈ હતી ઉદયપુરમાં કન્હૈયાલાલની હત્યા

ઉલ્લેખનીય છે કે ભાજપ નેતા નુપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરનાર ઉદયપુરના ટેલર (દરજી) કન્હૈયાલાલની બે આરોપીઓએ ગળું કાપીને હત્યા કરી નાખી હતી. 

હત્યાકાંડમાં અત્યાર સુધી 7 આરોપીની ધરપકડ

ઉદયપુર હત્યાકાંડમાં અત્યાર સુધી 7 આરોપીની ધરપકડ થઈ છે. 

કન્હૈયાલાલની હત્યાનો મુખ્ય આરોપીએ પાકિસ્તાન જઈને લીધી હતી તાલીમ 
ઉદયપુરમાં કન્હૈયાલાલ હત્યાકાંડની તપાસમાં મોટો ખુલાસો થયો છે. ઉદયપુરના બે મૌલાનાઓ રિયાસત હુસેન અને અબ્દુલ રઝાકે દાવત-એ-ઇસ્લામીની ટ્રેનિંગ માટે આરોપી મોહમ્મદ ગૌસને પાકિસ્તાન મોકલ્યો હતો. મોહમ્મદ ગૌસ સાથે વસીમ અત્તારી અને અખ્તર રઝા પણ પાકિસ્તાન ગયો હતો. NIAએ આ ત્રણેયને કસ્ટડીમાં લીધા છે. રિપોર્ટ્સ મુજબ, હત્યાકાંડમાં બે મૌલાના અને બે વકીલ પણ સામેલ છે. તેમને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આરોપીઓની એક બેઠક થઈ હતી, જેમા રિયાઝ અત્તારીએ દરજી કન્હૈયાલાલને મારવાની જવાબદારી લીધી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ