એન્ટ્રી લેવલ કોમ્પ્યુટર પ્રોગ્રામર્સ માટે એચ-1બી વિઝા મેળવવા ટ્રમ્પ સરકારે મુશ્કેલ બનાવી દીધા છે. પરંતુ ટ્રમ્પના આ પગલાંનો ભારતને સીધો ફાયદો મળી શકે છે. હવે ભારત પાસે પોતાના અધિક પ્રભાવશાળી પ્રોફેશનલ્સને અમેરિકા મોકલવાની તક છે. પહેલાં કંપનીઓ નિયમમાં છૂટનો ફાયદો ઉઠાવીને હાયર પોસ્ટ માટે ઓછી સ્કીલ્સવાળા પ્રોફેશનલ્સને નોકરી આપતી હતી. પરંતુ હવે બદલાતા નિયમોમાં તેમના માટે આમ કરવાનું મુશ્કેલ થશે.
છેલ્લાં કેટલાક વર્ષોથી અમેરિકામાં આઈટી પ્રોફેશનલ્સની ફરિયાદ રહી છે કે તેમની પાસેથી ભારતીય આઈટી સ્ટાફને ટ્રેનિંગ અપાવાય છે અને પછી તેમની જગ્યાએ તે લોકો નોકરી કરવા લાગે છે. તેના કારણે હાયર પોઝિશનવાળા આઈટી પ્રોફેશનલ્સને નોકરી ગુમાવવાનો વારો આવે છે. નિષ્ણાતોનું માનવું છે કે ટ્રમ્પ સરકારના આ પગલાંથી ભારત સ્થિત આઈટી કન્સલ્ટિંગ એષડ સર્વિસિઝ ફર્મની મુશ્કેલી વધી જશે.