પોલીસ આમ તો રક્ષક કહેવાય છે પરંતુ જ્યારે રક્ષક જ ભક્ષક બની જાય ત્યારે શું થાય આવો જ એક કિસ્સો આજે રાજકોટમાં જોવા મળ્યો હતો. જ્યા રાજકોટની સેસન્સ કોર્ટનાં કમ્પાઉન્ડમાં એક મહિલા અને તેની બે પુત્રીઓએ પોલીસનાં ત્રાસથી કંટાળીને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
મુસ્લિમ મહિલાનો આક્ષેપ છે કે ત્રણ મહિના અગાઉ તેનાં પતિ મકસુદ પર તેનાં જ જેઠ ઇમરાને ફાયરીંગ કર્યુ હતું. ત્યારબાદ ઇમરાનને જેલના હવાલે કરવામાં આવ્યો હતો. પરંતુ આ ઘટનાને લઇને રાજકોટ રૂરલ પોલીસ અને ધોરાજી પોલીસ અવાર નવાર ઘરે જઇને તેનાં પતિ મકસુદને સમાઘાનનું કરવાનું કહીને હેરાન કરતા હોવાથી તેનો પતિ મકસુદ છેલ્લા 20 દિવસથી ઘર છોડીને જતો રહ્યો છે. તેમ છતાં પોલીસ અવાર નવાર ઘરે આવતી હોવાથી આજે સેસન્સ કોર્ટ કમ્પાઉન્ડમાં જ મસરીન બાનુ તેની પુત્રી સીરીન બાનુ અને નાજમીને એક સાથે ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. હાલ ત્રણેયને સારવાર માટે સિવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.