IPL-10: આજે ગુજરાત લાયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ વચ્ચે રાજકોટમાં મેચ
Team VTV06:30 PM, 18 Apr 17
| Updated: 04:43 PM, 30 Mar 19
આઇપીએલ 10: રાજકોટના ખંઢેરી મેદાન ખાતે આજે ગુજરાત લાયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ વચ્ચે મેચ રમાશે. આ મુકાબલો ખંઢેરી સ્ટેડિયમમાં રાત્રે 8:00 કલાકે શરૂ થશે.
બેંગલુરૂના હોનહાર બેટ્સમેન વિરાટ કોહલી અને એબી ડી વિલિયર્સ સામે ટક્કર લેવી અઘરી છે જેથી મેચમાં ગુજરાત લાયન્સનું સારૂ પ્રદર્શન હોવું આવશ્યક છે. આઇપીએલની સિઝન 9માં વિરાટ કોહલીએ ગુજરાત લાયન્સ વિરુદ્ધ બે સદીઓ ફટકારી હતી. જોકે બીજા ખેલાડીઓ પણ ફોર્મમાં છે.
બીજી બીજુ ગુજરાત લાયન્સના ખેલાડીઓમાં ઓપનર બેટ્સમેન બ્રેન્ડન મેક્કુલમે આ સિરિઝમાં આજ સુધીનું સારુ પરફોર્મન્સ દેખાડ્યું છે. શાનદાર બેટિંગ કરી હતી પરંતુ તેમને આજે બેગલુરૂની ટીમ સામે મોટો પડકાર જીલવાનો છે અને તેની પાસે સારી બેટિંગની આશા હશે.