બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / સુરત / newborn baby body was found in the toilet of surat civil hospital

હદ થઇ ગઇ / સુરતની સિવિલમાં ચોંકાવનારી ઘટના: ટોયલેટમાંથી મળી આવ્યો નવજાત બાળકીનો મૃતદેહ, તંત્રમાં મચી દોડધામ

Dhruv

Last Updated: 11:01 AM, 1 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતની સિવિલ હોસ્પિટલના ટોયલેટમાંથી એક નવજાત બાળકીનો મૃતદેહ મળી આવતા તંત્રમાં ભારે દોડધામ.

  • સુરતની સિવિલના ટોયલેટમાંથી મળ્યો નવજાત બાળકીનો મૃતદેહ
  • સફાઈ કર્મચારીએ તંત્રને જાણ કરતા તપાસ શરૂ
  • પોલીસે પણ બાળકીની માતાને શોધવા તપાસ શરૂ કરાઇ

સુરતની સિવિલ હોસ્પિટલના ટોયલેટમાંથી એક નવજાત બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. અધૂરા માસે જન્મેલી બાળકીનો મૃતદેહ મળી આવતા હોસ્પિટલના તંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાની જાણ થતા જ હોસ્પિટલનો સ્ટાફ દોડતો થઇ ગયો હતો. સિવિલ હોસ્પિટલના સફાઈ કર્મચારીએ તંત્રને જાણ કરતા સમગ્ર તપાસ શરૂ કરાઇ. પોલીસે પણ બાળકીની માતાને શોધવા તપાસ હાથ ધરી છે.

ગઇ કાલે સફાઈ કર્મચારીએ બાળકીના મૃતદેહને જોયો હતો

ઉલ્લેખનીય છે કે, ગઇ કાલે વહેલી સવારે સફાઈ કર્મચારી સફાઈ કરવા પહોંચ્યો હતો એ દરમ્યાન ટોયલેટ ટબમાં કર્મચારીને નવજાત બાળકીનો મૃતદેહ દેખાયો હતો. બાદમાં આ અંગે કર્મચારીએ તાત્કાલિક અધિકારીઓને જાણ કરતા સિવિલ તંત્ર દોડતું થયું હતું. બાદમાં આ ઘટના અંગે તપાસના ઓર્ડર પણ અપાયા છે.

વિગતે મળતી માહિતી અનુસાર સુરત સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના શૌચાલયમાં અધૂરા માસે પ્રસુતિથી જન્મેલી બાળકીનો મૃતદેહ ટોયલેટના ટબના પાણીમાંથી મળી આવ્યો હતો. દરરોજની જેમ સફાઈ કર્મચારી ટોયલેટની સફાઈ કરવા ગઇ કાલે પહોંચ્યો હતો. ત્યારે સફાઈ કર્મચારીને આ નવજાત બાળકીનો મૃતદેહ દેખાયો હતો. મૃતદેહ દેખાતા એકાએક કર્મચારી પણ ગભરાઈ ગયો હતો. આથી તેને તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓને જાણ કરતા સિવિલ તંત્ર દોડતું થઇ ગયું હતું. બાદમાં અધૂરા માસે જન્મેલી બાળકીના મૃતદેહને બહાર નીકાળી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.

હાલમાં પોલીસ દ્વારા નવજાતની માતા અંગેની શોધખોળ શરૂ

એવું કહેવાય છે કે, સિવિલના ઇતિહાસમાં પ્રથમવાર આવી ઘટના બની હતી. ત્યારે હવે આ મામલે માતાની પ્રસુતિ ક્યારે થઈ અને નવજાતની માતા પણ કોણ છે તેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ