બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / new zealand ban on cigarettes for youth smoking rules

તૈયારી / યુવાનો ક્યારેય ખરીદી નહીં શકે સિગારેટ, આ દેશમાં સરકાર લાગુ કરશે કડક નિયમ

Premal

Last Updated: 05:35 PM, 9 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ન્યુઝીલેન્ડમાં સરકારે નવી પેઢીને સંપૂર્ણ રીતે ધુમ્રપાનથી મુક્ત કરાવવા માટે કાયદો તૈયાર કર્યો છે. જે હેઠળ યુવાનો પોતાના આખા જીવનમાં ક્યારેય પણ સિગરેટ ખરીદી શકશે નહીં. આશા સેવાઈ રહી છે કે સરકાર આ કાયદો આગામી વર્ષથી લાગુ કરી શકે છે.

  • ન્યુઝીલેન્ડમાં સરકારે નવી પેઢીને ધુમ્રપાનથી મુક્ત કરાવવા કાયદો તૈયાર કર્યો
  • યુવાનો પોતાના આખા જીવનમાં ક્યારેય પણ સિગરેટ ખરીદી શકશે નહીં
  • વર્ષ 2027થી પ્રતિબંધની ઉંમર દર વર્ષે 1 વર્ષ વધારવામાં આવશે

આ દેશમાં તંબાકુ વેચવા પર પ્રતિબંધ

જોકે, ન્યુઝીલેન્ડમાં 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોને તંબાકુ વેચવા પર પ્રતિબંધ છે. જેને લઇને સહયોગી સ્વાસ્થ્ય મંત્રી આએશા વૈરાલનું કહેવુ છે કે વર્ષ 2027થી પ્રતિબંધની ઉંમર દર વર્ષે 1 વર્ષ વધારવામાં આવશે. નવા કાયદા મુજબ, જેની ઉંમર 2017માં 14 અથવા તેનાથી ઓછી રહી છે. તેઓ ન્યુઝીલેન્ડમાં ક્યારેય સિગરેટ નહીં ખરીદી શકે. વૈરાલે વધુમાં કહ્યું, અમે નક્કી કરવા માંગીએ છીએ કે યુવાનો ક્યારે ધુમ્રપાન કરવાનું શરૂ કરે, તેથી અમે યુવાનોને ધુમ્રપાન માટે તંબાકુ વેચવુ અને તેનો સપ્લાય કરવો ગુનો બનાવી રહ્યાં છે. ન્યુઝીલેન્ડ સરકાર મુજબ, છેલ્લાં દાયકામાં ધુમ્રપાનના દરમાં ઘટાડો આવ્યો છે.

આરોગ્યના અધિકારીઓએ કર્યુ સ્વાગત

આ નવા નિર્ણયનું આરોગ્યના અધિકારીઓએ સ્વાગત કર્યુ છે. પરંતુ રિટેલર્સે વ્યાપાર પર પડતા પ્રભાવની ચિંતા દર્શાવી છે. આ સાથે તેમણે કાળાબજારીને લઇને ચેતવ્યાં છે. જોકે, સરકારે અત્યાર સુધી આ માહિતી આપી નથી કે નવા નિયમોની પોલીસ દેખરેખ રાખશે કે નહીં અથવા અન્ય દેશોમાંથી આવતા લોકો પર કાયદાનો કેવીરીતે અમલ કરવામાં આવશે. અહેવાલ છે કે આ પ્રતિબંધ તબક્કાવાર પદ્ધતિથી 2024થી લગાવવામાં આવશે.

વર્ષ 2027થી ધૂમ્રપાન મુક્ત પેઢી તૈયાર થશે

આ પ્રતિબંધોની શરૂઆત અધિકૃત વિક્રેતાઓની કમીથી થશે. ત્યારબાદ 2025માં નિકોટીનની જરૂરીયાતમાં ઘટાડો થશે અને વર્ષ 2027થી ધૂમ્રપાન મુક્ત પેઢી તૈયાર થશે. ન્યુઝીલેન્ડ મેડિકલ એસોસિએશનના અધ્યક્ષ એલિસ્ટેયર હમ્ફ્રીએ નિવેદન જાહેર કર્યુ, ન્યુઝીલેન્ડમાં દરરોજ સિગરેટથી 14 લોકોના મોત થાય છે. મહત્વનું છે કે, નવો નિયમ ન્યુઝીલેન્ડના રિટેલ તંબાકુ ઉદ્યોગને સૌથી વધુ પ્રતિબંધવાળો બનાવી દેશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ