બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / new symptoms of corona omicron variant loss of appetite and nausea

ટૅન્શન / સાવધાન! વેક્સિન લીધી હોય એવા લોકોમાં જોવા મળ્યા ઓમિક્રોનના આ 2 લક્ષણો, વૈજ્ઞાનિકોએ કર્યા એલર્ટ

Kavan

Last Updated: 05:48 PM, 7 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસનો નવો વેરિયન્ટ ઓમિક્રોન સમગ્ર વિશ્વમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભારતમાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસ દરરોજ વધી રહ્યા છે. ઓમિક્રોનની વધતી જતી ઝડપે લોકોને ડરાવી દીધા છે.

  • ઓમિક્રોનના કેસમાં ચિંતાજનક ઉછાળો 
  • વધુ 2 નવા લક્ષણો આવ્યા સામે 
  • દર્દીને આવે ઉબકા અને નથી લાગતી ભૂખ

દિલ્હી અને મુંબઈ જેવા મહાનગરોમાં ઓમિક્રોનના વધુ કેસ સામે આવી રહ્યા છે. વધતા જતા કેસોને જોતા સરકારે રાજધાની દિલ્હીમાં વીકેન્ડ કર્ફ્યુ લાદવાનો નિર્ણય લીધો છે. જો કે, સંક્રમણને રોકવા માટે, ઘણા રાજ્યોમાં રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવી રહ્યો છે. 

havoc of the third wave of corona will end soon experts have given reasons

ઓમિક્રોનના વધુ લક્ષણો આવ્યા સામે 

કોરોનાના જે નવા કેસ સામે આવી રહ્યા છે તેમાં 2 નવા લક્ષણો સામે આવી રહ્યા છે. જે લોકોએ રસીના બંને ડોઝ લીધા છે તેઓને ઉબકા અને ભૂખ ન લાગવી જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. કિંગ્સ કોલેજ લંડનના પ્રોફેસર ટિમ સ્પેક્ટરે કહ્યું છે કે, આવા લક્ષણો એવા લોકોમાં વધુ જોવા મળે છે જેમણે રસીના ડોઝ અથવા બૂસ્ટર ડોઝ બંને લીધા છે.

Omicron ના લક્ષણો શું છે?

ઓમિક્રોન પર કરવામાં આવેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે ચેપગ્રસ્ત વ્યક્તિ ગળામાં દુખાવો, ઉધરસ, વહેતું નાક, તાવ, સ્નાયુઓમાં દુખાવો અને રાત્રે ભારે પરસેવો અનુભવી રહ્યા છે. પેટ સંબંધિત કેટલાક લક્ષણો પણ ઘણા લોકોમાં જોવા મળે છે. કેટલાક દર્દીઓ ઉલ્ટી અને માથાનો દુખાવાની સમસ્યાનો પણ સામનો કરી રહ્યા છે. ત્વચા પર પણ કેટલાક ફેરફારો દેખાય છે. ઘણા લોકોને લાલ ફોલ્લીઓ અથવા ચકામાઓ પણ થઈ રહ્યા છે. જો કે એવું કહેવામાં આવી રહ્યું છે કે ઓમિક્રોનના લક્ષણો ડેલ્ટા વેરિઅન્ટ કરતા થોડા હળવા છે, પરંતુ જેમ જેમ સંક્રમિત લોકોની સંખ્યા વધી રહી છે, ઘણા નવા લક્ષણો પણ જોવા મળી રહ્યા છે.

omicron coronavirus in world britain news

ઓમિક્રોનમાં ગંભીરતાના મામલા ઓછા

કેટલાક અભ્યાસોએ દર્શાવ્યું છે કે ઓમિક્રોનના લક્ષણો ડેલ્ટા વેરિઅન્ટ કરતાં હળવા હોય છે, આમ સંક્રમિત સ્વસ્થ લોકો માટે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂરિયાતને દૂર કરે છે. ઈમ્પીરીયલ કોલેજ લંડનના સંશોધનમાં જણાવાયું છે કે ઓમિક્રોન સંક્રમિત દર્દીઓમાં હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યા 15-25 ટકા ઓછી છે.

when will the lockdown take place in maharashtra the doctor of covid task force told that such is the preparation know...

સીઝનલ ફ્લૂના લક્ષણો 

આરોગ્ય નિષ્ણાંતોનું કહેવું છે કે, શિયાળામાં ટાઢ અને કફની સમસ્યા સામાન્ય રીતે જોવા મળે થે અને ઓમિક્રોનના લક્ષણો પણ એવા જ છે જેમાં તમને બંન્નેના લક્ષણો વચ્ચેનો ભેદ સમજવાની જરૂર છે. સીઝનલ ફ્લૂમાં તાવ, નાકમાંથી પાણી વહેવું, ગળું સુકાવું, શ્વાસ લેવામાં તકલીફ અને માંસપેશિયોમાં દર્દ રહે છે.જો તમને આવા કોઈ જ પ્રકારના લક્ષણો જોવા મળે તો તરત જ કોવિડ ટૅસ્ટ કરાવી લેવો જોઈએ અને આઈસોલેટ થવું જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ