ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / new species of freshwater fish discovered

શોધ / મીઠા પાણીમાં પહેલીવાર વિજ્ઞાનીઓને મળી 100 વર્ષથી વધુ જીવતી માછલી, જાણો ખાસિયત

Published By: vtvAdmin

Last Updated: 09:12 PM, 6 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક આશ્ચર્યજનક શોધમાં વિજ્ઞાનીઓએ એક એવી માછલીની શોધ કરી છે જે એક સદીથી વધુ 112 વર્ષ જીવી છે. બીગમાઉથ બફેલો નામની માછલીઓ લાંબુ જીવવા માટે જાણીતી છે. પરંતુ એક માછલીએ જિંદગીની સેન્ચુરી ફટકારતા વિજ્ઞાનીઓ પણ હેરાન છે.

ADVERTISEMENT

વિજ્ઞાનીઓની ટીમે 2011થી 2018 દરમિયાન આ માછલી પર અનેક સંશોધન કર્યા હતા અને તે માટે મોટી સંખ્યામાં માછલીઓ પકડી હતી. તેનો અભ્યાસ કરીને તેમ જ ફોટા પાડવા ઉપરાંત ટેગ લગાવીને તેને પાછી પાણીમાં છોડી દીધી હતી. સામાન્ય રીતે આ પ્રજાતિની માછલીઓ લાંબુ જીવે છે. તેથી તેમની ઉંમર જાણવા કાર્બન ડેટિંગ કર્યું ત્યારે એક માછલીની ઉંમર 112 વર્ષની હોવાનું જાણવા મળ્યું હતું.

નવી કાર્બન ડેટિંગ ટેકનીકથી કાર્બન ધરાવતી કોઇપણ વસ્તુની ચોક્કસ ઉંમર જાણી શકાય છે. વિજ્ઞાનીઓએ જે માછલીઓને રિસર્ય માટે પકડી હતી તેમાંની 85 ટકા માછલીની ઉંમર 80 વર્ષની આસપાસ હતી. બફેલો ફીશ ખાસ કરીને ઉત્તર અને મધ્ય અમેરિકાના જળાશયોમાં વધુ જોવા મળે છે. પુખ્તવયની માછલી 1.25 મીટર જેટલી લાંબી અને તેનું વજન 36 કિલો જેટલું હોય છે. બફેલો ફીશ મીઠા પાણીની સૌથી લાંબુ જીવતી માછલી છે. 

ઉંડા સમુદ્રની કેટલીક માછલીઓ તેનાથી પણ વધુ જીવે છે. ઓરેન્જ નામની સમુદ્રની માછલી તો 175 વર્ષ જેટલું આયુષ્ય ધરાવે છે. ઘણા પશુ-પક્ષીઓનું આયુષ્ય થોડા વર્ષોનું હોય છે. પરંતુ અનેક પ્રાણીઓ એવા પણ છે જે માનવી કરતા પણ લાંબુ જીવે છે.

વિજ્ઞાનીઓએ જેને નંબર 16 નામ આપ્યું હતું તે એક જાતનો કરોળિયો 43 વર્ષ જીવ્યો હતો. બિલાડીમાં સૌથી વધુ જીવવાનો રેકોર્ડ 38 વર્ષનો છે. લોકો જેને ઘરના એકવેરિયમમાં રાખે છે તે ગોલ્ડ ફીશનો રેકોર્ડ 43 વર્ષનો છે. વ્હેલનો પણ સોથી લાંબુ જીવતા સસ્તન પ્રાણીઓમાં સમાવેશ થાય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Big Mouth Fish Fish World News environment invention

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ