ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / Tech & Auto / New 'non removable' xHelper malware has infected thousands Android devices

ખતરો / તમારા મોબાઇલ પરનો આ ખતરો રિસેટ કર્યા બાદ પણ નહીં થાય દૂર, હજારો મોબાઇલ બન્યા શિકાર

Published By: Kashyap

Last Updated: 08:54 PM, 1 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોબાઇલ હોય કે ઇન્ટરનેટ સાથે જોડાયેલા કોઇપણ ગેજેટ, તેના પર હંમેશા માલવેર કે હેકર્સનો ખતરો હંમેશા તોળાતો રહે છે. તેમાંથી એન્ડ્રોઇડ ઉપરાંત એપલના આઇઓએસ પ્લેટફોર્મના ડિવાઇસ પણ બાકાત નથી. દર બીજા-ત્રીજા દિવસે મોબાઇલની સિકયુરિટી અને પ્રાઇવેસી સામે ખતરાના અહેવાલો આવી રહ્યા છે. ખાસ કરીને એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલતા મોબાઇલ પર ખતરો વધારે રહે છે. કેમ કે ગુગલ દ્વારા દર મહિને અપાતા સિકયુરિટી અપડેટને આપવામાં વિવિધ મોબાઇલ કંપનીઓ ઘણી વાર કરે છે.

ADVERTISEMENT

  • એકસહેલ્પર નામના માલવેરનો હજારો મોબાઇલ શિકાર બન્યા
  • એન્ટિવાયરસ પણ તેને દુર કરી શકતા નથી

એક અહેવાલ મુજબ એકસહેલ્પર નામના માલવેરનો હજારો મોબાઇલ શિકાર બન્યા છે. આ માલવેર જયારે યુઝર કોઇ વિશ્વાસપાત્ર ન હોય તેવી વેબસાઇટ પરથી એપ કે ફાઇલ ડાઉનલોડ કરે ત્યારે ચુપચાપ મોબાઇલમાં વી જાય છે. આ માલવેર પછી ડેટા ચોરી સહિત તે બધુ જ કરે છે જે તેના ડેવલપર્સ ઇચ્છતા હોય.અત્યારે તો આ માલવેર એડ બચાવવા ઉપરાંત સ્પામ નોટિફિકેશન મોકલતો હોવાનું જણાયું છે.

જોકે તે પાસવર્ડ પણ ચોરી શકે છે તેવી નિષ્ણાતોને આશંકા છે.સૌથી ગંભીર બાબત એ છે કે આ માલવેર અનરિમુવેબલ એટેલ કે ડિલીટ ન કરી શકાય તેવો છે.કેટલાક યુઝર્સે મોબાઇલ ફેકટરી રિસેટ કર્યો હોવા છતાં માલવેર રિમુવ ન થયો હોવાની ફરિયાદ કરી છે. 

આ માલવેર ફરીથી મોબાઇલ ઇન્સ્ટોલ થઇ જાય છે. એન્ટિવાયરસ પણ તેને દુર કરી શકતા નથી અને ઘણા એન્ટિવાયરસ તેને ડિટેકટ પણ કરી શકતા નથી.આ માલવેર ઇન્ટરનેટ પર છેલ્લા કેટલાક દિવસોથી ફરી રહ્યો છે.લોકો તેના વિશે રેડિટ સહિત વિવિધ પ્લેટફોર્મ પર તેની ચર્ચા કરી રહ્યા છે અને નિષ્ણાતોની મદદ માગી રહ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Android Gadget Hackers Internet Malware technology news xHelper માલવેર મોબાઇલ Danger

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ