new labour codes will implemented from july 1 change in office working hours
BIG NEWS /
નવા નિયમો: ઓફિસમાં કામના કલાકો ઘટી જશે, અઠવાડીયામાં 3 રજા, 1 જૂલાઈથી બદલાઈ શકે છે આ નિયમ
Team VTV10:00 AM, 02 May 22
| Updated: 10:10 AM, 02 May 22
આગામી 1 જૂલાઈથી આપના કામના કલાકોમાં મોટા ફેરફાર થવાના છે. નવા લેબર કોડ લાગૂ થતાં કામના કલાકો, પીએફમાં જમા થનારી રકમ અને દર મહિને હાથમાં આવતી સેલરીમાં મોટા ફેરફાર શક્ય છે.
1 જૂલાઈથી આવી શકે છે નવા નિયમ
રાજ્યમાં નવા લેબર કોડ લાગૂ થઈ શકે છે
કર્મચારીઓના કામના કલાકો ઘટી જશે
આગામી 1 જૂલાઈથી આપના કામના કલાકોમાં મોટા ફેરફાર થવાના છે. નવા લેબર કોડ લાગૂ થતાં કામના કલાકો, પીએફમાં જમા થનારી રકમ અને દર મહિને હાથમાં આવતી સેલરીમાં મોટા ફેરફાર શક્ય છે. નવા લેબર કોડ મુજબ ઓફિસમાં કામના કલાકો અને પીએફમાં જમા થનારી રકમ વધી શકે છે. જ્યારે ઓન હેંડ સેલરી ઘટી શકે છે. સરકારે પહેલા જ લેબર કોડ તૈયાર કરી લીધો છે, જેને હવે રાજ્યોમાં લાગૂ કરવામાં આવશે, રાજ્યો હાલમાં તેના પર વિચાર કરી રહી છે, પણ 1 જૂલાઈથી નવા લેબર કોડ અમલમાં આવવાની પુરેપુરી શક્યતા છે.
સરકારે 4 નવા લેબર કોડ તૈયાર કર્યા છે. સરકારની આ તૈયારી આ તમામ લેબર કોડને ફટાફટ લાગૂ કરવાનું છે. જો કે, અમુક રાજ્યોએ આ લેબર કોડને લઈને નિયમ તૈયાર કર્યા નથી, જેને લાગૂ કરવામાં મોડુ થઈ રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે, આ કામ રાજ્યો જલ્દી પુરી કરી લેશે અને 1 જૂલાઈથી નવા નિયમ કાયદા લાગૂ થઈ જશે.
રોકાણ અને રોજગાર વધશે
સરકારનું કહેવુ છે કે, નવા શ્રમ કાયદાથી દેશમાં રોકાણ વધશે, નવા લેબર કાયદાથી કંપનીઓ પોતાની ઓફિસ અવરમાં ફેરફારનો વિકલ્પ મળશે. કંપનીઓ પોતાના કામના હિબાસે ઓફિસ ટાઈમીંગ સેટ કરી શકે છે. હાલમાં ઓફિસમાં 8-9 કલાક કામ હોય છે, જેને વધારીને 12 કલાક કરી શકે છે. પણ આ વધારાના કલાકમાં માટે કંપનીઓ અઠવાડીયામાં 3 રજા આપવાની રહેશે, આવું એટલા માટે જેથી અઠવાડીયામાં કામના કલાકની લિમિટ જળવાઈ રહે.
શું ફેરફાર થશે
એક મહત્વનો ફેરફાર ટેક હોમ સેલરી અને પ્રોવિડેંટ ફંડમાં કંપનીઓ તરફથી જમા થનારા પૈસા પર જોવા મળે છે. નવા લેબર કોડ કર્મચારીના મૂળ વેતનને ગ્રોસ સેલરીના 50 ટકા નિર્ધારિત કરી શકે છે. જો કે, તેનાથી કર્મચારીઓને ફાયદો થશે અને પીએફ કર્મચારીઓ અને કંપનીના જમા પૈસા વધશે, ટેક હોમ સેલરી અમુક કર્મચારીઓની ઘટશે અને ખાસ કરીને પ્રાઈવેટ સેકટ્રમાં કામ કરતા લોકોની સેલરી ઘટશે.
એક રિપોર્ટ મુજબ હજૂ સુધી 23 રાજ્યોએ લેબર કોડ રૂલ્સ તૈયાર કરી લીધા છે. બાકીના 7 રાજ્યો તેના પર કામ કરી રહ્યા છે. સરકારે સેન્ટ્રલ લેબર લોના 4 અલગ અલગ કોડમાં વહેંચી દીધા છે. તેમાં પગાર, સામાજિક સુરક્ષા, ઉદ્યોગ અને કર્મચારીઓ વચ્ચેનો સંબંધ, કામ દરમિયાન સ્વાસ્વસ્થય અને સુરક્ષાની સાથે વર્કિંગ કંડીશન જેવી શરતો સામેલ કરવામાં આવી છે. આ તમામ કોડ સંસદને પસાર કરી દીધા છે. પણ શ્રમ કાનૂન સમવર્તી સૂચિમાં આવે છે, એટલા માટે કેન્દ્ર ઈચ્છે છે કે રાજ્ય એક વાર આ નિયમને લાગૂ કરે.