બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / New fire equipment was installed in Jamnagar's GG Hospital

જામનગર / કરોડોનું આંધણ મૂક્યું છતાં NOCમાં ધાંધિયા: જી.જી.હોસ્પિટલમાં ફાયર સેફ્ટિ ઈન્સ્ટોલેશન 4 મહિનાથી ગલ્લેતલ્લે

Kishor

Last Updated: 12:22 AM, 20 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જામનગરની જી જી હોસ્પિટલમાં સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી નવા ફાયરના સાધનો નાખવામાં આવ્યા છે. પરંતુ ફાયર વિભાગ દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી NOC ન આપવામાં આવી હોવાથી અંદરખાને કંઈક રંધાઈ રહ્યું હોવાની ગંધ આવી રહી છે.

  • જામનગર ફાયર સેફ્ટિ ઈન્સ્ટોલેશનનો વિવાદ
  • ક્યારે મળશે ફાયર એન.ઓ.સી
  • કામની ગુણવત્તા પર ઉઠ્યા સવાલ

સૌરાષ્ટ્રની સૌથી મોટી જી.જી. હોસ્પિટલ ફરી એક વાર વિવાદમાં આવી છે. જામનગર ની જી જી હોસ્પિટલ માં સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી નવા ફાયારના સાધનો નાખવામાં આવ્યા છે. પરંતુ જામનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા છેલ્લા ત્રણ મહિના કરતા વધુ સમય થાય ગયો છે. છતાં NOC ન આપવામાં આવી હોવાથી અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે.

કોઈ મગનુું નામ મરી પાડવા તૈયાર નથી  

શહેરમાં વિકાસ અને ગતિની બહું વાતો થાય છે. પરંતુ  જી.જી. હોસ્પિટલમાં છેલ્લા ચાર મહિનાથી શરૂ થયેલું ફાયર ઈન્સ્ટોલેશનનું કામ હજુ કેટલે પહોચ્યું ? અને તેમાં કેવી ગુણવત્તા જળવાઈ છે? કે કેમ તેવા અનેક સવાલ ઉઠી રહ્યા છે. આ હોસ્પિટલમાં દરરોજ જામનગર એક માત્ર નહિ પણ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, મોરબી સહિતના જિલ્લાઓમાંથી હજારોની સંખ્યામાં દર્દીઓ સારવાર અર્થે આવે છે. ત્યારે આ હોસ્પિટલની સેફ્ટી પણ ખૂબ મહત્વની બને છે. હોસ્પિટલ આગ જની બનાવો બને તો દર્દીઓને પણ ઇજા પહોંચી શકે છે.

ચાર મહિના થયા છતાં નથી મળી NOC
જી.જી.હોસ્પિટલમાં નવા ફાયર સેફટીના સાધનો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જેમાં PIU મારફતે આ હોસ્પિટલને ફાયરપ્રૂફ બનાવવાનું કામ ઘણા સમય પહેલા આપી દેવાયું હતું. હોસ્પિટલમાં આવતી તમામ બિલ્ડિંગોમાં ફાયર ઇન્સ્ટોલેશનની કામગીરી લગભગ પૂરી થઈ ચૂકી છે. પરંતુ તેમ છતાં જામનગર મહાનગરપાલિકાની ફાયર વિભાગે હજુ સુધી જીજી હોસ્પિટલની નવી ફાયરસેફ્ટીને NOC આપી નથી. જામનગર મનપાના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરનું કહેવું છે કે, હજુ કામ અધૂરું છે.

પ્રોજેકટ ઇમ્પ્લીમેન્ટેશન યુનિટ દ્વારા જે કામ થયું છે તેમાં ઘણી ક્ષતિઓ રહી ગઈ છે. સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટની ફાળવી કરવા આવી હોવા છતાં ક્યાંક ગુણવત્તા સાથે બાંધછોડ કરવામાં આવી હોય તેવી પ્રબળ શંકા જન્મી છે. મીડિયા દ્વારા PIU કચેરીના અધિકારીઓનો સંપર્ક સાધવાનો અનેકવાર પ્રયાસ કરવામાં આવ્યા છે.  પરંતુ તેઓ સતત મીડિયાથી દૂર ભાગી રહ્યા છે. તેમજ  જામનગર મહાનગર પાલિકાના કોર્પોરેટર જેનિમ બેન ખફીએ પણ RTI કરી સમગ્ર મામલે તાગ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ નેમને પણ પૂરતી માહિતી એવામાં આવી ન હોવાથી ભષ્ટ્રાચાર થયો હોવાની પ્રબળ શંકા જન્મી છે. ભ્રષ્ટાચારીઓ દર્દીઓના જીવ જોખમમાં મૂકી,  નબળી, ગુણવત્તા વગરની કામગીરી કરી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. ત્યારે આ બાબતે જલદી ફાયર સેફ્ટી ઈન્સ્ટોલેશનનું પરીક્ષણ થાય અને એનઓસીની આપવાની કામગીરી હાથ ધરાય તે જરૂરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ