Tuesday, August 20, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

ભાવનગર / પ્રવેશોત્સવ પહેલાં સરકારી શિક્ષકોનો વિદ્યાર્થીઓને આકર્ષવા નવતર પ્રયોગ

પ્રવેશોત્સવ પહેલાં સરકારી શિક્ષકોનો વિદ્યાર્થીઓને આકર્ષવા નવતર પ્રયોગ

છેલ્લાં ઘણા સમયથી  પોતાના સંતાનોને ખાનગીશાળામાં અભ્યાસ કરાવવા તરફ વાલીઓનો રોકઝોક વધી  રહ્યો છે. સરકારી શાળાઓની  કથળેલી સ્થિતિ અને અભ્યાસના આવેલા નીચા સ્તરના કારણે કહો  કે પછી દેખાદેખીથી બાળકોને ખાનગી શાળા તરફ વાળવાનું વલણ  કારણભૂત કહો, સરકારી શાળામાં પ્રવેશ મેળવનારા બાળકોની સંખ્યામાં ઘણો ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારે હવે સરકારી પ્રાથમિક શાળા તંત્ર સફાળુ જાગ્યું છે. શિક્ષણતંત્રના અધિકારીઓ અને શિક્ષકો હવે અદ્યતન બનતી સરકારી શાળાઓથી વાલીઓને માહિતગાર કરવા શેરીઓમાં ઉતરી પડયા છે. જોઈએ  શાળા પ્રવેશોત્સવ પહેલાની શેરી કવાયતનો આ અહેવાલ.

ઉલ્લેખનીય છે કે, હાથમાં ફાઈલો અને પેમ્ફલેટ લઈને જઈ રહેલા આ સાહેબ લોકોના આ દ્રશ્યો કોઈ રાજકીય પાર્ટીના પ્રચારકોના નથી. આમ તો તેઓ ઘેર ધેર ફરી રહ્યા છે અને લોકોને સમજાવી રહ્યા છે પરંતુ તેઓ  કોઈ પાર્ટી મત નથી માગી રહ્યા. હા તેઓ માગી રહ્યા છે તો વાલીઓ પાસેથી તેમનું બાળક. તમને થોડું વિચિત્ર લાગશે તો ચાલો  મુદ્દાની વાત પર જ આવીએ. 

હાથમાં પેમ્પ્લેટ અને ફાઈલો લઈને ઘરે ઘરે ફરી રહેલા આ લોકો શિક્ષકો છે. હવે વેકેશન ખૂલતાં જ શિક્ષણનું નવું  સત્ર ચાલું થશે. ત્યારે બાળકો ખાનગી શાળાઓ તરફ ન ફંટાઈ જાય તે માટે તેઓ પાણી પહેલા પાળ બાંધવાની તૈયાર કરી રહ્યા છે. ભાવનગર મનપા સંચાલિત શાળાઓ શહેરના 13 વોર્ડ ચાલી રહી છે.

ત્યારે હવે થોડા દિવસમાં જ શાળામાં વેકેશન ખૂલી  રહ્યા છે. ત્યારે જે બાળકો ને 5 વર્ષ પૂર્ણ થયા હોઈ અને નવો પ્રવેશ મેળવવા લાયક  હોય તેવા બાળકો ના ઘરે ઘરે જઈને તેમના વાલીઓને સરકારી શાળાઓ વિશે માહિતગાર કરવાની કવાયત ચાલી રહી છે. જો કે, હવે  બદલાતા સમયમાં સરકારી શાળાઓની સ્થિતિ ઘણી સુધરી ગઈ છે. અનેક સરકારી શાળાઓ ખાનગી શાળાઓને ટ[ર મારે તેવી સુવિધાઓથી સભર થઈ ગઈ છે. બસ  આ જ વાતથી વાલીઓને વાકેફ કરવા શિક્ષકો વાલીઓની ગૃહ મુલાકાત  લઈ રહ્યા છે.

 

ભાવનગર મહાનગર પાલિકાની શિક્ષણ સમિતિએ નવો પ્રવેશ મેળવવાંના  હોઈ તેવા બાળકોનો એક સર્વે કર્યો હતો અને તે મુજબ આ વર્ષે 3000 બાળકો પ્રવેશ મેળવવાને પાત્ર છે ત્યારે  ઘરે ઘરે જઈને શિક્ષકોની ટીમ વાલીઓને સમજાવવાનું કામ કરી રહી છે શાળાના શિક્ષકો સરકારી શાળામાં ખાનગી શાળાઓ જેવી જ ઉભી થયેલી કોમ્પ્યુટર લેબની સુવિધાઓ, રમત માટેના મેદાનો, ફ્રી  ગણવેશ,  શિષ્યવૃત્તિ, મધ્યાહન ભોજનની સુવિધા  તેમજ જ્ઞાન કુંજ પ્રોજેક્ટ અંગે વાલીઓને માહિતગાર કરવાનું અભિયાન આદરી દીધું છે...ત્યારે શિક્ષકોની આ નવતર પહેલ અંગે 

ભાવનગરની વાત કરી એ તો અહીં સરકારી શાળના કુલ 45 બિલ્ડીંગો આવેલા છે જેમાં સવાર અને બપોરની  શિફ્ટ મળીને કુલ 55 શાળાઓ ચાલે છે. ભાવનગર શહેરમાં 22,500 વિધ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને 750 શિક્ષકો ફરજ બજાવે છે .

સામાન્ય રીતે સરકારી શાળાઓમાં માધ્યમ અને પછાત વર્ગોના બાળકો અભ્યાસ કરતાંહોય છે. એક તરફ ખાનગી શાળાઓમાં મોંઘી દાટ ફી અને ટ્યુશનના ખર્ચાઓ તેમજ શિક્ષણના ભોગે ઈતર પ્રવૃતિઓ કરાવાતી હોય છે ત્યારે બીજી બાજુ હવે સરકારી શાળાઓ પણ ખાનગી શાળાઓ સામે ટ[ર {ાૃલવા સુવિધાઓથી સજ્જ થઈ  રહી છે...અને હવે આ તરફ બાળકોને વાળવા માટે અભિયાનને વેગવંતુ બનાવવામાં આવ્યું છે.

જો કે સરકારી શાળાઓ મળતી સુવિધા બાબતે હજુ જોઈએ તેટલો પ્રચાર થયો નથી તે વાત સત્ય છે... શિક્ષકોએ સરકારી શાળાનું અસ્તિત્વ ટકાવી રાખવા જે અભિયાન છેડ્યું છે તેને વાલીઓ એ પણ આવકાયુ છે ત્યારે હવે સરકારી શાળામાં શિક્ષણ સ્તરમાં થયેલા સુધારાઓ તેમજ ઊભી થેયેલી સુવિધાના કારણે ફરી એક વખત વાલીઓ તેમના બાળકોને સરકારી શાળામાં પ્રવેશ અપાવવા  આતુર બન્યા છે.  

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ