કોરોના સંકટ /
નવા વાયરસથી હાહાકાર: પોસ્ટ કોવિડ બાદ આ બીમારી 4 બાળકોને ભરખી જતાં હડકંપ, જાણો ક્યાં ?
Team VTV06:39 PM, 29 Aug 21
| Updated: 06:55 PM, 29 Aug 21
કેરળના બાળકોમાં એકાએક નવી બિમારી જોવા મળી છે. જેમા જે બાળકોએ કોરોનાને મ્હાત આપી હોય તેમને MIS-C નામની બિમારી થઈ રહી છે. જે બિમારીને લઈ બાળકોમાં તાવ અને પેટમાં દુખાવા જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે.
કેરળના બાળકોમાં જોવા મળી નવી બિમારી
કોરોનાને મ્હાત આપ્યા સામે બાળકો સામે ગંભીર બિમારી
ચાર બાળકોના MIS-C બિમારીને કારણે કરૂણ મોત
કેરળમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસ વધી રહ્યા છે. જેના કારણે અહીયાના લોકોની ચિંતા હવે વધી છે. ત્યારે વધુમાં એક નવી મુસીબત અહીયા સામે આવી છે. જેમા છેલ્લા પાંચ મહિનામાં 300 કરતા વધારે બાળકોમાં અહીયા મલ્ટી ઈફ્લેમેટરી સિંડ્રોમ ઈન ચિલ્ડ્રન (MIS-C) સંક્રમિત થયા છે. જેમાથી 4 લોકોના મોત થયા છે.
બિમારીનું ઈલાશ શક્ય પણ બેદરકારી ન કરવી
MIS-C કેરળ માટે એક નવી ચિંતાનો વિષય છે. છેલ્લા બે મહિનાથી અહીયા કોરોનાના કેસોમાં સખત ઉછાળો આવ્યો છે. જેને લઈને કેરળના મુખ્યમંત્રીએ જે બાળકોને કોરોના થયો હોય તેનામાં જો એમઆઈએસના લક્ષણ દેખાય તો તેને તાત્કાલીક ચિકિત્સા સહાય આપવાની વાત કરી છે. તેમણે કહ્યું આ બિમારીનો ઈલાજ શક્ય છે પરંતુ તેમા બેદરકારી ન દાખવવી જોઈએ.
કોરોનાને મ્હાત આપેલા બાળકોમાં ફેલાઈ બિમારી
વિશેષજ્ઞોનું કહેવું છે કે એમઆઈએસ-સી એ બાળકોમાં જોવા મળે છે. જેઓ કોરોનાને મ્હાત આપી રહ્યા છે. આ બિમારીમાં બાળકોને અઠવાડિયામાં ચાર વખત તાવ, પેટમાં દુખાવો, અને આંખ લાલ થતી હોય છે.
યુપીમાં જોવા મળ્યા આ બિમારીના લક્ષણો
બીજી તરફ પૂર્વ ઉત્તર પ્રદેશમાંથી પણ વાયરલ તાવના ઘણાં કેસો સામે આવ્યાં છે. ગોંડા, બસ્તી, દેવરિયા, બલિયા, આજમગઢ, સુલ્તાનપુર, જોનપુર અને ગાજીપુરમાં લોકો વાયરલ તાવના ભરડામાં આવી ગયા છે. જોકે, પશ્ચિમ યુપીના જિલ્લા સૌથી વધારે પ્રભાવિત છે. આ સિવાય આગ્રામાં રાજસ્થાન અને મધ્ય પ્રદેશના પાડોશી જિલ્લામાં પણ આ પ્રકારના લક્ષણોવાળા વાયરલ તાવના દર્દીઓ જોવા મળી રહ્યાં છે.
ફિરઝાબાદમાં 25ના મોત
ફિરોઝાબાદમાં અત્યાર સુધી સૌથી વધુ 25 લોકોના મોત થયા છે. ફિરોઝાબાદ સીએમઓ ડૉ. નીતા કુલશ્રેષ્ઠે કહ્યું કે, જે લોકોના વાયરલ તાવના કારણે મોત થયા છે. તેમાંથી કોઈ પણ દર્દી કોવિડ-19 પોઝીટીવ ન હતું. આ લોકો કેવીરીતે મોતને ભેટ્યા તેની તપાસ કરવામાં આવી રહી છે. ગ્રામ્ય વિસ્તારમાં તબીબો અને સ્વાસ્થ્ય કર્મચારીઓની 12 ટીમો અને દરેક સહાયક નર્સ અને આશા કાર્યકર્તાઓને આ કામમાં લગાવી દેવામાં આવ્યાં છે.