જૂલાઇમાં આ કાર પર મળી રહ્યુ છે 1.50 લાખ સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ

By : juhiparikh 04:37 PM, 11 July 2018 | Updated : 04:39 PM, 11 July 2018
જો કાર ખરીદવાનો વિચાર છે અને ડિસ્કાઉન્ટ ઑફર્સ વિશે જાણવા ઇચ્છો છો તો અમે તમારા માટે કેટલાક કાર્સનું લિસ્ટ લાવ્યા છીએ, આ કાર્સ જૂલાઇમાં ખરીદવા પર તમને બમ્પર ડિસ્કાઉન્ટ મળી શકે છે. 

Hyundai Grand i10:
હેચબેક સેગમેન્ટની આ કાર પર હ્યુંડાઈ એક લાખ રૂપિયા સુધીના બેનેફિટ ઓફર આપી રહી છે. તેમાં કેશ બેનેફિટ અને એક્સચેન્જ બોનસ શામેલ છે. હકીકતમાં મારુતિ સુઝુકિ સ્વિફ્ટનું નવું મોડલ આવ્યા બાદ આ કારનું વેચાણ ઘણું ઘટી ગયું છે. આથી કંપનીએ ખાસ ઓફર શરૂ કરી છે.

Maruti Suzuki Ciaz:
મારુતિ સુઝુકીની આ મિડ સાઈઝ સિડાનના ડીઝલ મોડલ ખરીદવા પર તમને 75000 રૂપિયાની બચત થશે.

Honda Jazz:
Hondaની આ પ્રીમિયમ હેચબેક પર તમને 60,000 રૂપિયાની બચત થઈ શકે છે. Maruti સુઝુકી બલેનો અને Hyundai ઈલાઈટ i20ની હેચબેક કારના મુકાબલે આ કારનું વેચાણ કઈ ખાસ નથી થઈ રહ્યું.

મહિન્દ્રા XUV500:
મહિન્દ્રા XUV500 ઘરેલુ માર્કેટમાં ખુબ જ પસંદ કરાઈ રહી છે. 20 લાખ રૂપિયાથી ઓછી કિંમતવાળી પ્રીમિયમ SUVની લિસ્ટમાં સિલેક્ટેડ કાર્સ છે અને તેમાંથી આ એક છે. આ 7 સીટર SUVમાં સનરૂફ, ઓટોમેટિક ગિયરબોક્સ અને ઓલ વ્હીલ ડ્રાઈવ સિસ્ટમ આપવામાં આવે છે. XUV500નો નવો લૂક આવી ચૂક્યો છે, પરંતુ હજુ કેટલાક જૂના મોડલ બાકી રહ્યા છે. આ જૂની જનરેશનના મોડલ્સને તમે 1.5 લાખ રૂપિયા ડિસ્કાઉન્ટ પર ખરીદી શકો છો.

Maruti Suzuki Wagon R:
Maruti પોતાની આ ટોલ બોય ડિઝાઈનવાળી હેચબેકની ખરીદી પર 40,000 રૂપિયા સુધી બચત કરાવી રહી છે. ઘણા ડિલર્સ આ ઓફર આપી રહ્યા છે. જોકે આ ઓફર સ્ટોક સીમિત રહેવા સુધી જ છે.

Honda CRV:
Hondaની આ પ્રીમિયમ SUVની ખરીદી પર તમને 1.50 લાખ રૂપિયા સુધીની બચત થઈ શકે છે. તેમાં કેશ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ અમાઉન્ટ, ઈન્સ્યોરન્સ વગેરે શામેલ છે.Recent Story

Popular Story