બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / Never make this mistake while charging electric vehicles

ટિપ્સ / ઇલેક્ટ્રિક વ્હીકલ્સને ચાર્જ કરતી વેળાએ ક્યારેય આવી ભૂલ ન કરતા, નહીં તો આવશે મોટું નુકસાન વેઠવાનો વારો

Malay

Last Updated: 04:05 PM, 7 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈલેક્ટ્રિક વાહનોની સંખ્યામાં સતત વધારો થવાને કારણે લોકોનો ઇલેક્ટ્રિક વાહનો પ્રત્યેનો અભિગમ પણ બદલાઈ રહ્યો છે. કોઈપણ ઇલેક્ટ્રિક વાહન હોય તેને ચાર્જ કરવાની જરૂર પડશે. ઘણી વખત લોકો ચાર્જિંગને લગતી ભૂલો કરે છે, જેના કારણે બેટરી ઝડપથી ખરાબ થઈ જાય છે.

 

  • ઇલેક્ટ્રિક વાહનને ક્યારેય સંપૂર્ણ રીતે ડિસ્ચાર્જ ન થવા દો
  • ઇલેક્ટ્રિક વાહનની બેટરીને વારંવાર ચાર્જ કરવાની ભૂલ ન કરો
  • બેટરીને 100 ટકા ચાર્જ કરવાથી બચો


છેલ્લા કેટલાક વર્ષોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જે રીતે વધારો થયો છે. જેની સીધી અસર સામાન્ય માણસ પર પડી છે. આ જ કારણે સમગ્ર વિશ્વમાં ઈલેક્ટ્રિક વાહનોની ભારે માંગ જોવા મળી રહી છે. પેટ્રોલ અને ડીઝલ કરતા ઈલેક્ટ્રિક વાહનો ઘણા સસ્તા છે. તેનો સૌથી મોટો ફાયદો એ છે કે ઇલેક્ટ્રિક વાહનોથી થતું પ્રદૂષણ પણ નહિવત છે. તમામ ઓટોમેકર કંપનીઓએ સ્થાનિક બજારમાં તેમના ઈલેક્ટ્રિક વાહનો લૉન્ચ કરી ચૂકી છે.   અને આવનારા સમયમાં ઘણા વધુ ઇલેક્ટ્રિક વાહનો લૉન્ચ થશે.

સતત ઈલેક્ટ્રિક વાહનોની સંખ્યામાં સતત વધારો થવાને કારણે લોકોનો ઇલેક્ટ્રિક વાહનો પ્રત્યેનો અભિગમ પણ બદલાઈ રહ્યો છે. કોઈપણ ઇલેક્ટ્રિક વાહન હોય તેને ચાર્જ કરવાની જરૂર પડશે. ઘણી વખત લોકો ચાર્જિંગને લગતી ભૂલો કરે છે, જેના કારણે બેટરી ઝડપથી ખરાબ થઈ જાય છે અને આગ લાગવાનું જોખમ પણ વધી જાય છે. આજે આ લેખમાં   અમે તમને કેટલીક મહત્વપૂર્ણ બાબતો જણાવવા જઈ રહ્યા છીએ જેને ધ્યાનમાં રાખીને તમે તમારા ઇલેક્ટ્રિક વાહનને સુરક્ષિત રાખી શકો છો.

સંપૂર્ણરીતે બેટરી ડિસ્ચાર્જ ન થાય તેનું ધ્યાન રાખો
એ વાતનું ધ્યાન રાખો કે તમારા ઇલેક્ટ્રિક વાહનને ક્યારેય સંપૂર્ણ રીતે ડિસ્ચાર્જ ન થવા દો. જ્યારે બેટરી 20% હોય ત્યારે તેને ચાર્જ કરો અને જ્યાં સુધી તે 80% સુધી ન પહોંચે ત્યાં સુધી તેને ચાર્જ કરવાનું ચાલુ રાખો. બેટરી સંપૂર્ણપણે ડિસ્ચાર્જ થયા પછી ચાર્જ થવાથી તેના પર ખરાબ અસર પડે છે.

વારંવાર ચાર્જ ન કરો
મોટાભાગના લોકો તેમના ઇલેક્ટ્રિક વાહનની બેટરીને વારંવાર ચાર્જ કરવાની ભૂલ કરે છે. તમને જણાવી દઈએ કે આમ કરવાથી બેટરીની લાઈફ ઘટી જાય છે. તેથી ધ્યાનમાં રાખો કે બેટરી ઓછામાં ઓછી ચાર્જ કરો. જરૂર પડે ત્યારે જ ચાર્જ કરો, આનાથી બેટરી લાંબા સમય સુધી ચાલશે.

ચલાવ્યા પછી તાત્કાલિક ચાર્જ કરશો નહીં
રાઈડિંગ કર્યા બાદ તમારા ઇલેક્ટ્રિક વાહનને ચાર્જિંગ પર ન મૂકો. કારણ કે મોટરને પાવર સપ્લાય કરતી વખતે લિથિયમ-આયન બેટરી ખૂબ જ ગરમ થાય છે. જેની સીધી અસર બેટરી લાઈફ   પર પડે છે. આ સાથે વાહનની થર્મલ સમસ્યા પણ વધી જાય છે. ધ્યાનમાં રાખો કે રાઈડિંગ કર્યા પછી ઓછામાં ઓછા 30 મિનિટ સુધી ઠંડુ થયા પછી જ તેને ચાર્જ કરો.

ઓવરચાર્જ કરવાથી બચો 
ઈલેક્ટ્રેક વાહનોને   વધારે ચાર્જ કરવાથી તેની બેટરી ઝડપથી ખરાબ થઈ જાય છે. ઘણા લોકો 100 ટકા ચાર્જ કરે છે પરંતુ તેનાથી બચવું જોઈએ. કારણ કે આમ કરવાથી બેટરીની લાઈફ ઘટી જાય છે. મોટા ભાગના ઈલેક્ટ્રિક વાહનોમાં જોવા મળતી લિથિયમ-આયન બેટરીઓ ઓછામાં ઓછી 30 અને મહત્તમ 80 ટકા ચાર્જ રેન્જ ધરાવે છે. તેથી ધ્યાનમાં રાખો કે તમારા વાહનને ફક્ત 80 ટકા સુધી ચાર્જ કરો.
 

સંકળાયેલા મુદ્દાઓ

Important news Never make this mistake electric vehicles ઇલેક્ટ્રીક વ્હીકલ્સ tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ