બ્રેકિંગ ન્યુઝ
Vaidehi
Last Updated: 11:04 AM, 19 March 2023
ADVERTISEMENT
રાજસ્થાનનાં નાગોરમાં ત્રણ મામાઓએ પોતાની ભાણેજીનાં મામેરામાં કરોડો રૂપિયા ખર્ચ કર્યાં હતાં. અનોખી વાત તો એ છે કે હનુમાનગઢ જિલ્લાનાં નેથરાણા ગામમાં મીરાનો ભાઈ ન હોવાને કારણે સમગ્ર ગામ તેનો ભાઈ બન્યો અને પછી 2 ભાણેજીઓનું મામેરું ભર્યું. ગામ તરફથી દીકરીઓનાં મામેરામાં આશરે 10 લાખ રૂપિયા આપવામાં આવ્યાં.
લગ્ન બાદ મીરાનાં પિતા,પતિ, ભાઈનું થયું હતું મૃત્યુએ
જિલ્લાનાં નેથરાણામાં રહેનારી મીરાનાં લગ્ન હરિયાણાનાં ફતેહબાદ જિલ્લામાં રહેતા વ્યક્તિ સાથે થયાં હતાં. લગ્ન બાદ મીરાની 2 દીકરીઓ અને 1 પુત્ર થયો. પરંતુ થોડા વર્ષો બાદ નેઠરાણામાં રહેતી મીરાનાં પિતા જોરારામ બેનીવાલા અને ભાઈ સંતલાલનું મોત થઈ ગયું. ત્યારબાદ મીરાનાં પતિ મહાવીર માચારાનું પણ મોત થયું હતું. તેવામાં તે પોતાના સંતાનો સાથે એકલી થઈ ગઈ.
ADVERTISEMENT
આખું ગામ મામેરું ભરવા પહોંચ્યું
2 દીકરીઓ સોનૂ અને મીનોનાં લગ્ન નક્કી થયાં બાદ જ્યારે મીરા પોતાના પિયર જઈને મામેરું નિભાવવાની રસમ કરવાની આવી ત્યારે કોઈ જીવંત ન હોતા તે ઘરને તિલક લગાવી પાછી આવી ગઈ. મીરાનાં માવતરમાં કોઈ જીવિત નથી તેથી તેને એવું હતું કે તેની દીકરીઓનાં લગ્નમાં માવતરથી કોઈ નહીં આવે. પરંતુ જ્યારે ગામવાળાને મીરાનાં આ દુ:ખ વિશે માહિતી મળી તો સમગ્ર ગામ મામેરું ભરવા પહોંચ્યું.સમગ્ર ગામની મહિલાઓ, પુરુષો અને બાળકો ઢોલ નગાડાની સાથે મીરાનાં ઘરમાં મામેરું ભરવાની રસમ પૂરી કરવા પહોંચી ગયાં. માવતરમાંથી આવેલા લોકોને જોઈને મીરા હર્ષનાં અશ્રુએ રડી. આ લોકોએ એ તમામ રસમો નિભાવી છે મામા કરે છે.
આશરે 500 લોકો ઢોલ નગાડા સાથે પહોંચ્યાં
પિયરથી કોઈની આવવાની આશા નહોતી પરંતુ ગામવાળાઓના આ પ્રેમને જોઈને મીરા રડી પડી હતી. આ મામેરામાં મીરાને 7 લાખ રૂપિયા રોકડ, 3 લાખનાં ઘરેણાં અને લાખો રૂપિયાનાં કપડાં ભેટમાં મળ્યાં. સાથે જ લગ્નનો ખર્ચ ઊઠાવવાની પણ વાત કરવામાં આવી. ગ્રામીણોનું કહેવું છે કે નરસીનું મામેરું શ્રી કૃષ્ણએ ભર્યું હતું તેમ હવે મીરાનાં મામેરાની ચર્ચા દેશ-વિદેશમાં થશે.
My village Nethrana❤️ https://t.co/UrPXfdFTfR pic.twitter.com/mmcvd5OoUO
— 🇮🇳Sonu Niraniya (@skniraniya97) March 16, 2023
સ્વાગત કરવામાં 5 કલાકનો સમય લાગ્યો
તમામ લોકોને તિલક કરી સ્વાગત કરવામાં આશરે 5 કલાકનો સમય લાગી ગયો હતો. ગાડીઓના સમૂહને જોઈને એ ગામના લોકો પણ સ્તબ્ધ થઈ ગયાં હતાં. મામેરું ભરવા પહોંચેલા લોકોએ કહ્યું કે માત્ર આપણાં ગામની દીકરીની નહીં પરંતુ મહારાજ શ્રી 1008 નિકૂદાસન શિષ્ય લાલ મહારાજની બેનનું મામેરું છે. (મીરાનાં ભાઈ સંતલાલે દીક્ષા લીધી હતી.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.