બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / આરોગ્ય / nepal bans import of medicines from 16 indian companies for failing to comply who standards

હેલ્થ / ભારતની 16 દવાઓ ટેસ્ટમાં ફેલ થઈ જતા અહીં મૂકી દેવાયો તાબડતોબ પ્રતિબંધ, આ રહ્યું લિસ્ટ

Vaidehi

Last Updated: 08:06 PM, 20 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેપાલે 16 ભારતીય દવા કંપનીની સામે કડક પગલાંઓ ભર્યાં છે. નેપાલનાં ડ્રગ એડમિનિસ્ટ્રેશન વિભાગે ભારતની 16 દવા કંપનીઓથી દવાઓ આયાત કરવા પર પ્રતિબંધ મુક્યો છે. આ કંપનીઓ WHOની ગાઇડલાઇનનું પાલન કરવામાં નિષ્ફળ રહી છે.

  • નેપાલે 16 ભારતીય દવા કંપનીઓને કરી બેન
  • ડ્રગ એડમિનિસ્ટ્રેશન વિભાગે લીધાં કડક પગલાં
  • WHOનાં નિયમોનું પાલન નથી કરતી આ કંપનીઓ

નેપાલે 16 ભારતીય કંપનીઓથી દવાઓનાં આયાત પર પ્રતિબંધ લગાવેલ છે. આફ્રિકી દેશોમાં ઉધરસની સીરપથી થયેલ બાળકોની મોત બાદ WHOએ તેના સંબંધિત દવાઓને લઇને ચેતવણી આપી હતી. WHOનાં એલર્ટ બાદ નેપાલે 16 ભારતીય કંપનીઓથી દવાઓનાં ઇમ્પોર્ટ પર બેન લગાવેલ છે.

પતંજલીની દિવ્ય ફાર્મસી પર પણ બેન
નેપાલ દવા નિયામક સત્તા દ્વારા જાહેર કરવામાં આવેલ લિસ્ટમાં ભારતની ઘણી દવાની કંપનીઓ શામેલ છે. નેપાલનાં ડ્રગ એડમિનિસ્ટ્રેશન વિભાગની લિસ્ટમાં દિવ્ય ફાર્મસી સહિત 16 ભારતીય દવા કંપનીઓ શામેલ છે. દિવ્ય ફાર્મસી યોગ ગુરૂ રામદેવની પતંજલી પ્રોડક્ટની મેન્યુફેક્ચરિંગ કરે છે.

બેનની લિસ્ટમાં આ કંપનીઓ
નેપાલ દ્વારા જાહેર કરવામાં આવેલ પ્રતિબંધિત ભારતીય દવા કંપનીઓની લિસ્ટમાં રેડિયંટ પેરેન્ટેરલ્સ લિમિટેડ, મરકરી લેબોરેટીઝ લિમિટેડ, એલાયન્સ બાયોટેક, કેપટેબ બાયોટેક, એગ્લોમેડ લિમિટેડ, જી લેબોરેટરીઝ લિમિટેડ, ડેફોડિલ્સ ફાર્માસ્યુટિક્લસ લિમિટેડ, જીએલએસ ફાર્મા લિમિટેડ, યૂનિજૂલ્સ લાઇફ સાયન્સ લિમિટેડ, કોન્સેપ્ટ ફાર્માસ્યુટિકલ્સ પ્રાઇવેટ શામેલ છે. આ સિવાય આનંદ લાઇફ સાઇંસેજ લિમિટેડ, આઇપીસીએ લેબોરેટરીઝ લિમિટેડ, કૈડિલા હેલ્થકેર લિમિટેડ, ડાયલ ફાર્માસ્યુટિકલ અને મૈકુર લેબોરેટીઝ લિમિટેડ જેવી મોટી કંપનીઓ પણ બેન લિસ્ટમાં શામેલ છે. 

શા માટે કરવામાં આવ્યો પ્રતિબંધ
વિભાગનાં પ્રવક્તા સંતોષ કેસીએ કહ્યું કે દવા કંપનીઓની મેન્યુફેક્ચરિંગ સુવિધાઓનાં નિરિક્ષણ બાદ જેમણે પોતાના પ્રોડક્ટને અમારા દેશમાં નિકાસ કરવા માટે આવેદન કર્યું હતું અમે તે કંપનીઓની લિસ્ટ જાહેર કરી છે કે જેમણે WHOનાં નિયમોનું પાલન નથી કર્યું.

તપાસ બાદ ફેઇલ થઇ કંપનીઓ
એપ્રિલ અને જૂલાઇમાં વિભાગે દવા નિરીક્ષકોની એક ટીમને એ દવા કંપનીઓની મેન્યુફેક્ચરિંગ યૂનિટની તપાસ કરવા માટે મોકલ્યું હતું જેમણે નેપાલને પોતાની પ્રોડક્ટની આપૂર્તિ કરવા માટે આવેદન કર્યું હતું. કેટલીક કંપનીઓનાં પ્રોડક્ટ રેગ્યુલેટરી આવશ્યકતાઓનું પાલન નથી કરતાં અને કેટલીક કંપનીઓ સારી મેન્યુફેક્ચરિંગ પ્રોસેસનું પાલન નથી કરતાં. તેમાંથી કેટલીક કંપનીઓનાા ઉત્પાદકોનાં ઉપયોગ ક્રિટિકલ કેયર, ડેન્ટલ કાર્ટિજ અને ટીકામાં કરવામાં આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ