બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / Neighbors called the police during Ranbir Alia s wedding know why

ફરિયાદ / રણબીર-આલિયાના લગ્ન દરમિયાન પડોશીઓએ પોલીસ બોલાવી, જુઓ કેમ બગડ્યો મામલો

Arohi

Last Updated: 11:38 AM, 15 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રણબીરના ઘરની બહાર મીડિયાના કારણે પરેશાન થયેલા પડોસિઓએ કહ્યું કે રણબીરના ઘરની બહાર 200થી વધારે મીડિયાકર્મી હતા જે દરેક ગાડીઓ પર તૂટી પડતા હતા તેને લઈને તેમણે પાલી હિલ રેજીડેન્ટ્સ એસોસિએશનને ફરિયાદ કરી હતી.

  • રણબીરના લગ્ન પર પડોશીઓએ બોલાવી પોલીસ 
  • આ કારણે હેરાન થયા પડોશીઓ 
  • રણબીરના ઘરની બહાર 200થી વધારે મીડિયાકર્મી 

રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નના કારણે મુંબઈના પાલી હિલના રહેવાસીઓ માટે છેલ્લા થોડા દિવસો મુશ્કેલીઓથી ભરેલા રહ્યા. તેને લઈને તેમણે પાલી હિલ રેઝીડેન્ટ્સ એસોસિએશનને ફરિયાદ મોકલી. ઓસોસિએશને પણ પોતાની તરફથી કાર્યવાહી કરતા મામલામાં પોલીસને હસ્તક્ષેપ કરવા માટે કહ્યું. 

મીડિયાકર્મી દરેક ગાડી પર તૂટી પડતા
હીકકતે પડોશીઓએ કહ્યું કે રણબીર અને આલિયાના લગ્નને લઈને આ વિસ્તારમાં મીડિયા ભેગી થવાથી  ઘણી સમસ્યાઓ ઊભી થઈ. પાડોશીઓએ કહ્યું કે જ્યારે પણ કોઈ સેલિબ્રિટી રણબીરના વાસ્તુ નિવાસના પ્રવેશદ્વાર પર પહોંચે ત્યારે મીડિયાકર્મીઓ તેની પર તૂટી પડતા હતા. સેલિબ્રિટી અને પડોશીઓ બધા પર મીડિયા દરેકની પ્રતિક્રિયા લેવા માટે તૂટી પડતા હતા. 

ઘણા ફોટોગ્રાફરને ઈજા પણ પહોંચી 
પડોશીઓએ કહ્યું કે કેટલાક ફોટોગ્રાફરોએ આ પ્રક્રિયામાં પોતાને ઇજા પણ પહોંચાડી છે કારણ કે પાલી હિલ એક ઢાળ વાળો વિસ્તાર છે અને તેની સાથે જોડાયેલ લેનમાં ખૂબ વળાંક છે. મીડિયાના વર્તનને જોઈને રણબીરની બિલ્ડિંગના રહેવાસીઓએ વાસ્તુની લોબીમાં મીટિંગ કરી હતી.

200થી વધારે મીડિયાકર્મીઓ હતા
વેડિંગ પ્લાનરના એક સભ્ય જે તે સમયે વાસ્તુમાં હાજર હતા તેમને પણ મીટિંગમાં હાજરી આપવા માટે બોલાવવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવ્યું હતું કે રણબીરના ઘર વાસ્તુની બહાર 200 થી વધુ મીડિયાકર્મીઓ હાજર હતા અને વિસ્તારની દરેક લાઈન પર કેમેરા ગોઠવવામાં આવ્યા હતા. જ્યારે પણ કોઈ વાહન લગ્ન સ્થળે પહોંચતું ત્યારે તેઓ બહાર આવીને કાર પર તૂટી પડતા હતા. 

પોલીસે આપી હતી મીડિયાને ચેતાવણી 
એસોસિએશને આ સંદર્ભે એક સીનિયર ઈન્સ્પેક્ટરને બોલાવ્યા અને તેમની ફરિયાદ કરી. આ પછી, પોલીસે પત્રકારોને ચેતવણી આપી હતી કે તેઓ રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નમાં આવનાર મહેમાનોની તસવીરો લેવા માટે કારને બ્લોક ન કરે. ફોટોગ્રાફર્સને કહેવામાં આવ્યું હતું કે સ્ટાર્સ ફોટો પડાવવા માંગે છે તેઓ રાહ જુએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ