બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / ndps court ncb director sameer wankhede transferred mumbai to chennai

બદલી / ક્રૂઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાનને ક્લીન ચિટ મળ્યા બાદ સમીર વાનખેડેની NCBમાંથી વિદાઈ, DGTSમાં ચેન્નઈ મોકલી દેવાયા

Published By: Hiren

Last Updated: 11:58 PM, 30 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્રૂઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાનને ક્લીન ચિટ મળ્યા બાદ સમીર વાનખેડેનું મુંબઈ NCBમાંથી ચેન્નઈ DGTSમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું છે.

  • આર્યન ખાન કેસની તપાસમાં ફસાયેલા સમીર વાનખેડેની બદલી
  • NCBમાંથી વિદાઈ, DGTS ચેન્નઈ મોકલી દેવાયા
  • ડ્રગ્સ કેસમાં આર્યન ખાનને મળી છે ક્લીન ચિટ

ફિલ્મ એક્ટર શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનથી જોડાયેલા ડ્રગ્સ કેસની તપાસમાં ફસાયેલા સમીર વાનખેડેની NCB માંથી વિદાઈ થઈ ગઈ છે. એનસીબીના જોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેને હવે ચેન્નઈ ડીજી ટેક્સપેયર સર્વિસ ડાયરેક્ટરેટ મોકલી દેવાયા છે.

IRS અધિકારી સમીર વાનખેડે એનસીબી મુંબઈના જોનલ ડાયરેક્ટર રહી ચૂક્યા હતા. તેઓ ડાયરેક્ટરેટ ઑફ રેવેન્યૂ ઇન્ટેલિજન્સમાં તૈનાત છે. સમીર વાનખેડેને હવે ચેન્નઈ ડીજીટીએસ મોકલી દેવાયા છે. સમીર વાનખેડેની બદલીને આર્યન ખાન ડ્રગ્સ કેસમાં થયેલા વિવાદ બાદ કાર્યવાહી તરીકે જોવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, એનસીબીએ આર્યન ખાનથી જોડાયેલા ક્રૂઝ ડ્રગ્સ કેસમાં ગત અઠવાડિયે ચાર્જશીટ દાખલ કરી હતી. એનસીબી તરફથી કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાન સાથે 3 અન્ય આરોપીઓના નામ નહોતા. પૂરાવાના અભાવમાં એનસીબી તરફથી તેના વિરૂદ્ધ કોઈ આરોપ લગાવવામાં આવ્યો ન હતો.

ત્યારબાદ સમીર વાનખેડેની ટીકા થઇ રહી હતી. સમીર વાનખેડેએ જ આ મામલે તપાસ કરી હતી. સમીર વાનખેડે પર ચોતરફી હુમલા થઇ રહ્યા છે. આ હાઈપ્રોફાઇલ કેસની તપાસ પર પણ સવાલ ઉઠવા લાગ્યા હતા. એનસીબીના ડીજીએ આ મામલે નિવેદન આપવું પડ્યું હતું.

એનસીબીના ડીજીએ કહ્યું હતું કે, તપાસમાં ચૂક અને પ્રક્રિયા પાલન ન કરનારા અધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. હવે એનસીબીના જોનલ ડાયરેક્ટર રહેલા અને કેસની તપાસ કરનારા સમીર વાનખેડેની એનસીબીમાંથી વિદાઈ થઇ ગઈ છે. સમીર વાનખેડેની બદલીને આર્યન ખાન કેસની તપાસમાં ચૂક અને પ્રકિયા પાલન કરવાને લઇને એક્શન તરીકે જોવામાં આવી રહી છે.

શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં મળી હતી ક્લિન ચીટ

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ મુંબઈના હાઈ-પ્રોફાઈલ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને 'ક્લીન ચિટ' આપી હતી. ગત વર્ષે મુંબઈમાં ક્રૂઝ પર દરોડા દરમિયાન અન્ય કેટલાક લોકો સાથે શાહરુખના પુત્ર આર્યન ખાનની પણ ધરપકડ કરવામાં આવી હતી અને તેની પાસેથી પણ ડ્રગ્સ મળી આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ ડ્રગ્સ કાંડમાં આર્યનને જેલ પણ થઈ હતી જોકે બાદમાં કોર્ટે તેને જામીન પણ આપ્યા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

NCB Sameer Wankhede એનસીબી ડ્રગ્સ કેસ બદલી સમીર વાનખેડે sameer wankhede

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ