બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / Nawazuddin Siddiqui filed 100 crore defamation case against brother and ex-wife, make serious allegations

મનોરંજન / નવાઝુદ્દીને ભાઈ અને પૂર્વ પત્ની વિરુદ્ધ દાખલ કર્યો 100 કરોડનો માનહાનિનો કેસ, લગાવ્યા ગંભીર આરોપો

Megha

Last Updated: 04:21 PM, 26 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવાઝુદ્દીન સિદ્દીકીએ ભાઈ અને એક્સ વાઈફના આરોપોથી કંટાળીને આખરે તેમની સામે માનહાનિનો કેસ દાખલ કરી 100 કરોડ રૂપિયાના વળતરની માંગણી કરી

  • નવાઝુદ્દીને ભાઈ અને એક્સ વાઈફ માનહાનિનો કેસ દાખલ કર્યો
  • 100 કરોડ રૂપિયાના વળતરની માંગણી કરી
  • કહ્યું ભાઈએ તેની પૂર્વ પત્નીને ઉશ્કેરવાનું શરૂ કર્યું
  • પત્ની અંજના તેની સાથે લગ્ન કરતા પહેલા પરિણીત હતી

બોલિવૂડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીએ ભાઈ અને એક્સ વાઈફના આરોપોથી કંટાળીને આખરે તેમની સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે. જણાવી દઈએ કે નવાઝુદ્દીને ભાઈ શમસુદ્દીન અને એક્સ વાઈફ અંજના પાંડે પાસેથી 100 કરોડ રૂપિયાના વળતરની માંગણી કરી છે. 

નવાઝુદ્દીન એ માનહાનિનો કેસ દાખલ કર્યો
નોંધનીય છે કે નવાઝુદ્દીનના વકીલ સુનીલ કુમારે જસ્ટિસ રિયાઝ છાગલાની બેંચ સમક્ષ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો અનેએ આ મામલે 30 માર્ચે સુનાવણી થવાની છે. આ સાથે જ નવાઝુદ્દીને અરજીમાં કહ્યું છે કે તેના ભાઈ અને એક્સ વાઈફ પર કાયમી રોક લગાવવી જોઈએ જેથી કરીને તેઓ આ પ્રકારના કોઈ નિવેદન ન આપે જેનાથી તેમની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચે સાથે જ આ સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવા કોઈ કન્ટેન્ટ શેર કરવાનું બંધ કરવાની પણ માંગ કરવામાં આવી છે. 

ભાઈ શમસુદ્દીને કહ્યું કે તે બેરોજગાર છે
અરજીમાં કહેવામાં આવ્યું છે કે 'તેમના પર લાગેલા તમામ આરોપો પાછા ખેંચવામાં આવે અને તેમને બદનામ કરવા બદલ બંનેએ લેખિતમાં માફી પણ માંગવી જોઈએ. આગળ કહેવામાં આવ્યું છે કે 2008માં જ્યારે તેના ભાઈ શમસુદ્દીને કહ્યું કે તે બેરોજગાર છે. નવાઝુદ્દીને તેમને પોતાના મેનેજર તરીકે નિયુક્ત કર્યા. નવાઝુદ્દીને ઈન્કમ ટેક્સ રિટર્ન, ઓડિટિંગ, GST ફાઈલિંગ જેવા તમામ કામ શમસુદ્દીન પર છોડી દીધા અને પોતે ફિલ્મો પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. તેણે તેનું ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, એટીએમ, સહી કરેલી ચેકબુક, બેંક પાસવર્ડ, ઈમેલ એડ્રેસ તેના ભાઈને સોંપી દીધું હતું.'

ભાઈએ તેની પૂર્વ પત્નીને ઉશ્કેરવાનું શરૂ કર્યું
નવાઝુદ્દીને આરોપ લગાવ્યો કે આ દરમિયાન તેના ભાઈએ બેઇમાની શરૂ કરી અને પૈસાની હેરાફેરી શરૂ કરી દીધી હતી. ફિલ્મોમાં વ્યસ્ત હોવાને કારણે તેમની પાસે પોતાના ટ્રાન્જેકશનને લઈને બેંક સાથે વાતચીત કરવાનો સમય નહોતો. નવાઝુદ્દીનનું કહેવું છે કે એકવાર તેના ભાઈએ કહ્યું કે તે નવાઝના નામે પ્રોપર્ટી ખરીદી રહ્યો છે, જ્યારે હકીકતમાં આ પ્રોપર્ટી સંયુક્ત રીતે ખરીદી હતી. આ પ્રોપર્ટીમાં યારી રોડ પરનો ફ્લેટ, સેમી કોમર્શિયલ પ્રોપર્ટી, બુઢાના શાહપુરનું ફાર્મહાઉસ અને દુબઈમાં એક પ્રોપર્ટીનો સમાવેશ થાય છે.

પત્ની અંજના તેની સાથે લગ્ન કરતા પહેલા પરિણીત હતી
નવાઝુદ્દીને કહ્યું કે જ્યારે તેને ભાઈ શમસુદ્દીનને આ વિશે પૂછ્યું તો ભાઈએ તેની પૂર્વ પત્નીને ઉશ્કેરવાનું શરૂ કર્યું. અરજીમાં કહેવામાં આવ્યું છે કે શમસુદ્દીને અંજનાને નવાઝ પર ખોટા અને અત્યંત અભદ્ર આરોપો લગાવવા માટે ઉશ્કેર્યા હતા. નવાઝુદ્દીન સિદ્દીકીએ અરજીમાં જણાવ્યું હતું કે અંજના તેની સાથે લગ્ન કરતા પહેલા પરિણીત હતી પણ તેને પોતાને અપરિણીત જણાવીને મને છેતરી રાખ્યો હતો પણ જ્યારે મને સત્ય ખબર પડી ત્યારે હું ચોંકી ગયો. નવાઝુદ્દીને તેના ભાઈ અને પૂર્વ પત્ની પર 21 કરોડ રૂપિયાની ઉચાપતનો આરોપ લગાવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ