nawab malik shared picture of sameer wankhede marriage as muslim nikah saying sameer dawood wankhede kubul hai? what have you done
Mumbai Cruise Drugs Case /
સમીર દાઉદ વાનખેડે! યે તુને કયા કીયા? નવાબ મલિકે કર્યો વધુ એક ધડાકો, દીકરી પણ ઉતરી મેદાનમાં
Team VTV08:48 AM, 22 Nov 21
| Updated: 11:54 AM, 22 Nov 21
NCP નેતા નવાબ મલિકે વધુ એક ધડાકો કર્યો છે. જેમાં તેમણે સમીર વાનખેડેના લગ્નને લઈને એવો ફોટો શેર કર્યો હતો કે જેનથી કેસનો રૂખ પલટાઈ જશે.
NCP નેતા નવાબ મલિકે વધુ એક ધડાકો કર્યો
સમીર વાનખેડેના લગ્નનો ફોટો શેર કર્યો
બોમ્બે હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે
નવાબ મલિકે વધુ એક ધડાકો કર્યો
માનહાનિ કેસમાં બોમ્બે હાઈકોર્ટના ચુકાદા પહેલા NCP નેતા નવાબ મલિકે વધુ એક ધડાકો કર્યો છે. તેણે NCB અધિકારી સમીર વાનખેડે પર લાગેલા આરોપોને વધુ સમર્થન આપવા માટે ટ્વિટર પર વાનખેડેના લગ્નનો ફોટો શેર કર્યો છે. (જો કે VTV પોતે આ ફોટોની કોઈ પુષ્ટિ કરતું નથી.)
નવાબ મલિકનો દાવો છે કે આ ફોટો NCB ઓફિસર સમીર વાનખેડેના લગ્નનો છે. વાસ્તવમાં, થોડા દિવસો પહેલા જ મલિકે સમીર વાનખેડે પર મુસ્લિમ હોવાનો આરોપ લગાવ્યો હતો, તેણે કહ્યું હતું કે સમીર વાનખેડે જન્મથી મુસ્લિમ છે, તેનું પૂરું નામ સમીર દાઉદ વાનખેડે છે, પરંતુ તેણે ખોટી રીતે પોતાનો ધર્મ છુપાવીને અનામતનો લાભ લીધો હતો. અને તેને આ રીતે જ નોકરી મળી હતી.
ફોટો શેર કરતા નવાબ મલિકે ટ્વિટર પર લખ્યું હતું કે- કબૂલ હૈ, કબૂલ હૈ, કબૂલ હૈ! યે તુને કયા કિયા, સમીર વાનખેડે!
પુત્રી પણ કૂદી પડી
નવાબ મલિક બાદ તેમની પુત્રી નિલોફર મલિક ખાને પણ આ યુદ્ધમાં ઝંપલાવ્યું છે. એક દિવસ પહેલા તેણે સમીર વાનખેડેનું લગ્ન કાર્ડ અને લગ્નનું પ્રમાણપત્ર શેર કર્યું હતું. તેણે દાવો કર્યો હતો કે આ બંને દસ્તાવેજો સમીર વાનખેડે સાથે સંબંધિત છે. વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકર દ્વારા નવાબ મલિક પર હુમલા બાદ તેણે આ ખુલાસો કર્યો હતો.
બોમ્બે હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે
નવાબ મલિક વિરુદ્ધ બદનક્ષીનો કેસ બોમ્બે હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. આ મામલે બેથી ત્રણ વખત સુનાવણી થઈ ચૂકી છે. વાસ્તવમાં નવાબ મલિક દ્વારા સમીર વાનખેડે પર લગાવવામાં આવેલા આરોપો બાદ વાનખેડેના પિતા જ્ઞાનદેવ વાનખેડેએ બોમ્બે હાઈકોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ મામલે તેમણે અગાઉ પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતું કે હું જન્મથી હિંદુ છું અને દલિત પરિવારમાં જન્મ્યો છું તો મારો પુત્ર મુસ્લિમ કેવી રીતે બની શકે.