ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / navya naveli talks about periods in front of amitabh bachchan

પ્રગતિ / નાના અમિતાભ બચ્ચન સામે નવ્યા નવેલીએ કરી પીરિયડ્સ પર વાત, કહ્યું - હવે જમાનો બદલાઈ રહ્યો છે

Published By: Jaydeep Shah

Last Updated: 04:33 PM, 4 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક ઇવેન્ટમાં નાના અમિતાભ બચ્ચન સામે પીરિયડ્સ પર વાત કરતા નવ્યા નવેલીએ કહ્યું કે જમાનો બદલાઈ રહ્યો છે.

ADVERTISEMENT

  • નાના અમિતાભ સામે જ નવ્યા નવેલીએ કરી  પીરિયડ્સ પર વાત 
  • ઇવેન્ટમાં મહિલાઓની હેલ્થને લઈને નવ્યાએ રજૂ કર્યા પોતાના વિચાર 
  • સોસાયટી પ્રગતિ કરી રહી છે : નવ્યા નવેલી 

નાના અમિતાભ સામે જ નવ્યા નવેલીએ કરી  પીરિયડ્સ પર વાત 

અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી પોતાના વિચારોને કોઈપણ ડર વગર સામે રાખે છે. નવ્યા એન્ટરપ્રન્યોર છે. નવ્યા હાલમાં જ એક ઇવેન્ટમાં પહોંચી હતી, જ્યાં તેના નાના અમિતાભ બચ્ચન પણ હાજર હતા. અહીં નવ્યાએ મહિલાઓની હેલ્થ પર વાત કરી. તેણે સેકસ્યુઅલ અને પ્રજનન સ્વાસ્થ્ય પર કોઇપણ ખચકાટ વગર પોતાના વિચારો રજૂ કર્યા. 

 પીરિયડ્સ પર શું બોલી નવ્યા?
નવ્યાએ કહ્યું કે દેશની મહિલાઓને હેલ્થ અને સેનેટાઈઝેશન સાથે જોડાયેલી પ્રોપર વસ્તુઓનો એક્સેસ મળવામાં હજુ સમય છે. લાંબો રસ્તો કાપવો પડશે. પરંતુ આજે જો તેઓ પોતાના નાનાની સામે આ વસ્તુઓ વિષે વાત કરી રહી છે, તો આ પ્રોગ્રેસની મોટી સાઈન છે. પહેલું પગલું એ છે કે આપણે પીરિયડ્સ અને મેન્ટલ હેલ્થ જેવા મુદ્દાઓને ટેબૂની જેમ ટ્રીટ ન કરવા જોઈએ. લોકોએ આ ટોપિક્સ પર પોતાના પરિવાર, મિત્રો સાથે વાત કરવી જોઈએ. 

સોસાયટી પ્રગતિ કરી રહી છે : નવ્યા નવેલી 

મહામારી લાંબા સમયથી ટેબૂ માનવામાં આવતી હતી. પણ હવે આમાં બદલાવ આવી રહ્યો છે. લોકોના વિચારો બદલાઈ રહ્યા છે. આજે હું સ્ટેજ પર પોતાના નાના સાથે બેઠી છું અને પીરિયડ્સ પર વાત કરી રહી છું. આ જણાવે છે કે આપણે ગત વર્ષોમાં ઘણી પ્રગતિ કરી લીધી છે. નવ્યા અનુસાર, મહિલાઓ અને યંગસ્ટર્સને આ મુદ્દાઓ વિષે વાત કરતા રોકવા ન જોઈએ. આ શાનદાર વાત છે કે પીરિયડ્સને કલંક કે ધબ્બો માનવાને લઈને રાખવામાં આવેલ વાતચીતમાં માત્ર મહિલાઓએ જ નહીં પણ પુરુષોએ પણ ભાગ લીધો છે. ખાસકરીને ઘર પર, કેમકે શરૂઆત ઘરથી જ થાય છે. 

નવ્યાએ કહ્યું કે સોસાયટીમાં જઈને વાત કરતા પહેલા મહિલાઓએ ઘર પર પોતાની બોડીને લઈને કમ્ફર્ટેબલ થવાની જરૂર છે. હું નસીબદાર છું કે એવા ઘરમાં મારો ઉછેર થયો છે, જ્યાં હું મારા વિચારો પર ખુલીને વાત કરી શકું છું. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @ivmpodcasts

નવ્યાની આ સ્ટાઈલને ઘણી પસંદ કરવામાં આવી રહી છે. નવ્યા Aara હેલ્થના સહ-સ્થાપકોમાંની એક છે. થોડા દિવસો પહેલા નવ્યાએ તેનું પોડકાસ્ટ પણ લોન્ચ કર્યું હતું, જેનું નામ What the Hell Navya છે જેમાં તે પોતાની માં શ્વેતા બચ્ચન અને જ્યાં બચ્ચન સાથે ઘણા મુદ્દાઓ પર વાતચીત કરતા જોવા મળી હતી. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Amitabh Bachchan navya naveli અમિતાભ બચ્ચન નવ્યા નવેલી Bollywood

Published by

Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ