બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / navy chief admiral harikumar said till 2047 indian navy will be fully atmanirbhar

આત્મનિર્ભર / આઝાદી બાદ પહેલી વાર દેશની ત્રણેય સેનામાં આ મોટો ફેરફાર થઈ શકે, નેવી ચીફે આપ્યો સંકેત

Vaidehi

Last Updated: 05:13 PM, 10 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય નૌસેના પ્રમુખ એડમિરલ આર. હરિકુમારે કહ્યું કે ત્રણેય સેનાઓનાં રેન્ક એક સમાન હોવા જોઇએ. એક નામની સાથે કોમન ટ્રાઇ સર્વિસ શરૂ કરવા જૂનાં નિયમો બદલવાની જરૂર છે. સાથે જ કહ્યું કે વર્ષ 2047 સુધી ભારતીય નૌસેના સંપૂર્ણત: આત્મનિર્ભર થઇ જશે.

  • ભારતીય નૌસેના પ્રમુખે સમાન રેન્કની કરી વાત 
  • કહ્યું ત્રણેય સેનાઓનાં રેન્ક એક સમાન હોવા જોઇએ
  • 2047 સુધી ભારતીય નૌસેના સંપૂર્ણત: આત્મનિર્ભર થશે

ભારતીય નૌસેના પ્રમુખ એડમિરલ આર. હરિકુમારે કહ્યું કે અમે કેટલાક રેન્ક ખતમ કરવા ઇચ્છીએ છીએ. અને ઇચ્છીએ છીએ કે ત્રણેય સેનાનાં રેન્કસ એક જેવા હોય. આ મુદા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. આપણે ત્યાં એવા કેટલાક રેન્કસ છે કે જેને બદલવાની જરૂર છે જેવા કે પિટી ઓફિસર, સીનિયર પિટી ઓફિસર..તેમને કંઇક સારા નામ આપવાની જરૂરિયાત છે. જૂનાં નિયમો બદલીવાની આવશ્યકતા છે. અમારો વિચાર છે કે એક કોમન ટાઇ સર્વિસ રેન્ક હોવો જોઇએ.

PMનું લક્ષ્ય છે કે અમે ગુલામીની માનસિકતાથી બહાર નિકળીએ
નૌસેના પ્રમુખે કહ્યું કે આપણા પ્રધાનમંત્રી મોદીનું લક્ષ્ય છે કે અમે ગુલામીની માનસિકતાથી બહાર નિકળીએ. તેટલા માટે જ   INS Vikrantનાં કમીશનિંગનાં દિવસે નૌસેનાનાં નવા ધ્વજ લેવામાં આવ્યાં. નેવી ડે નાં દિવસે કલર અને ક્રસ્ટ લેવાયા છે. અમે એક ટીમ બનાવીને એ તપાસી રહ્યાં છીએ કે એવી કઇ-કઇ પ્રેક્ટિસ છે કે જે જૂનાં ટાઇમની છે જેની હાલમાં જરૂર નથી. નૌસેના ઘણી સદીઓમાંથી પસાર થઇ વિકસિત થઇ છે. જૂના નિયમોને બદલવાની જરૂર છે.

મેરીટાઇમ ટ્રાન્સપોર્ટેશનનો કર્યો ઉલ્લેખ
ભારતીય નૌસેનાનાં પ્રમુખે જણાવ્યું કે આપણી એક મેરીટાઇમ હિસ્ટ્રી છે. આપણી ત્રણેય તરફ સમુદ્રો છે. ઐતિહાસિક ધોરણે આપણે કોઇને કોઇ પર નિર્ભર રહ્યાં જ છીએ. મૌર્યા, ગુપ્તા અને ચોલા સામ્રાજ્ય આ વાતને હાઇલાઇટ કરે છે. ત્રણેસ સામ્રાજ્યોમાં વ્યવસાય-સંસ્કૃતિ આગળ વધી. ચોલા સામ્રાજ્યનાં સમયમાં મેરીટાઇ ટ્રેડ શરૂ થયો. સમુદ્રી માર્ગથી ટ્રાન્સપોર્ટેશન સરળ છે.

નેવી અને ટ્રેડ બંને એકસાથે ચાલે છે
જ્યારે તમારી પાસે કોઇ ટ્રેડ એટલે કે વ્યવસાય નથી તો નેવીની શું જરૂરિયાત છે. 5 ટ્રિલિયન ઇકોનોમી બનવામાં ભારતીય નૌસેના મદદ કરશે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે જો સેનાઓ સ્વદેશી હથિયાર અને ઉપકરણો ખરીદે તો તેને અમે મોટું યોગદાન આપશું. 2047માં આપણે આઝાદીનાં 100 વર્ષ મનાવીશું. નૌસેનાનો આ વાયદો છે કે ત્યારે દેશ વિકસિત દેશ કહેવાશે,

નૌસેનામાં સ્વદેશીપણું 
નૌસેનાઘણાં પહેલાથી જ સ્વદેશીનાં માર્ગ પર ચાલે છે. 1961માં INS Ajay પહેલી પેટ્રોલ બોટ બનાવવામાં આવી હતી. ત્યારબાદ લગાતાર બનાવતાં જ રહ્યાં છીએ. ક્ષમતા વધી રહી છે જેને આગળ પણ વધારીશું. તેમણે કહ્યું કે અમે બ્રહ્મોસ બનાવી રહ્યાં છીએ, કેટલાક હથિયારો બનાવી રહ્યાં છીએ.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ