બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / Navsari Surat Drugs Case Police Investigation Shital Aunty

નવસારી / શિતલ આંટીએ ડ્રગ્સ મંગાવવા માટે એવી ટ્રિક વાપરી કે પોલીસ પણ ચોંકી ગઈ, જાણો શું થયો મોટો ખુલાસો

Vishnu

Last Updated: 11:41 PM, 1 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાર્સલની આડમાં શહેરમાં ડ્રગ્સની સપ્લાય , પાર્સલ મંગાવવાની માસ્ટર માઇન્ડ હતી શિતલ

  • સુરત અને નવસારી ચરસ કબજે કરવાનો મામલો
  • આરોપીની કરતૂત જોઇ પોલીસ પણ ચોંકી ઉઠી

સુરત ક્રાઈમ બ્રાન્ચે વધુ એક ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે એટલું જ નહીં ગીત આખે આખો પરિવાર એટલે કે પિતા માતા અને તેના બે સંતાનો સાથે મળીને ચરસ વેચવાનો ધંધો કરતા હતા માત્ર સુરત જ નહીં સુરત અને નવસારી સુધી ફેલાયેલું હતું એમ નેટવર્ક તોડવામાં સુરત ક્રાઈમ બ્રાન્ચે સફળતા મેળવી છે સુરતમાંથી માતા અને એક પુત્રની ધરપકડ ભાગ ક્રાઈમ બ્રાન્ચ અને નવસારી એલસીબીએ નવસારીના જલાલપોરમાંથી પિતા અને પુત્રની પણ ચરસના જથ્થા સાથે ધરપકડ કરી છે પોલીસને આ બંને દરોડાની કાર્યવાહીમાં 1.566 ગ્રામ જેટલો ચરસનો જથ્થો મળી આવ્યો હતો.

સ્પીડ પોસ્ટથી આરોપીઓ મંગાવતા હતા ચરસ
સુરત અને નવસારી ચરસ કબજે કરવાનો મામલે આરોપી શિતલ આંટીની પૂછપરછમાં એક બાદ એક મોટા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. આરોપીની કરતૂત જોઇ પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
પાર્સલની આડમાં શહેરમાં ડ્રગ્સની સપ્લાય થઇ રહી છે તેવો ખુલાસો થતાં પોલીસ પણ આ મોડસ ઓપરેન્ડી જાણી ચકિત રહી ગઈ હતી. આરોપીઓ સ્પીડ પોસ્ટથી ચરસ મંગાવતા હતા. 
પાર્સલ મંગાવવાની માસ્ટર માઇન્ડ શિતલ સમગ્ર કારસો રચતી હતી અને પાડોશીને ત્યાં તેની ડિલિવરી કરાવતી હતી. મહત્વનું છે કે ડ્રગ્સ પેડલરો પોસ્ટ વિભાગનો ઉપયોગ કરી ડ્રગ્સની ડિલિવરી મેળવી રહ્યાં છે. અગાઉ પણ એમેઝોન જેવી શોપિંગ એપ માધ્યમથી ગાંજો પકડાયો હતો. પાર્સલને લઇ કુરિયર એજન્સી પર પોલીસની લાલ આંખ થઈ છે. હવે પોલીસે જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી છે.

પકડાયેલા આરોપીઓના નામ

  • 1 ઉત્સવ રમેશભાઈ સાંગાણી
  • 2 શાંતાબેન ઉર્ફે રમેશભાઈ સાંગાણી
  • 3 રમેશ ભાઈ કાળુભાઈ સાંગાણી 
  • 4 દર્શન રમેશભાઈ સાંગાણી 

પાડોશીનો દાવો સાચો પડ્યો
તો આ તરફ નવસારીના ધર્મનંદન એપાર્ટમેન્ટમાંથી ડ્રગ્સ કબજે કરવાનો મામલે ગઈકાલે પાડોશી દ્વારા વધુ એક ખુલાસો કરવામા આવ્યો હતો. દરોડામાં 1.566 ગ્રામ ચરસ સાથે પિતા પુત્રની ધરપકડ થઇ હતી. શિતલ સાંગણી પાર્સલ દ્વારા ચરસ મંગાવતી હોવાનો પાડોશીઓએ દાવો કર્યો છે. આરોપી શિતલ સુરત હોસ્પિટલમાં કામ કરતી હોવાની પણ પાડોશીને શંકા છે. મોટાભાગે પાડોશીઓને ફોન કરીને જ શિતલ પાર્સલ લેવડાવતી હતી, પાડોશીઓએ પાર્સલ આવ્યા બાદ નવસારી પોલીસને જાણ કરી હતી. પાર્સલ ક્યાંથી આવતા હતા તે મોટો સવાલ ઊપજી રહ્યો છે.

દરોડામાં 1.566 ગ્રામ ચરસ સાથે માતા, પિતા અને પુત્રની થઇ હતી ધરપકડ
સુરત ક્રાઇમ બ્રાન્ચના ઇન્સપેક્ટર લલિત વાગડિયા અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે શિતલ આન્ટી નામની એક મહિલા શહેરના પોશ વિસ્તાર એવા વિશ્વમાં ચરસનો ધંધો કરે છે સપ્લાય કરે છે આથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે વેસુના વાસ્તુ લક્ઝરીયા બિઝનેસ હબ નજીકથી શાંતા ઉર્ફે શિતલ આન્ટી રમેશ સાંગાણી અને તેના પુત્ર ઉત્સવની ધરપકડ કરી હતી બંને પાસેથી ક્રાઈમ બ્રાન્ચને લગભગ 235 ગ્રામ ચરસનો જથ્થો બે મોબાઇલ ફોન એક મોપેડ રોકડા રૂપિયા સહિત 1,13, 343 નો મુદ્દામાલ મળી આવ્યો હતો આ બંને એટલે કે માતા-પુત્રની પ્રાથમિક પૂછપરછમાં તેઓએ નવસારી ના રહેવાસી હોવાનું અને ચરસનો વધુ જથ્થો નવસારી જલાલપોરના લીમડાચોક ખાતેના પોતાના નિવાસસ્થાને પડયો હોવાનું જણાવ્યું હતું જેને પગલે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને નવસારી એલસીબીએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને લગભગ 1કિલો500 ગ્રામ જેટલો ચરસનો જથ્થો જેની કિંમત 2,34, 900 જેટલી થવા જાય છે તે કબજે કર્યો હતો તેની સાથે સાથે તેમના ઘરેથી એક ડિજિટલ વજન કાંટો અને ચરસ વેચાણના 1,55,303 ની રોકડ પણ કબજે કરવામાં આવી હતી

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ