બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Navsari APMC market water-water, state highway also stalled, see scenes

તારાજી / પૂર્ણા નદી ગાંડીતૂર થતાં નવસારીમાં તારાજી: APMC માર્કેટ પાણી-પાણી, સ્ટેટ હાઈવે પણ ઠપ, જુઓ દ્રશ્યો

Priyakant

Last Updated: 12:36 PM, 12 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવસારી શહેરમાં થયેલા ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા, જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી

  • નવસારીમાં પૂર્ણા નદીનું તોફાની સ્વરૂપ, રસ્તે ફસાયેલા દંપતિનું રેસ્ક્યુ કરાયું
  • પાલિકા અને NGOએ 4 હજાર લોકોનું રસોડું કર્યું તૈયાર
  • ભારે વરસાદને પગલે સુરત-નવસારીને જોડતો માર્ગ બંધ

નવસારીમાં આવેલા વરસાદે લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. નવસારી શહેરમાં થયેલા ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. સાથે લોકોના ઘરમાં પણ પાણી ભરાયા છે. જેને કારણે ઘરવખરીને નુકસાન થયું છે. આ સાથે પૂર્ણા નદી ગાંડીતૂર થતાં નવસારીમાં તારાજી સર્જી છે. જેને લઈ APMC માર્કેટમાં પણ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. આ સાથે ભારે વરસાદને પગલે સુરત-નવસારીને જોડતો માર્ગ પણ બંધ થઈ ગયો છે.

નવસારીની પૂર્ણા નદીમાં જળસ્તર 27 ફૂટે પહોંચ્યા

નવસારીમાં ભારે વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારમાં 5 ફૂટ પાણી ભરાયા હતા. આ સાથે પૂર્ણ નદીમાં પાણી વધતા ખાડીઓ છલકાઇ ગઈ છે. તો વળી શહેરના વિરાવળ જકાતનાકા નજીક રસ્તા પર પાણી ફરી વળ્યા છે. નવસારી-સુરત સ્ટેટ હાઇવે પર પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. પાણી ભરાતા હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. વિગતો મુજબ ભેંસતખાડા વિસ્તારમાં 100થી વધુ ઘરમાં  પાણી ઘૂસી જતાં 450 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા.  અત્યાર સુધી 2 હજારથી વધુ લોકોને સ્થળાંતરિત કરાયા છે. 

પાલિકા અને NGOએ 4 હજાર લોકોનું રસોડું કર્યું તૈયાર

નવસારીમાં આવેલા વરસાદે લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે.  લોકોના ઘરમાં પણ પાણી ભરાયા છે. જેને કારણે ઘરવખરીને નુકસાન થયું છે. જેથી નવસારી પાલિકા અને NGOએ સાથે મળીને અસરગ્રસ્ત લોકોના ભોજનની વ્યવસ્થા કરી છે. બન્નેએ સાથે મળીને અસરગ્રસ્ત લોકો માટે 4 હજાર લોકોનું રસોડું તૈયાર કર્યું છે. જેમાં પૂરથી અસરગ્રસ્ત લોકોને ભોજન આપવામાં આવશે..

ભારે વરસાદને પગલે સુરત-નવસારીને જોડતો માર્ગ બંધ

નવસારીમાં ભારે વરસાદને કારણે તારાજી સર્જાઇ છે. આ તરફ વરસાદને કારણે  વેરાવળ વિસ્તારનો રીંગરોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. રીંગરોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે. લંગડાવાડ, ગધેવાન APMC માર્કેટ સહિતના વિસ્તારમાં પાણી ભરાયા  તો ભારે વરસાદને પગલે સુરત-નવસારીને જોડતો માર્ગ પણ બંધ થઈ ગયો છે. 

નવસારીમાં ભારે વરસાદ બાદ સ્થિતિ કફોડી બની

નવસારીમાં ભારે વરસાદને કારણે કસ્બામાં અન્નપૂર્ણા મંદિરમાં પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. નવસારી-સુરતને જોડતા રોડ ઉપર પણ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. તો વળી હજુ પણ રોડ પર 3 ફૂટ જેટલા પાણી ભરાયા હોવાથી નદી અને રોડ એક જ સપાટીએ આવી ગયા છે. આ સાથે નવસારીના કાદીપોર વિસ્તારમાં પાણી ભરાઈ જવાને કારણે સોસાયટી વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. મોડી રાતથી પાણી ભરાવાના શરૂ થયા બાદ પૂર્ણા નદી ઓવરફ્લો થતા પાણી સોસાયટીમાં ઘૂસ્યા છે. 

નવસારીના શાંતાદેવી રોડ વિસ્તારમાં ભરાયા પાણી 

નવસારીમાં આવેલા વરસાદે લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. ગઈકાલે આવેલા વરસાદને કારણે હજુ અનેક વિસ્તારોમાં પાણી ઓસર્યા નથી. નવસારી શહેરના શાંતાદેવી રોડ વિસ્તારમાં ગઈકાલે સાંજે પાણી ભરાયા હતા. આ પાણી હજુ સુધી ઓસર્યા નથી. જેને કારણે 1 હજાર 500થી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે.

રેલવે ટ્રેક પર ચાલીને લોકો પાણી જોવા નીકળ્યા

નવસારીમાં ભરાયેલું પાણી જોવા લોકો સાવચેતી ભૂલીને જીવના જોખમે રેલવે ટ્રેક પર પહોંચ્યા હતા. જેને લઈ કુદરતની આફતના સમયે લોકો જીવને જોખમમાં મુકી રહ્યા હોવાનું સામે આવ્યું છે. જોકે રેલવે પ્રશાસન સમગ્ર મામલાથી અજાણ હોવાનું પણ સામે આવ્યું છે. 


નવસારીમાં પૂર્ણા નદીનું તોફાની સ્વરૂપ, રસ્તે ફસાયેલા દંપતિનું રેસ્ક્યુ કરાયું

શહેરના નીચાણવાળા વિસ્તારમાં કાશીવાડી, ગધેવાન બંગલો, કાલિયાવાડી સોસાયટી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. રોડ ઉપર અંદાજે 8 ફૂટથી વધુ પાણી ભરાયા છે. જેને લઈ હવે નવસારીના નીચાણવાળા વિસ્તાર અલર્ટ મોડ ઉપર હોઇ પૂર્ણા નદીના બ્રિજ ઉપરથી અવરજવર બંધ કરવામાં આવી છે.  નવસારીમાં રસ્તે ફસાયેલા દંપતિનું રેસ્ક્યુ કરાયું છે. વિગતો મુજબ નવસારીમાં વરસાદથી જનજીવનને અસર પહોંચી છે. જેને લઈ ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું હતું. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ