બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ધર્મ / navratri 2022 celebrate puja vidhi shubh muhurt know shardiya navratri

Navratri 2022 / શારદીય નવરાત્રિ કેમ મનાવવામાં આવે છે? જાણો તેનુ પૌરાણિક મહત્વ અને ઈતિહાસ

Premal

Last Updated: 06:14 PM, 18 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શારદીય નવરાત્રિ દર વર્ષે આસો મહિનામાં મનાવવામાં આવે છે. આ નવરાત્રિમાં માં દુર્ગાના 9 સ્વરૂપોની અલગ-અલગ દિવસે પૂજા કરવાનુ વિધાન છે. આવો જાણીએ તેનુ કારણ અને મહત્વ.

  • નોરતા કેમ મનાવવામાં આવે છે?
  • આખરે શું છે તેની પાછળનો ઈતિહાસ
  • જાણો, પૌરાણિક મહત્વ અને ઈતિહાસ 

નવરાત્રિ વર્ષમાં બે વખત મનાવાય છે

નવરાત્રિ મુખ્ય રીતે વર્ષમાં બે વખત મનાવવામાં આવે છે. એક ચૈત્ર મહિનામાં અને બીજી આસો મહિનામાં. પંચાગ મુજબ શારદીય નવરાત્રિ દર વર્ષે આસો મહિનાના શુક્લ પક્ષના એકમથી શરૂ થાય છે અને દસમે માં દુર્ગાની મૂર્તિના વિસર્જનની સાથે સમાપ્ત થાય છે. આ વખતે શારદીય નવરાત્રિ 26 સપ્ટેમ્બરથી શરૂ થઇને 5 ઓક્ટોબરે સમાપ્ત થશે. 

કેમ મનાવવામાં આવે છે શારદીય નવરાત્રિ 2022 

હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં વર્ણિત કથાઓ મુજબ શક્તિની અધિષ્ઠાતા દેવી માં દુર્ગાએ મહિષાસુરનો વધ કરીને આસુરી શક્તિઓનો વિનાશ કર્યો હતો અને સત્કર્મોના પ્રણેતાની રક્ષા કરી હતી. જે સમયે માં દુર્ગાએ મહિષાસુર પર આક્રમણ કરીને નવ દિવસ સુધી યુદ્ધ કર્યુ અને દસમા દિવસે તેનો વધ કર્યો. તે સમય આસો મહિનાનો હતો. તેથી આસો મહિનાના આ નવ દિવસ શક્તિની આરાધના માટે સમર્પિત કરી દેવામાં આવ્યાં.  પંચાગ મુજબ, આસો મહિનામાં શરદ ઋતુનો પ્રારંભ થાય છે, તેથી તેને શારદીય નવરાત્રિ કહેવામાં આવે છે. શારદીય નવરાત્રિના 10મા દિવસને વિજય દશમીના રૂપમાં મનાવવામાં આવે છે.

નવરાત્રિ મનાવવા પાછળનો ઈતિહાસ 

નવરાત્રિ મનાવવા પાછળ ઘણી કથાઓ પ્રચલિત છે. જેમાં એક કથા મુજબ, માતા ભગવતી દેવી દુર્ગાએ મહિષાસુર નામના દૈત્યની સાથે નવ દિવસ સુધી યુદ્ધ કર્યુ. ત્યારબાદ નવમીની રાત્રિએ તેનો વધ કર્યો. તે સમયથી દેવી માતાને મહિષાસુરમર્દિનીના નામથી ઓળખવામાં આવે છે ત્યારથી માં દુર્ગાની શક્તિને સમર્પિત નવરાત્રિનુ વ્રત કરતા તેમના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ