બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / Navjot Singh Sidhu will be released from jail today after 10 months

પંજાબ / 10 મહિના બાદ આજે જેલમાંથી મુક્ત થશે નવજોત સિંહ સિદ્ધુ, બહાર આવતાની સાથે જ કરશે પ્રેસ કોન્ફરન્સ

Priyakant

Last Updated: 09:44 AM, 1 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શુક્રવારે જ સિદ્ધુના ટ્વિટર હેન્ડલ પરથી માહિતી આપવામાં આવી હતી કે, તેમને આજે જ રિલીઝ કરવામાં આવશે

  • નવજોત સિંહ સિદ્ધુ આજે 10 મહિના બાદ જેલમાંથી થશે મુક્ત 
  • ગત વર્ષે 19મેના રોજ સુપ્રીમ કોર્ટે સંભળાવી હતી એક વર્ષની સજા 
  • જેલમાં સારા વ્યવહારનાં કારણે સિદ્ધુને સજાના બે મહિના પહેલા જ મુક્ત કરાશે 

કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુ આજે 10 મહિના બાદ જેલમાંથી મુક્ત થશે. વાત જાણે એમ છે કે, ગત વર્ષે 19 મેના રોજ સુપ્રીમ કોર્ટે રોડ રેજ  કેસમાં તેમને એક વર્ષની સજા સંભળાવી હતી. આજે મુક્ત થયા બાદ સિદ્ધુ પટિયાલા જેલની બહાર મીડિયા સાથે વાત કરશે. ગયા વર્ષે સુપ્રીમ કોર્ટે 1988ના રોડ રેજ કેસમાં સિદ્ધુને એક વર્ષની સજા સંભળાવી હતી. તેઓ છેલ્લા 10 મહિનાથી જેલમાં છે. શુક્રવારે જ સિદ્ધુના ટ્વિટર હેન્ડલ પરથી માહિતી આપવામાં આવી હતી કે, તેમને આજે જ રિલીઝ કરવામાં આવશે.

જાણો કેમ બે મહિના પહેલા જ કરવા આવશે મુક્ત? 
સિદ્ધુને તેની સજાના બે મહિના પહેલા જ મુક્ત કરવામાં આવી રહ્યા છે. તેમના વકીલ એચપીએસ વર્માએ કહ્યું કે, પંજાબ જેલના નિયમો અનુસાર, જો કેદીનું વર્તન સારું હોય તો તેને સમય પહેલા જ મુક્ત કરી શકાય છે. જો કેદીનો વ્યવહાર સારો હોય તો દર મહિને તેની સજામાં 5 થી 7 દિવસનો ઘટાડો થાય છે. બોલિવૂડ એક્ટર સંજય દત્ત પણ આના આધારે સમય પહેલા જ છૂટી ગયા હતા. 

શું હતો સમગ્ર વિવાદ  ? 
27 ડિસેમ્બર 1988ની સાંજે સિદ્ધુ તેમના મિત્ર રુપિન્દર સિંહ સંધુ સાથે પટિયાલાના શેરાવલે ગેટ માર્કેટ પહોંચ્યા. આ માર્કેટમાં તેમની કાર પાર્કિંગને લઈને 65 વર્ષીય ગુરનામ સિંહ સાથે બોલાચાલી થઈ હતી. જે બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. સિદ્ધુએ ગુરનામ સિંહને માર મારી નીચે પડી દીધા હતા. જે બાદ ગુરનામ સિંહને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. રિપોર્ટ આવ્યો કે, ગુરનામ સિંહનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું છે. તે જ દિવસે સિદ્ધુ અને તેના મિત્ર રુપિન્દર વિરુદ્ધ કોતવાલી પોલીસ સ્ટેશનમાં દોષિત હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો.

સેશન્સ કોર્ટથી સુપ્રીમ સુધી ચાલ્યો કેસ 
આ તરફ આ કેસ સેશન્સ કોર્ટમાં ચાલ્યો. 1999માં સેશન્સ કોર્ટે આ કેસને ફગાવી દીધો હતો. આ પછી મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો અને ડિસેમ્બર 2006માં હાઈકોર્ટે સિદ્ધુ અને સંધુને દોષિત ઠેરવ્યા અને 3-3 વર્ષની જેલની સજા સંભળાવી. આ સાથે 1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. મે 2018માં પંજાબ-હરિયાણા હાઈકોર્ટે રોડ રેજ કેસમાં સિદ્ધુ અને સંધુને દોષિત ઠેરવ્યા અને ત્રણ વર્ષની જેલની સજા સંભળાવી. મામલો ફરી સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. સુપ્રીમ કોર્ટે સિદ્ધુ અને સંધુને તમામ આરોપોમાંથી મુક્ત કર્યા હતા. જોકે રોડ રેજ કેસમાં કોર્ટે સિદ્ધુ પર 1000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ નિર્ણય પર રિવ્યુ પિટિશન દાખલ કરવામાં આવી હતી. આ પછી સિદ્ધુને સુપ્રીમ કોર્ટે એક વર્ષની સજા ફટકારી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ