બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ફેશન અને સૌંદર્ય / natural home remedies for glowing and tight skin

ફાયદાકારક / રોજ રાતે ચહેરા પર આ 1 નેચરલ વસ્તુ લગાવવાનો નિયમ બનાવો, ક્યારેય કરચલીઓ નહીં પડે

Noor

Last Updated: 10:22 AM, 2 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો રોજ ચહેરા પર નેચરલ વસ્તુઓ લગાવવામાં આવે તો સ્કિન મોટી ઉંમર સુધી હેલ્ધી, ટાઈટ અને ગ્લોઈંગ રહે છે. આજે અમે તમને એવા જ ઉપાય જણાવીશું, જેને રોજ કરી લેવાથી સ્કિનની તમામ સમસ્યાઓ દૂર રહેશે.

  • સ્કિનને યુવાન રાખવી હોય તો હમેશાં નેચરલ વસ્તુઓનો કરો ઉપયોગ
  • વર્જિન કોકોનટ ઓઈલ સ્કિન માટે છે બેસ્ટ
  • કોકોનટ ઓઈલ સ્કિનને ગ્લોઈંગ અને ટાઈટ રાખે છે

જો તમે તમારી સ્કિનને એકદમ હેલ્ધી, ગ્લોઈંગ અને ટાઈટ રાખવા માંગતા હોવ તો બજારના કેમિકલવાળા પ્રોડક્ટ્સ વાપરવા કરતાં ઘરના જ કેટલાક અસરકારક નુસખાઓ અજમાવો. આજે અમે તમને એવા જ બેસ્ટ નુસખા જણાવવાના છે. જેને કરી લેવાથી તમને સ્કિનની કોઈ પરેશાની નહીં રહે. આ નુસખા મહિલા અને પુરૂષો બંને માટે કારગર છે. તમે આ નુસખાઓ અપનાવશો તો ચોક્કસથી રિઝલ્ટ દેખાશે. 

હેલ્ધી સ્કિન માટે

વર્જિન કોકોનટ ઓઈલ લઈ હળવા હાથે સર્ક્યુલર મોશનમાં ફેસ અને નેક પણ મસાજ કરો. તમે રાતે પણ આ ઓઈલ લગાવીને સૂઈ શકો છો. આમાં રહેલું એન્ટીઓક્સીડેન્ટ સ્કિનને ગ્લોઈંગ બનાવે છે અને રિંકલ્સ પણ દૂર કરવામાં મદદ કરે છે.

ફ્લોલેસ સ્કિન માટે 

ગ્લોઈંગ અને ફ્લોલેસ સ્કિન મેળવવા 1 ચમચી ચણાનો લોટ, અડધી ચમચી હળદર અને પેસ્ટ બને એટલું કાચું દૂધ મિક્સ કરીને 20 મિનિટ ચહેરા પર લગાવી પાણીથી ધોઈ લેવું. સપ્તાહમાં બેવાર આ ઉપાય કરવો. આનાથી સ્કિન ક્લિન અને બ્રાઈટ પણ લાગશે.

સ્કિનને નરીશ કરવા

1 ચમચી એલોવેરા જેલ, ચપટી હળદર, 1 ચમચી મધ અને 1 ચમચી દૂધ મિક્સ કરીને ચહેરા અને ગરદન પર લગાવો. પછી નવશેકા પાણીથી 20 મિનિટ પછી ધોઈ લો. આ પેક સ્કિનને નરીશ કરશે અને નેચરલ ગ્લો પણ વધારશે.

સ્કિન ટેન માટે

તડકામાં રહેવાથી સ્કિન ટેન્ડ થઈ જાય છે. જેને ઠીક કરવા માટે તમારે દહીં, છાંશ કે કાકડીનો રસ લગાવી 30 મિનિટ રાખીને ધોઈ લેવું. આવું થોડા દિવસ સુધી નિયમિત કરવું. જેનાથી સ્કિન ટેનની સમસ્યા પણ દૂર થઈ જશે.

આટલું યાદ રાખો

સ્કિન સંબંધી સમસ્યાઓથી બચવા સવારે સ્નાન કર્યા બાદ આખા શરીરને સનસ્ક્રિન લોશન લગાવી લેવું, જેથી ત્વચાને સૂર્યના કિરણો સામે રક્ષણ મળે. આ સિવાય તમે આખા શરીર પર મોઈશ્ચરાઈઝર પણ લગાવી શકો છો. જેથી ત્વચા સુંવાડી રહે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ