બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / National Executive Meeting of BJP OBC at Kevadia

મહામંથન / 2022ની ચૂંટણીઓ પહેલા કેવડિયામાં 'ભાજપનું મહામંથન', OBC મોરચાની કારોબારીમાં પહોંચ્યા દિગ્ગજો

Kiran

Last Updated: 03:48 PM, 4 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેવડિયા ખાતે BJPની OBC મોરચાની રાષ્ટ્રીય કારોબારી બેઠકનો પ્રારંભ, આગામી ચૂંટણીમાં OBC મતોને એકજૂથ રાખવા પર મંથન અને ચર્ચા કરવામાં આવશે.

  • BJP OBC મોરચાની રાષ્ટ્રીય કારોબારી
  • OBC મતોને હાંસલ કરવા રણનીતિ ઘડાશે
  • OBC મતોને એકજૂથ રાખવા પર મંથન

આગામી વર્ષે 2022માં વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર છે, જેને લઈને અત્યારથી તૈયારીઓ આરંભી દેવામાં આવી છે, વિવિધ પક્ષના લોકોને રાજકીય રણનીતિ બનાવી રહ્યા છે હવે કેવડિયા ખાતે ભાજપની 3 દિવસની ભાજપ OBC મોરચાની રાષ્ટ્રીય કારોબારી યોજાનાર છે.  આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપનું મહામંથન શરૂ થઈ ગયું છે, જેને લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયાની હોટેલ ફર્ન ખાતે 3, 4 અને 5 ડિસેમ્બર ભાજપની OBC મોરચાની રાષ્ટ્રીય કારોબારી યોજાનાર છે.

BJP OBC મોરચાની રાષ્ટ્રીય કારોબારી

કેવડિયા ખાતે BJPની OBC મોરચાની રાષ્ટ્રીય કારોબારી બેઠકનો પ્રારંભ થયો છે, BJP OBC મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ કે.લક્ષ્મણની અધ્યક્ષતામાં બેઠક મળી રહી છે, આ બેઠકમાં વિવિધ રાજ્યોના પ્રદેશ અધ્યક્ષો અને મહામંત્રીઓ પણ હાજર રહેનાર છે, ત્યારે  આગામી 5 રાજ્યોની ચૂંટણી અને ગુજરાતની ચૂંટણી અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે, એટલું જ નહીં ચૂંટણીમાં OBC મતોને હાંસલ કરવા અંગે પણ ખાસ રણનીતિ તૈયાર કરવામાં આવશે, મહત્વનું છે કે કેવડિયા ખાતે મહત્વનું બેઠકોનો દોર શરૂ થયો છે ત્યારે તેમાં ચૂંટણીમાં OBC મતોને એકજૂથ રાખવા પર મંથન અને ચર્ચા કરવામાં આવશે.   



 

OBC મતોને હાંસલ કરવા રણનીતિ ઘડાશે

પ્રથમ દિવસે ભાજપના રાષ્ટ્રીય ઓબીસી મોરચાના અધ્યક્ષ ડો.કે લક્ષમણ અને ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અને રાજ્ય સભાના સાંસદ અરુણ સિંહ સહિત આગેવાનોની ઉપસ્થિતમાં કાર્યકરોની એક બેઠક યોજાઈ હતી.આ ત્રણ દિવસ ચાલનારી આ કારોબારી બેઠકમાં વિવિધ રાજ્યોના 150 જેટલા ઓબીસી મોરચાના અધ્યક્ષો, મહામંત્રીઓ, રાજ્ય સભાના અને લોક સભાના સભ્યો, સાથે ધારાસભ્યો સહિત હજાર રહેનાર છે કારોબારી બેઠકના સમાપનના દિવસે ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી વી.સંતોષ તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, બિહારના ઉપમુખ્યમંત્રી ખાસ ઉપસ્થિત રહેશે.

OBC મતોને એકજૂથ રાખવા પર મંથન

મહત્વનું છે કે ઇતિહાસમાં પહેલી વખત મોદી સરકારમાં ઓ.બી.સી સમાજના 27 મંત્રીઓનો સમાવેશ કરાયો છે.ત્યારે મોદી સરકાર OBC સમાજ માટે જે કર્યું એ ઘર ઘર સુધી પહોંચાડવા માટેના જન જાગૃતિના કાર્યક્રમો અંગેની રૂપરેખા નક્કી કરવામાં આવશે. એટલું જ નહીં રાજ્યોની ચૂંટણીની રણનીતિ અને એ ચૂંટણીમાં OBCની શું ભૂમિકા હશે તેની ચર્ચાઓ પણ કરવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ