બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / NASA scientists to come to Kutch for research on surfaces like Mars

સંશોધન / કચ્છમાં માતાના મઢ વિસ્તારમાં મળ્યું એવું કે હવે NASA અને ISRO ના વૈજ્ઞાનિકો કરશે સંશોધન, જાણો શું છે ખાસ

Kiran

Last Updated: 11:53 AM, 23 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કચ્છમાં મંગળ ગ્રહ જેવી સપાટી પર સંશોધન થશે ફરી એકવાર દેશ અને દુનિયાના વૈજ્ઞાનિકો ગુજરાતમાં માતાના મઢ વિસ્તારમાં આવશે અને ભૌગોલિક વિસ્તાર પર સંશોધન કરશે

  • નાસાના વિજ્ઞાનીઓ કચ્છ આવશે
  • કચ્છમાં મંગળ ગ્રહ જેવી સપાટી પર સંશોધન થશે
  • 7.2 કરોડ વર્ષ પહેલાં અહીં ધરબાયેલું છે જેરોસાઇટ

વૈશ્વિક મહામારી કોરોના બાદ ફરી એકવાર મંગળ ગ્રહ જેવી સપાટી પર સંશોધન થશે, ફરી એકવાર દેશ અને દુનિયાના વૈજ્ઞાનિકોની ટીમ ગુજરાતના આ પ્રદેશની મુલાકાત લેશે અને તેના ભૌગોલિક વિસ્તાર પર સંશોધન કરશે, આપને જણાવી દઈએ કે કચ્છના માતાના મઢ વિસ્તારમાં મંગળગ્રહ જેવી સપાટી જોવા મળી છે. 

 

નાસાના વિજ્ઞાનીઓ કચ્છ આવશે

મંગળ ગ્રહ પર જોવા મળતું જેરોસાઈટ ખનીજ કચ્છના આશાપુરા સ્થાનક મઢમાં મળી આવ્યું જે બાદ દેશની નામાંકિત સંસ્થાઓ, વૈજ્ઞાનિકો સંશોધન કરવા કચ્છ આવ્યા હતા પરતું કોરોના મહામારીની અસરને પગલે સંશોધન પર અસર થવાથી તેના પર રોક લાગી ગઈ હતી. જો કે લોકડાઉન ખુલ્યા બાદ આગામી ફેબ્રુઆરીમાં NASA અને ઈસરો સહિત વિવિધ યુનિવર્સિટી વૈજ્ઞાનિકો હવે ફરી એકવાર સંશોધન માટે કચ્છના માતાના ગઢ વિસ્તારમાં આવશે. 
 

મિશન મંગળ પહેલાં રોવર લેન્ડિંગ માટે અભ્યાસ 

વૈશ્વિક સ્તરે માર્શ મિશન પર ચાલતા પ્રોજેકટમાં ખુબ જ મહત્વપૂર્ણ એવું મંગળગ્રહની સપાટી પર મળતું જેરોસાઇટ ખનીજ કચ્છમાં આશાપુરાના સ્થાનક માતાનામઢમાં મળી આવ્યું હતું.પ્રાથમિક સંશોધનમાં સાબિત થયું છે કે માતાનામઢની જમીન મંગળગ્રહ જેવી જ છે. જેના પગલે દેશની નામાંકિત સંસ્થાના વૈજ્ઞાનિકો વધુ સંશોધન કરવા ક્ચ્છ આવ્યા હતા.પરંતુ ત્યારબાદ કોરોના મહામારીની અસર  સંશોધન પ્રક્રિયા પર થવા પામી હતી.લોકડાઉન ખુલ્યા બાદ આગામી ફેબ્રુઆરીમાં NASA, ઇસરો તેમજ વિવિધ યુનિવર્સિટી વૈજ્ઞાનિકો વધુ એકવાર સંશોધન માટે વર્કશોપ યોજાશે.

કચ્છમાં મંગળ ગ્રહ જેવી સપાટી પર સંશોધન થશે

મહત્વનું છે કે મંગળગ્રહને લઈને વિશ્વમાં માર્શ મિશન પર અનેક પ્રોજેક્ટ ચાલી રહ્યા છે, જેમાં ભારત દેશ પણ બાકાત નથી, એવામાં કચ્છના મંગળ ગ્રહ જેવી ભુપૃષ્ઠ સપાટી પર જોવા મળતું જેરોસાઈટ ખનીજ માતાના મઢ વિસ્તારમાં મળી આવ્યું, જેને લઈને હવે NASA સહિત દેશની વૈજ્ઞાનિકો સંસ્થાઓ  આઈ.ટી ખડગપુર, સ્પેશ એપ્લિકેશન રિસર્ચ સેન્ટર (ઈસરો) અને નેશનલ જિયોફિજીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હૈદરાબાદ આ વિષય પર સંયુક્ત અભ્યાસ હાથ ધરશે

આગામી ફેબ્રુઆરીમાં દેશ-વિદેશના વૈજ્ઞાનિકો કરશે સંશોધન

આ સંશોધનથી તેઓ મંગળ ગ્રહ પર પાણીનું અસ્તિત્વ અને સદીઓ પહેલા વાતાવરણમાં ફેરફારને કારણે મંગળ ગ્રહ પર શું બદલાવ થયા તેના પર અભ્યાસ સંશોધન કરશે, આ માટે માતાના મઢ વિસ્તારની જગ્યા તેના સંશોધન માટે કામ લાગશે. મહત્વનું છે કે નાસાના વિજ્ઞાનિકોએ 2019માં અહીં આવ્યા હતા પરતું કોરોનાને પગલે સંશોધન આગળ વધી શક્યું નહોતું, 

બેસાલ્ટ ટેરેનમાં જેરોસાઇટ ધરાવતું દુનિયાનું એકમાત્ર સ્થળ 

માતાના મઢની ઈમેજનરી સમાન કચ્છ યુનિવર્સીટીના ભૂસ્તરશાસ્ત્ર વિભાગના વડા ડો.મહેશ ઠક્કરે જણાવ્યું કે, જ્યા માતાનામઢ ખાતે જેરોસાઇટ ધરબાયેલું છે. નાસાના છ વૈજ્ઞાનિકો ત્યાં સંશોધનને લઈને કચ્છ આવ્યા હતા. જો કે  મંગળ ગ્રહ પર રોવરે લીધેલી ઇમેજને નાસાએ માતાનામઢ ખાતે તેઓએ કરેલું ઈમેજનરીનું પરિણામ સમાન આવ્યું હતું. પરંતુ જે તે સમયે ઓછા સમયના અભાવે  તેઓ સંપૂર્ણ સંશોધન કરી શક્યા ન હતા ત્યારબાદ કોરોના મહામારીને પગલે વૈશ્વિક આવાગમન પર રોક લાગતા માતાના મઢ સાઇટ   સંશોધન પર બ્રેક લાગી હતી હવે હાલ લોકડાઉન ખુલ્યા બાદ વધુ એકવાર દેશ-વિદેશના વૈજ્ઞાનિકો આગામી ફેબ્રુઆરી-2022 માં ક્ચ્છ આવી ફરી સંશોધન કરશે અને સંશોધન પ્રક્રિયા પર વર્કશોપ પણ યોજશે.

7.2 કરોડ વર્ષ પહેલાં અહીં ધરબાયેલું છે જેરોસાઇટ

આ સંશોધન મંગળ ગ્રહ પર લેન્ડિંગ સાઈટ નક્કી કરવામાં કામ લાગશે તેમજ ભવિષ્યના નાસા અને ઇસરોના મિશન દરમિયાન કઈ જગ્યાએ લેન્ડિંગ સાઈટ નક્કી કરવી તેના પર માતાના મઢનો અભ્યાસ મહત્વનો સાબિત થશે અમેરિકાના વિજ્ઞાનીઓએ સ્વીકાર્યું કે માતાના મઢ મંગળ ગ્રહની સિકલ જેવું હાઈડ્રોસ સલ્ફેટ ઓફ પોટેશિયમ અને લોહતત્વના ઘટકોથી જેરોસાઇટ બને છે. સેન્ટ લુઈસ સ્થિત વોશિંગટન યુનિવર્સીટીના વિજ્ઞાનીઓએ કહ્યું છે કે, માતાનામઢ એ મંગળ ગ્રહની બેસ્ટ મિનરોલોજી એનાલોગ છે.વૈજ્ઞાનિકોનો દાવો એવો પણ છે કે, બેસાલ્ટ ટેરેઈનમાં જેરોસાઇટ મળ્યું છે આમ માતાના મઢ બેસાલ્ટ ટેરેનમાં જેરોસાઇટ ધરાવતું દુનિયાનું એકમાત્ર સ્થળ છે અહીં 7.2 કરોડ વર્ષ પહેલાં ધરબાયેલું જેરોસાઇટ મળી આવ્યું છે. જેથી નાસા કે ઇસરોના મિશન મંગળ પહેલાં રોવર લેન્ડિંગ માટે અહીં અભ્યાસ થશે જે માટે નાસાના વિજ્ઞાનીઓ કચ્છ આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ