બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Narmada Tapi Par link project cancel amit shah gujarat tribal protests

ગુજરાત / BIG NEWS: નર્મદા-તાપી-પાર લિંક પ્રોજેક્ટ રદ્દ કરાયો, અમિત શાહ સાથે આદિવાસી નેતાઓની બેઠક બાદ લેવાયો નિર્ણય

Hiren

Last Updated: 09:50 PM, 28 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો આદિવાસીઓ વિરોધ કરી રહ્યા છે, આ વચ્ચે આ પ્રોજેક્ટને લઇને મોટો નિર્ણય લેવાયો છે.

  • નર્મદા-તાપી-પાર લિંક પ્રોજેક્ટ રદ્દ કરવાનો નિર્ણય
  • દિલ્હી ખાતે બેઠકમાં ભાજપના આદિવાસી નેતાઓની હાજરીમા લેવાયો નિર્ણય
  • અમિત શાહ સાથે ગુજરાત ભાજપના આદિવાસી ધારાસભ્યોની બેઠક યોજી હતી

નર્મદા-તાપી-પાર લિંક પ્રોજેક્ટ મામલે આદિવાસી વિરોધના પગલે મોટો નિર્ણય લેવાયો છે. અમિત શાહની અધ્યક્ષતામાં દિલ્હીમાં ગુજરાત ભાજપના આદિવાસી ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી જેમાં આ પ્રોજેક્ટ રદ્દ કરવાનો નિર્ણય લેવાયો છે. મહત્વનું છે કે, આદિવાસી વિસ્તારના ભાજપના ધારાસભ્ય-સાંસદો નાણામંત્રી નિર્મલા સીતારમન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય સિંચાઈ મંત્રી સાથે મુલાકાત કરી હતી. જેમાં નર્મદા-પાર-તાપી લિંક યોજના રોકવાની રજુઆત કરવામાં આવી હતી. ત્યારે હવે નેતાઓની રજૂઆત બાદ નર્મદા-પાર-તાપી રિવર લિંક યોજના ગુજરાત માટે સ્થગિત કરી દેવાઈ છે. 

સરકારના ધારાસભ્યો અને મંત્રીઓ થયા હતા સક્રિય

પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ મામલે આદિવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો હતો. આ રોષને પામી સરકારના મંત્રીઓ સહિત આગેવાનો આજે આદિવાસીઓ સાથે બેઠક કરવા માટે વલસાડ પહોંચ્યા હતા. જ્યાં તેમણે ડેમ હટાવો સમિતિના પ્રમુખ અને ઉપપ્રમુખ સાથે વાતચીત કરી હતી. આ વાતચીત બાદ રાજ્ય સરકાર દ્વારા હાલ કોઇપણ આદિવાસીઓને વિસ્થાપિત નહીં કરવાની સહકાર તરફથી મંત્રીઓએ માહિતી આપી હતી. ગુજરાત ભાજપના આદિવાસી નેતાઓ રિવર લિંક પ્રોજેક્ટ માટે ગૃહમંત્રી અમિત શાહ અને નાણામંત્રી નિર્મલા સીતારમણને રજૂઆત કરવા માટે દિલ્હી પહોંચ્યા હતા. સરકારના મંત્રીઓ અને ધારાસભ્યો પ્રતિનિધિમંડળ દિલ્હી જઈ અને આ મુદ્દે આદિવાસી સમાજની લાગણી કેન્દ્ર સરકાર સમક્ષ મુકવામાં આવી હતી. ત્યારબાદ કેન્દ્ર સરકારે આ પ્રોજેક્ટને સ્થગિત કરી દીધો છે.

આદિવાસીઓ ગાંધીનગરમાં મોટાપ્રમાણમાં કર્યો હતો વિરોધ

થોડા દિવસ અગાઉ જ તાપી-પાર રિવર લિંક પ્રોજેક્ટનો આદિવાસીઓ દ્વારા ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના ધારાસભ્યો અને આગેવાનો જોડાયા હતા. 50થી વધુ બસ અને નાના-મોટા વાહનોમાં આદિવાસીઓ ગાંધીનગર પહોંચ્યા હતા. આદિવાસીઓના પડતર પ્રશ્નોના વિરોધમાં કોંગ્રેસ પણ જોડાઈ હતી. આદિવાસીઓએ મોટા પ્રમાણમાં એકઠા થઇને ભારે વિરોધ કર્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ