નર્મદાનું પાણી લેવલ ઘટતા નર્મદા વિભાગે સિંચાઈ માટે સુરેન્દ્રનગરની કેનાલો બંધ કરી હતી. જોકે VTVના અહેવાલ બાદ નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે અને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
સુરેન્દ્રનગરમાં VTVના અહેવાલની અસર
વહીવટી તંત્ર આવ્યું હરકતમાં
વઢવાણ તાલુકાના 42 ગામોને મળ્યું પાણી
સુરેન્દ્રનગર જિલ્લો સૌરાષ્ટ્રનું પાણિયારું ગણાય છે. એશિયાનું સૌથી મોટું પમ્પિંગ સ્ટેશન અહીં ઢાંકીમાં આવેલું છે પણ નર્મદાનું પાણી લેવલ ઘટતા નર્મદા વિભાગે સિંચાઇ માટે કેનાલો બંધ કરી હતી. વઢવાણ તાલુકાના 40થી વધુ ગામોના ખેડૂતો નર્મદાના પાણી આપવાની માંગ અનેક વાર કરી થાક્યા હતા. ખેડૂતોનો ઉનાળુ પાક અને પશુધનના ઘાસચારા માટે વાવેતર કરેલો જુવારનો પાક નષ્ટ થવાના આરે હતો. ખેડૂતોની આ વેદનાનો અહેવાલ VTVએ પ્રસારિત કર્યો હતો. જે બાદ પ્રશાસન દ્વારા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે.
ખેડૂતોની આ માગનો અહેવાલ VTV NEWS પર પ્રસારિત કરાયો હતો. ત્યારે હવે સુરેન્દ્રનગરમાં VTVના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. VTV ન્યૂઝ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં પાણી ન છોડવા મામલે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે. નર્મદા વિભાગે પાણી કેનાલમાં છોડતા ખેડૂતોના મુરઝાતા પાકને જીવતદાન મળ્યું છે.
ઉનાળુ પાકને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેતા ખેડૂતોમાં ખુશીનો માહોલ
ત્યારે ખેડૂતોએ VTVનો આભાર વ્યક્ત કર્યો છે. ઉનાળુ પાકને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેતા હાલ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ખેડૂત અગ્રણી મોહનભાઇ પટેલ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાંમાં આવી હતી. પરંતુ અંતે VTVના અહેવાલ બાદ સાંસદ, ધારાસભ્ય અને કલેક્ટરે એક મિટિંગ બોલાવીને કેનાલમાં પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે. ખેડૂતોની વાચાને એક મજબૂત માધ્યમ મળતા કેનાલમાં પાણી છોડ્યા હતા.
કેનાલોમાં પાણી છોડવામાં આવે તેવી ખેડૂતો દ્વારા કરાઈ માગ
સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં ઉનાળુ પાક વાવ્યો છે. પશુધનને ઘાસચારો પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે હજારો હેક્ટરમાં ઉનાળુ જુવારના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. કેનાલ બંધ થતા ખેડૂતોને હવે તૈયાર થયેલા પાકને છેલ્લું પાણી આપવાનું હતું. પાકને બચાવવા માટે છેલ્લું પિયત બાકી હતું. નર્મદાની કેનાલો ખાલીખમ હતી. આથી મોલાતને જીવનદાન મળે, અને તે માટે ખેડૂતો અધીરા બન્યા હતા. કેનાલોમાં પાણી છોડવામાં આવે તેવી માગ ખેડૂતો દ્વારા કરાઈ હતી. અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પાણી છોડવામાં આવતુ ન હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરાયો હતો.