બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / રાજકોટ / અન્ય જિલ્લા / Naresh Patel gujarat politics Lalit Vasoya big statement today

રાજનીતિ / વસોયા બોલ્યા, નરેશ પટેલ આવતા હોય તો ખભે બેસાડીને ચૂંટણી લડાવવાની તૈયારી, શક્તિસિંહે કહ્યું સારા લોકોનું કોંગ્રેસમાં સ્વાગત

Kavan

Last Updated: 02:02 PM, 2 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના રાજકીય પક્ષો દ્વારા નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશને લઈને વિવિધ નિવેદનો આપવામાં સામે આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા અને લલિત કગથરાએ મહત્વની વાત કરી હતી.

  • નરેશ પટેલના રાજનીતિમાં પ્રવેશને લઈને મોટા સમાચાર
  • હું ખભે બેસાડીને ચૂંટણી લડાવવા માટે તૈયાર-વસોયા
  • મીડિયાના મિત્રો રાહ જુએ-શક્તિસિંહ ગોહિલ

લલિત કગથરાએ મીડિયા સામે નિવેદન આપતા જણાવ્યું કે, તમારા બધાની આતુરતાનો અંત બહું જલ્દી આવી જશે તેવું મને લાગે છે. નરેશ પટેલ જો કોંગ્રેસમાં આવે તો આ સરમુખત્યાર સરકારનો અંત આવે અને ગુજરાતના ખેડૂતો તથા ગુજરાતના નાગરિકોને ફાયદો થાય તેમ છે. કગથરાએ વધુમાં એમ પણ જણાવ્યું કે, ગુજરાતના 10 લાખ યુવાનો કે જેમના પેપરો ફૂટે છે તેઓ તમામ ઈચ્છે છે કે, નરેશ પટેલ ગુજરાતની રાજનીતિમાં પ્રવેશે. 

...તો ખભે બેસાડીને ચૂંટણી લડાવવા તૈયાર

રાજકોટ ખાતે એક પત્રકાર પરિષદને સંબોધન કરતા કોંગ્રેસના ધારાસભ્યો લલિત વસોયાએ કહ્યું હતું કે, નરેશ પટેલ જો ધોરાજી અને ઉપલેટા બેઠક પર ચૂંટણી લડવા ઈચ્છુક હોય અને જો પાર્ટી હા પાડે તો અમારા અહોભાગ્યા છે અને જાહેરમાં જણાવું છું કે, નરેશભાઈને ખભે બેસાડી ધોરાજી-ઉપેલટાની અંદર ચૂંટણી લડાવવાની તૈયારી છે. 

શક્તિસિંહ ગોહિલે કહ્યું- મીડિયાના મિત્રો રાહ જુએ 

પાટીદાર અગ્રણી અને ખોડલધામના પ્રમુખ નરેશ પટેલના ગુજરાતની રાજનીતિમાં સક્રિય પ્રવેશને લઈને ગરમાવો છે ત્યારે સમગ્ર મામલે કોંગ્રેસી સાંસદ શક્તિસિંહે ગોહિલે મહત્વનું નિવેદન આપ્યું છે. શક્તિસિંહે જણાવ્યું કે, નરેશ પટેલ મારા મિત્ર છે અને સારા લોકો કોંગ્રેસમાં જોડાય તો સ્વાગત થશે. આ સાથે જ તેમણે મીડિયાના મિત્રોને પણ થોડી ધરપત રાખવાનું સૂચન કર્યું હતું અને જણાવ્યું હતું કે, કેટલીક બાબતોના ઢંઢેરા પીટવાના ન હોય. 

નરેશ પટેલે તાજેતરમાં VTV સાથે કરી ટેલિફોનિક વાતચીત

2022નું વર્ષ એટલે કે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીનું સેમિફાઇનલ યર, યુપી સહિત પાંચ રાજ્યોની ચૂંટણી સંપન્ન થઈ છે ત્યારે દેશની રાજકીય પાર્ટીઓનું ધ્યાન હવે ગુજરાત પર કેન્દ્રીત થયું છે જો કે,  ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા છેલ્લા એક મહિનાથી પણ વધુ સમયથી એક જ ચર્ચા રાજ્યમાં ચાલી રહી છે કે ખોડલધામ ચેરમેન નરેશ પટેલ કોના ? અનેક અટકળો ચાલી રહી છે. ત્યારે રાજકારણમાં પ્રવેશવા મુદ્દે નરેશ પટેલે vtv સાથે ટેલિફોનિક વાતચીતમાં મોટું નિવેદન આપ્યું હતું અને જાણકારી આપી હતી કે, તેઓ હજી સુધી કોઈને મળવા ગયો નથી. 

હજુ સુધી કોઈને મળવા ગયો નથી હવે નિર્ણય લઈશ-નરેશ પટેલ
  
છેલ્લા ઘણા દિવસોથી નરેશ પટેલ લઈને અનેક અટકળો ચાલી રહી છે. ત્યારે પાટીદાર સમાજના આગેવાન નરેશ પટેલ રાજકારણમાં આવે છે તેવી ચર્ચાઓ વચ્ચે નરેશ પટેલે VTV સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. જેમાં નરેશ પટેલ હાલ રાજકોટમાં જ છે. નરેશ પટેલે જણાવ્યું કે સર્વે બાદ રાજકારણ અંગે નિર્ણય કરીશ. હજુ સુધી કોઈને મળવા ગયો નથી પણ હવે નિર્ણય લઈશ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ