narendra modi cabinet who will be bjp treasurer if piyush goyal become finance minister
કેબિનેટ /
જો પીયૂષ ગોયલને મળ્યું નાણામંત્રાલય તો BJP મુકાઇ શકે મુશ્કેલીમાં
Team VTV01:55 PM, 30 May 19
| Updated: 01:56 PM, 30 May 19
કેન્દ્રમાં નવા નાણા પ્રધાન કોણ બનશે ? આ સવાલ શપથ-ગ્રહણ સમારોહથી ઠીક પહેલા સુધી ન માત્ર સામાન્ય જનતા પરંતુ ભાજપના નવા ચૂંટાઇ આવેલા સાંસદોની ઉત્સુક્તા વધારી નાંખી છે. નવા નાણા મંત્રીના રૂપે જોકે પાર્ટી અધ્યક્ષ અમિત શાહ અને રેલ મંત્રી પીયૂષ ગોયલનું નામ આગળ ચાલી રહ્યું છે.
પીયૂષ ગોયલના નામને લઇે મોટી સમસ્યા એ છે કે ગોયલ પાર્ટીના કોષાધ્યક્ષ છે. એવામાં જો એ પૂર્ણ કાલિન નાણામંત્રી બને છે તો પાર્ટીને પીયૂષ ગોયલ જેવા જ તેજ તર્રાર, કુશળ, પ્રભાવશાળી કોષાધ્યક્ષ શોધવા પડશે. જોકે, ચૂંટણી દરમિયાન તેમની સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ પણ સંસાધન મેળવવાનું કાર્ય કર્યું હતું. પરંતુ હાલ તો એમને મહારાષ્ટ્રથી અગલ કરવામાં આવશે, તેની કોઇ સંભાવના જોવા મળી રહી નથી.
જ્યારે આ પહેલા પણ પીયૂષ ગોયલ કોષાધ્યક્ષનું કાર્ય કરતા નાણા મંત્રીનું કાર્ય સંભાળી ચૂક્યા છે. ત્યારે નાણા મંત્રી હોવા છતા આ વખતે મુશ્કેલી કેમ પડશે તેના જવાબમાં ભાજપના એક મહાસચિવે કહ્યું કે એ સમયે પીયૂષ ગોયલ કાર્યવાહક નાણા મંત્રી હતા. એમણે કોઇ નીતિગત નિર્ણય લીધા નહોતા. જો પીયૂષ ગોયલ નાણામંત્રી બને છે તો તેમની જગ્યાએ એમની જેવા જ ઉર્જાવાન, ક્ષમતાવાન કોષાધ્યક્ષ શોધવા સરળ બની રહેશે નહીં. જોકે, અંતિમ નિર્ણય વડાપ્રધાન લેશે.
એક અન્ય પદાધિકારીએ કહ્યું કે જો પાર્ટી અધ્યક્ષ અમિત શાહ સરકારમાં આવે છે તો ભૂપેન્દ્ર યાદવ તેમની જગ્યા લેનારા સંભાવિત નામોમાં સૌથી આગળ છે. જ્યારે સંચાર મંત્રી મનોજ સિન્હાએ ચૂંટણી હાર્યા બાદ પણ કેબિનેટમાં આવી શકે તેવું મનાઇ રહ્યું છે. અન્ય ચૌંકાવનાર નામોમાં સુશીલ મોદીને પણ સરકારમાં લેવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જદયૂથી આરસીપી સિંહ, રાજીવ રંજન લલન સિંહ, રામનાથ ઠાકુર, એસ. કુશવાહામાંથી બે અથવા ત્રણ મંત્રી બનવાની સંભાવના છે. જ્યારે રાધામોહન સિંહ ડ્રોપ કરવાની ચર્ચા ચાલી રહી છે.